રો બનાના કોફતા – ખૂબજ જલદી બની જાય તેવા નોન ફરાળી રો બનાના કોફતા બનાવવા માટેની સરળ રેસિપી

રો બનાના કોફતા :

હોટેલ – રેસ્ટોરંટના મેનુમાં અનેક જાતના કોફતા હોય છે. કોફતા ખૂબજ સ્પાયસી હોવાથી બધાને ખૂબજ ભાવતા હોય છે. કોફતા સ્વીટ પણ બનતા હોય છે. બટેટાના કોફતાની જેમ કાચા કેળાના ( રો બનાના ) કોફતા પણ ખૂબજ ફેમસ છે. તે ફરાળી તેમજ નોન ફરાળી એમ બન્ને પ્રકારના બનાવવામાં આવતા હોય છે. બન્ને કેળાના હોવાથી બટેટા કરતા વધારે હેલ્ધી અને ટેસ્ટી હોય છે. રો બનાના કોફતા બનાવવા પણ ખૂબજ સરળ છે. આજે હું અહીં આપ સૌ માટે ખૂબજ જલદી બની જાય તેવા નોન ફરાળી રો બનાના કોફતા બનાવવા માટેની રેસિપી રહી છું. તો તમે પણ મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી તમારા રસોડે બનાવજો.

રો બનાના કોફતા બનાવવા માટેની સામગ્રી:

  • 2 રો બનાના (કાચા કેળા)
  • 1 ટેબલ સ્પુન અધકચરો શેકેલી શિંગનો ભૂકો
  • 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ
  • 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ¼ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન આદુની પેસ્ટ
  • 2 લીલા મરચા બારીક કાપેલા
  • પિંચ ગરમ મસાલો
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી:

  • 3 ટમેટા – સમારેલા
  • 2 ઓનિયન – સમારેલી
  • 4-5 મીઠા લીમડાના પાન
  • ¼ ટી સ્પુન આખુ જીરુ
  • 2 ટેબલ સ્પુન શેકીને ફોતરા કાઢેલા શિંગ દાણા
  • 2 મરચા કાપેલા
  • સોલ્ટ

આ બધું એક સાથે મિક્ષર જારમાં ભરી ગ્રાઇંડ કરી પેસ્ટ બનાવી લેવી. બનાવેલી પેસ્ટને એક નાના બાઉલમાં કાઢી એકબાજુ રાખો.

ગ્રેવીના તડકા માટે સામગ્રી :

  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન આખુ જીરુ (ઓપ્શનલ)
  • 1 તજ પત્તુ
  • 1 બાદિયાનનું ચક્ર
  • 1 તજનો ટુકડો

ગ્રેવી માટે મસાલો :

  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર
  • 1 ટી સ્પુન કસૂરી મેથી
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • પાણી
  • જરુર પડે તો સોલ્ટ ( ગ્રાઇંડ કરેલી પેસ્ટમાં સોલ્ટ ઉમેરેલું છે. જરુર પડે તો થોડું પાણીના ભાગનું ઉમેરેવું)

કોફતાના બોલ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ રો બનાનાને ધોઇને બન્નેના 3-3 પીસ કરી લ્યો. કુકરમાં પાણી ગરમ મૂકી તેમાં રો બનાનાના કરેલા પીસ મૂકી માત્ર 1 જ વ્હિસલ કરી કૂક કરી લ્યો.

ત્યારબાદ ફ્લૈમ ઓફ કરી તેમાં જ કુકર ઠરે ત્યાં સુધી બફાવા દ્યો.

ઠરે પછી બનાનાની છાલ કાઢી તેને મિક્સિંગ બાઉલમાં કાઢી, એકદમ મેશ કરી લ્યો, જેથી તેમાં ગુઠલી ના રહે.

હવે તેમાં 1 ટેબલ સ્પુન અધકચરો શેકેલી શિંગનો ભૂકો, 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ, 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ, સોલ્ટ સ્વાદ મુજબ, ¼ ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન આદુની પેસ્ટ, 2 લીલા મરચા બારીક કાપેલા, પિંચ ગરમ મસાલો અને 1 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. સરસ ડો બનશે.

( કોફતા ફરાળી બનાવવા હોય તો તેમાં બ્રેડક્રમ્સ અને શેકેલો ચણાનો લોટ ઉમેરવાને બદલે તેમાં જરુર મુજબ માત્ર આરાલોટ અને ફરાળી સામગ્રી જ ઉમેરવી ).

