2 ચમચી મીઠાની મદદથી ચમકદાર ત્વચા મેળવો, સાથે ખીલ અને ડાઘની સમસ્યા પણ દૂર થશે

ઘરના રસોડામાં હાજર મીઠું ભોજનનો સ્વાદ વધારવાની સાથે એક બ્યુટી પ્રોડક્ટ પણ છે અને તેના ફાયદાઓ વિશે થોડા લોકો જ જાણે છે. મીઠું ખીલ અને ડાઘની સમસ્યા દૂર કરે છે અને ચમકદાર અને ઝગમગતી ત્વચા આપે છે. સિંધવ મીઠું એટલે કે એપ્સમ સોલ્ટ સ્ક્રબનો ઉપયોગ કરવાથી ચહેરાની ડેડ ત્વચા દૂર થાય છે. જો કે તમે બજારમાં તૈયાર મીઠાનું સ્ક્રબ મળે જ છે, પરંતુ તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ મીઠામાંથી સ્ક્રબ બનાવવાની રીત …

ચમકતી ત્વચા માટે સ્ક્રબ

 • સિંધવ મીઠું – 4 થી 5 ચમચી
 • હળદર – 1/2 ચમચી
 • કોફી પાવડર – 1 ચમચી
 • થોડું ઓલિવ તેલ
image source

સ્ક્રબ બનાવવાની અને તેને લગાવવાની રીત

આ બધા ઘટકોને બાઉલમાં ભેગા કરીને બરાબર મિક્ષ કરી લો. હવે તૈયાર સ્ક્રબને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી તમારા ચેહરા પર સ્ક્રબ કરો. ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરો. જો તમે ઇચ્છો, તો તમે આ સ્ક્રબનો ઉપયોગ આખા શરીર પર પણ કરી શકો છો.

તૈલીય ત્વચા માટે

 • સિંધવ મીઠું – 4 થી 5 ચમચી
 • હળદર – 1 ચમચી
 • એલોવેરા જેલ

સ્ક્રબ બનાવવાની અને લગાવવાની રીત

image source

આ બધી વસ્તુઓને મિક્ષ કરીને સ્ક્રબ તૈયાર કરો. હવે ચહેરા પર સ્ક્રબ લગાવો અને 20 મિનિટ સુધી તમારા ચેહરાની માલિશ કરો અને ત્યારબાદ તમારા ચેહરાને પાણીથી સાફ કરો. આ ત્વચાને સાફ કરશે, સાથે ત્વચાને ગ્લોઈંગ અને બેદાગ બનાવશે.

શુષ્ક ત્વચા માટે

 • સિંધવ મીઠું – 4 થી 5 ચમચી
 • હળદર – 1/2 ચમચી
 • એલોવેરા જેલ – 1 ચમચી
 • બદામ તેલ – 1 ચમચી
 • નાળિયેર તેલ – 1 ચમચી

સ્ક્રબ બનાવવાની અને લગાવવાની રીત

આ બધી ચીજોને સારી રીતે મિક્સ કરો. હવે 20 મિનિટ સુધી ચહેરા, ગળા હિતના આખા શરીર પર સ્ક્રબ કરો. ત્યારબાદ તમારો ચેહરો પાણીથી ધોઈ લો. આ રીતે સ્ક્રબનો ઉપયોગ કરવાથી તમારા ચેહરા પરના પિમ્પલ્સ અને દાગ દૂર થશે, સાથે તમારી ત્વચા પણ ગ્લોઈંગ થશે.

image source

સિંધવ મીઠાનો ઉપયોગ ત્વચા પર કરવાથી થતા ફાયદાઓ જાણો –

1. ત્વચા પર ગ્લો જાળવે છે

જો તમારી ત્વચા પર સૂર્ય-પ્રકાશના ટેનની સમસ્યા થાય છે, તો સિંધવ મીઠું તમારા માટે જાદુનું કામ કરશે. આ માટે તેમાં મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો તમારા ચેહરા પરની ટેનની સમસ્યા દૂર થશે અને ત્વચા ગ્લોઈંગ થશે.

2. વૃદ્ધત્વ વિરોધી ઉત્પાદન

સિંધવ મીઠું કરતાં વધુ સારું વિરોધી વૃદ્ધ ઉત્પાદન બીજું કંઈ નથી. તે સંપૂર્ણપણે શુદ્ધ છે, જેથી ચહેરાને કોઈ નુકસાન થતું નથી. સિંધવ મીઠું ચહેરાની ફોલ્લીઓ, પિમ્પલ્સ અને કરચલીઓ દૂર કરે છે.

3. શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થશે

image source

ઉમર વધવાની સાથે ત્વચા પણ શુષ્ક થઈ જાય છે. વધુ મેકઅપ લગાવવાની અસર એક ઉંમર પછી ચહેરા પર પણ દેખાવા લાગે છે. આને રોકવા માટે બદામના તેલમાં સિંધવ મીઠું મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સાદા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.

4. બ્લેકહેડ્સથી છૂટકારો મેળવો

સિંધવ મીઠામાં થોડા ટીપાં લીંબુ નાંખો અને આ પેસ્ટને ચેહરા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હળવા હાથથી ચહેરાની મસાજ કરો. તેનાથી ત્વચાના બંધ છિદ્રો પણ ખુલી જશે અને બ્લેકહેડ્સની સમસ્યા પણ દૂર થશે.

5. વાળમાં ચમક લાવે છે

સિંધવ મીઠું ચેહરા સાથે વાળ માટે પણ ફાયદાકારક છે. તે વાળમાંથી ભેજ અને ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે અને વાળમાં ચમક આપે છે. આ માટે સિંધવ મીઠું શેમ્પૂમાં મિક્સ કરો અને ત્યારબાદ માથાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી તમારા વાળમાં ચમક આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *