આવા શિક્ષકોને શૈતાન જ કહેવાય, 7માં ધોરણના બાળકને એવો માર્યો કે થયું કરૂણ મોત, વાંક ખાલી એટલો જ કે હોમવર્ક નહોતું કર્યું

રાજસ્થાનના ચુરુમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના સાલાસર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોલાસર ગામમાં ગઈ કાલે બપોરે શિક્ષક દ્વારા માર મારવાના કારણે 7 માં વર્ગના બાળકનું મોત થયું હતું. આ બાળકની ભૂલ માત્ર એટલી થઈ કે તેને હોમવર્ક નહોતું કર્યું.

image socure

શિક્ષકે તેને જમીન પર લાત અને મુક્કાથી એટલો માર્યો કે તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. બાળક બેહોશ થઈ ગયો. જ્યારે તે થોડા સમય પછી બાળક ભાનમાં ન આવ્યો ત્યારે આરોપી શિક્ષક તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. બાળકના પિતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ કરવા અધિકારીને સૂચના આપી છે.

માથા, આંખ અને મોમાં ઈજાઓ

image socure

પિતાએ જણાવ્યું કે બાળકના માથા, આંખો અને મોં પર ઈજાના નિશાન છે. પોલીસે જણાવ્યું કે શાળા આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. બાળક મોર્ડન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ નોંધાયા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ પછી મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. મૃતક બાળક ગણેશ ત્રણ ભાઈ -બહેનોમાં વચ્ચેનો હતો.

કોલાસર ગામનો રહેવાસી 13 વર્ષનો ગણેશ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. બાળક બુધવારે સવારે શાળાએ ગયો હતો, જ્યાં શિક્ષક મનોજે હોમવર્ક ન કરવા બદલ તેને માર માર્યો હતો. આ કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો. પિતાના રિપોર્ટ પર શિક્ષક સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે

બાળકે 15 દિવસ પહેલા પિતાને શિક્ષક વિશે ફરિયાદ કરી હતી.

image socure

પિતા ઓમપ્રકાશે પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 9.15 વાગ્યે શાળાના શિક્ષક મનોજનો ફોન આવ્યો. શિક્ષકે કહ્યું કે ગણેશ હોમવર્ક કર્યા વગર આવ્યો હતો. માર માર્યા બાદ તે બેહોશ થઈ ગયો. બાળકને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છીએ. આ પછી પિતા હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ તે પહેલા ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. બાળકે 15 દિવસ પહેલા પણ શિક્ષક વિશે પિતાને ફરિયાદ કરી હતી. બાળકે જણાવ્યું હતું કે શિક્ષક મનોજ તેને બિનજરૂરી રીતે મારપીટ કરે છે.

પિતાને કહ્યું – બાળકને ઢોંગ કરી રહ્યો છે

બાળક બેહોશ થયા પછી પણ શિક્ષકે બેશરમી બતાવી. પિતાને ફોન કરીને કહ્યું કે બાળક બેભાન હોવાનો ઢોંગ કરી રહ્યો છે, તેને ઘરે લઈ જાઓ. બાદમાં બાળકની તબિયત વધુ ખરાબ થવાના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આવતીકાલે શિક્ષણ વિભાગની ટીમ શાળાએ જશે. અહીં શિક્ષકોનો રેકોર્ડ એકત્રિત કરવામાં આવશે.