કોફતાના બોલ્સ બનાવવા માટે બન્ને હથેળીઓમાં થોડું ઓઇલ લગાવી ગ્રીસ કરી લ્યો. જેથી ક્રેક વગરના સરસ બોલ્સ બને.

હવે બનાવેલા ડોમાંથી થોડો ભાગ લઈ તેનો બોલ બનાવી લ્યો. આ રીતે બાકીના ડોમાંથી બધા કોફતા માટેના બોલ્સ બનાવી લ્યો.

હવે કોફતા ડીપ ફ્રાય કરવા માટે રેડી છે.

કોફ્તાને ડીપ ફ્રાય કરવા માટે એક પેનમાં ઓઇલ ગરમ મૂકો. ઓઇલ ગરમ થાય એટલે હાઇ ફ્લૈમ રાખી તેમાં કોફ્તાને ડીપ ફ્રાય કરો. ડીપ ફ્રાય થતા 8 મિનિટ લાગશે.

ઓઇલમાં સમાય તેટલા કોફતાના બોલ્સ એક્સાથે ડીપ ફ્રાય કરો.

ઓઇલમાં કોફતા મૂક્યા પછી તરત જ ફેરવશો નહી. તેમ કરવાથી કોફતા ક્રેક થઈ ઓઇલમાં છૂટા પડવા લાગશે. ઓઇલ પણ ખરાબ થશે.

2-3 મિનિટ પછી થોડા ક્રીસ્પી અને લાઇટ ગોલ્ડન કલરના થાય પછી જ કોફતાને જારા વડે ફેરવો.

બધી બાજું ફેરવતા જઈ બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે જારામાં લઈ જારો ત્રાંસો કરી લોયામાં જ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે બાકીના બધા કોફતા ડીપ ફ્રાય કરી ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લ્યો.

હવે કોફતા પણ રેડી છે અને ગ્રેવી માટેની પેસ્ટ પણ રેડી છે.

કોફતાની ગ્રેવી માટે તડકા :

એક થીક બોટમ્ડ પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ઓઇલ લઈ ગરમ કરો. તેમાં ½ ટી સ્પુન આખુ જીરુ (ઓપ્શનલ), 1 તજ પત્તુ, 1 બાદિયાનનું ચક્ર અને 1 તજનો ટુકડો ઉમેરી સાંતળો.

બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બનાવેલી ગ્રેવીની પેસ્ટ ઉમેરી દ્યો. મિડિયમ ફ્લૈમ પર કુક કરો. સતત હલાવતા રહો.

થોડું મોઇશ્ચર ઓછું થઇને ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં ¼ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર, 1 ટી સ્પુન કસૂરી મેથી, ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 ½ કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. જરુર પડે તો તેમાં થોડું સોલ્ટ ઉમેરો.

ત્યારબાદ ગ્રેવીને મિડિયમ ફ્લૈમ પર થોડી થોડીવારે હલાવતા જઇ થીક થાય ત્યાં સુધી ઉકાળો.

થીક થઇને બરાબર ગ્રેવી જેવી કંસીસટંસી થઈજાય એટલે તેમાં થોડી કોથમરી ઉમેરી મિક્ષ કરી ફ્લૈમ ઓફ કરી દ્યો.

સર્વ કરવાની રીત :

હવે ગ્રેવી રેડી છે. ગરમા ગરમ ગ્રેવીને એક સર્વિંગ બાઉલમાં 3 મોટા ચમચા જેટલી પોર કરી તેમાં 3 કોફતા મૂકો. હવે બધા કોફતા કવર થઈ જાય એ રીતે તેના પર ગ્રેવી પોર કરો. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે). ત્યારબાદ ટમેટાના નાના પીસ, ઓનિયનના નાના પીસ, લીલા મરચાની રીંગ્સ અને કોથમરીથી ગાર્નીશ કરો.

તો રેડી છે ખૂબજ સ્વાદિષ્ટ એવા ગરમા ગરમ રો બનાના કોફતા. તેને પરાઠા, નાન, રોટી કે રાઇસ સાથે જમવામાં ખાઇ શકાય છે.

ખૂબજ સરળ રીતે બનતા આ કોફતા નાના મોટા બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.