બે સંકટ અને બે જ રસ્તા વચ્ચે ટ્રમ્પની જિંદગી, વ્હાઈટ હાઉસથી નીકળીને જેલ બનશે ટ્રમ્પનું નવું સરનામું?

અમેરિકન પ્રેસિડન્ટ હાલમાં ભારે મુંઝવણમાં લાગી રહ્યા છે. કારણ કે એ એવા ફસાયા છે કે ક્યાંયના ના રહ્યા. એક તો અમેરિકામાં હિંસાનો માહોલ છે અને એવામાં વીડિયો પણ આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ટ્રમ્પની ફજેતી કરવામાં આવી રહી છે. આખા વિશ્વમાં એ જાણીતું છે કે ગુરુવારે કેપિટલ હિલ્સમાં હિંસા થઈ છે. પણ આ વાતમાં મોટા ભાગના લોકો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ જવાબદાર માની રહ્યા છે. જેના કારણે અમેરિકાની દુનિયામાં મજાક ઉડી રહી છે અને તેનું કારણ ટ્રમ્પને માનવામાં આવી રહ્યો છે

image source

આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે, શું અમેરિકાના કડક કાયદા હિંસાના આરોપીને સજા આપી શકશે કે કેમ અને જો કદાચ સજા આપશે તો બીજો મોટો સવાલ એ છે કે ટ્રમ્પનું શું થશે? શું વ્હાઈટ હાઉસ પછી જેલમાં ધકેલાશે? શું કાર્યકાળના બાકી 12 દિવસો એ પૂરા કરી શકશે કે એ પહેલાં જ તમની પાસેથી સત્તા છીનવી લેવાશે? આવા અનેક સવાલો વચ્ચે એક એ પણ વાત સામે આવી રહી છે કે અમેરિકન બંધારણના 25માં સંધોશન પ્રમાણે રાષ્ટ્રપતિ કેબિનેટ તેમને તેમના જ પદ પરથી હટાવી શકે છે. જો કે તેમાં કેબિનેટના બહુમતની સાથે ઉપરાષ્ટ્રપતિનું સમર્થન પણ એટલું જ જરૂરી છે. જો વધુ સામાન્ય રીતે સમજવું હોય તો આ જ મુદ્દાને આપણે ટ્રમ્પના કેસ સાથે સરખામણી કરીએ.

image source

જો વિસ્તારથી વાત કરીએ તો CNNના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રમ્પની કેબિનેટ ગુરુવારે તેમના ભડકાઉ ભાષણને સંસદ પર હુમલાની ઘટના માટે જવાબદારી માની રહી છે. આ વચ્ચે હવે ટ્રમ્પની ખુરશી ખતરામાં છે, કારણ કે ટ્રમ્પને હટાવવા માટે માત્ર ચર્ચા જ નહીં, મીટિંગો પણ શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે, ટ્રમ્પ બાકી વધેલા 12 દિવસનો કાર્યકાળ પૂરો કરશે કે નહીં? સવાલ મુશ્કેલ છે, પરંતુ તેનો જવાબ સરળ અને સ્થિતિ આધારિત છે. અને જવાબ કંઈક એવો છે કે, ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવો મુશ્કેલ છે. એક તો તેમની પાસેથી સત્તા છીનવી લેવી એ પણ કંઈ જેવું તેવું કામ નથી.

image source

આ બધાની વચ્ચે ટ્રમ્પને વાઈસ પ્રેસિડન્ટનો મજબૂત સપોર્ટ છે અને એ પણ એવા સમયે તેઓ સપોર્ટ કરી રહ્યા છે કે જ્યારે ગુરુવારે ટ્રમ્પને ખૂબ નિંદાનો ભોગ બનવું પડ્યું. આ ઘટના બાદ જ લોકો આ બધું જોઈને ટ્રમ્પની વધારે નિંદા કરવા લાગ્યા છે. જો એ ઘટના વિશે વાત કરીએ તો ગુરુવારે થયેલી ઘટનાને પેંસે અમેરિકન ઈતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, પેંસ નથી ઈચ્છતા કે ટ્રમ્પ પર મહાભિયોગ ચાલે અથવા તેમની પાસેથી સત્તા છીનવવામાં આવે. તેનું કારણ પણ જાણવા છે. એમાં એવું છે કે જો આવું થાય તો રિપલ્બિકન પાર્ટી ઉપર કલંક લાગશે.

image source

હવે તમને એવું મનમાં થતું હશે કે તો શું થયું કંલક લાગે તો. પણ એમાં બીજી વાત એવી છે કે, શક્ય છે કે, ચાર વર્ષ પછી પેંસ જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને. જો આજે તેઓ ટ્રમ્પ સામે કોઈ એક્શન લે તો શક્ય છે કે, ત્યારે તેમને ટ્રમ્પ સમર્થકોનો સામનો કરવો પડે અને એ વધારે મુશ્કેલ બની શકે છે. પણ ટ્રમ્પ માટે એક વાત એવી પણ છે કે USA TODAYના એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકન એલર્ટ એજન્સી પાસે એ વાતના પૂરતા પુરાવા છે કે, ગુરુવારે ટ્રમ્પના ભડકાઉ ભાષણ પછી જ હિંસા ભડકી છે.

image source

આ વિશે વાત કરતાં અને ટ્રમ્પ વિરુદ્ધમાં કોર્નેલ લો ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડેવિડ ઓહ્યિને કહ્યું- હિંસા માટે ટ્રમ્પ જ જવાબદાર છે. તેમણે ગુનો કર્યો છે, તેમના પર કેસ ચાલવો જોઈએ. ત્યારે હવે આ કેસમાં પણ તેઓની ચિંતા આસમાને જોવા મળી રહી છે. પણ આ બધી જ બબાલ વચ્ચે ટ્રમ્પ પાસે બે ટ્રમ્પ કાર્ડ છે. પહેલું- રાષ્ટ્રપતિ તરીકે તેઓ પોતાની કોઈ પણ ભૂલ માટે પોતાને માફ કરી શકે અને બીજી કંઈક એવી છે કે જો માફી નહીં પણ મળે તો કેસ ઘણો લાંબો ચાલશે. અને ઘણી એવી શક્યતાઓ છે કે, ટ્રમ્પ કાયદાકીય ખામીઓનો ફાયદો લઈને બચી જાય. ત્યારે હાલમાં આ કેસ પર અમેરિકા અને દુનિયાના નાગરિકોની નજર છે કે આખરે ટ્રમ્પનું શું થશે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત