ખરેખર જોવા જેવો છે પીળા રંગના આ કાચબાના વિડીયો, કારણ છે કંઇક એવુ કે…

કાચબો એક એવો જીવ છે જેની પાસે કુદરતે આપેલું મજબૂત કવચ હોય છે અને તેના પર લગભગ શિકારીઓ ફાવી નથી શકતા. બની શકે કે કદાચ આ જ કારણ હોય કે વિશ્વમાં સૌથી લાંબા આયુષ્ય ભોગવતા જીવોમાં કાચબાનું સ્થાન સૌથી પહેલા આવે છે. પરંતુ તાજેરરમાં જ ભારતમાં એક દુર્લભ કહી શકાય તેવો કાચબો જોવા મળ્યો છે.

image source

ઓડિશાના બાલાસોર જિલ્લાના એક ગામમાં આ દુર્લભ પ્રકારનો કાચબો જોવા મળ્યો હતો. આ કાચબાનો રંગ અન્ય કાચબા કરતા બિલકુલ અસામાન્ય છે એટલે કે તે પીળા રંગનો છે. આ કાચબાનો એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર (IFS) સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ કાચબાનો વિડીયો શેયર કર્યો છે

image source

અને તે વિડીયોના કેપ્શનમાં સુશાંત નંદાએ લખ્યું છે કે ઓડિશાના બાલાસોરમાં એક દુર્લભ પ્રજાતિના કાચબાને બચાવી લેવામાં આવ્યો છે. કદાચ આ અલ્બીનો પ્રજાતિનો એક કાચબો છે. થોડા સમય પહેલા સિંધના સ્થાનિક લોકોએ પણ આ પ્રકારના કાચબાનો ઉલ્લેખ કર્યો હતો.

image source

વિડીયોમાં આ પીળા રંગના કાચબાને સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં તે પાણીના એક વાસણમાં તરતો દેખાય છે. આ કાચબાને જોઈને વન વિભાગ સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. વન્યજીવ વોર્ડનનું કામ કરતા ભાનુમિત્ર આચાર્ય કહે છે કે તેણે પોતાના જીવનમાં આ પહેલા ક્યારેય આ પ્રકારનો કાચબો નથી જોયો.

image source

નોંધનીય છે કે ગત રવિવારે બાલાસોર જિલ્લાના સુજાનપુર ગામના લોકોએ આ કાચબાને જોયો હતો અને ત્યારબાદ તેઓએ જંગલ ખાતાના અધિકારીઓને બોલાવી તેને સોંપી દીધો હતો જેથી તેનો જીવ બચી જવા પામ્યો હતો.

સોશ્યલ મીડિયા સાઈટ ટ્વિટર પર આ વિડીયો શેયર થતા જ વાયરલ થવા લાગ્યો અને અને આ લખાય રહ્યું છે ત્યારે વીડિયોમાં 53000 થી વધુ વ્યૂઝ આવી ચુક્યા છે જયારે 1900 જેટલા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

image source

પીળા કાચબાના આ વાયરલ વિડીયો પર સોશ્યલ મીડિયા યુઝર્સ પોતાના વિચારો મુજબ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું હતું કે પીળા રંગના સુંદર કાચબા તને શુભકામનાઓ. જયારે અન્ય એક સોશ્યલ મીડિયા યુઝર્સે આ કાચબાને પ્રકૃતિનો ચમત્કાર ગણાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત