7 મહિનાના બાળકને ખોળામાં લઇને દુલ્હને લીધા ફેરા, અને ગામના લોકો જોતા જ રહી ગયા

7 મહિનાના બાળકને ખોળામાં ઉઠાવીને દુલ્હને લીધા ફેરા -ગામના લોકો બન્નેને જોતા જ રહી ગયા

હાલના દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં લગ્નનો જ માહોલ જોવા મળે છે. જોકે હાલ કમુર્તા ચાલી રહ્યા છે અને લગ્નની સિઝનને થોડો બ્રેક મળ્યો છે પણ ઉતરાયણ પછી પાછા શુભ મુહર્ત શરૂ થઈ જશે અને લગ્નની સિઝન ફરી શરૂ થઈ જશે. અને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડિયા તેમ જ સમાચાર પત્રો પર અનોખા લગ્નના સમાચાર પણ અવારનવાર વાંચવા મળતા રહે છે. સામાન્ય રીતે લોકોની એવી ધારણા હોય છે કે પહેલા લગ્ન કરવાના અને પછી બાળકને જન્મ આપીને પરિવારને આગળ વધારવો. પણ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં લોકો એ જોઈને ચકિત રહી ગયા જ્યારે તેમણે લગ્ન કરનારા દુલ્હા દુલ્હનના ખોળામાં 7 મહિનાનું બાળક જોવા મળ્યું.

image source

આ વર-વધુએ પોતાના લગ્નમાં પોતાનું જ બાળક ઉઠાવ્યું હતું. આ અનોખા લગ્નની ખબર જ્યારે મિડિયામાં ફેલાઈ ત્યારે દરેક તે જાણીને હક્કા બક્કા રહી ગયું હતું. સામાન્ય રીતે બાળક પોતાના માતાપિતાના લગ્નમાં હાજર નથી હોતું. વાસ્તવમાં તે તો તે સમયે જન્મ્યુ પણ નથી હોતું. પણ આ 7 મહિનાના બાળકે પોતાના જ માતાપિતાના લગ્નમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

image source

ચાલો જાણીએ શું છે આખો મામલો

આ આખો મામલો મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના કુમ્હાર ટોલા ગામનો છે. અહીં ગયા શનિવારે કરણ અને નેહા નામના વર વધુના લગ્ન કરવામાં આવ્યા હતા. તે બન્ને જ્યારે સાત ફેરા લઈ રહ્યા હતા ત્યારે તેમના ખોળામા તેમનું પોતાનું જ 7 મહિનાનું બાળક રમી રહ્યું હતું. તેનું નામ તેમણે શિવાંશ રાખ્યું છે આ બાળકે પોતાના માતાપિતાના લગ્નની બધી જ વિધિઓ જોઈ છે. લગ્નમાં હાજર રહેલા મહેમાનો પણ આ દ્રશ્ય જોઈને હક્કા બક્કા રહી ગયા હતા. તેમનું પણ કહેવું હતું કે તેમણે આવા અનોખા લગ્ન પહેલાં ક્યારેય નથી જોયા.

image source

આવી છે આ વર-વધુની લવસ્ટોરી

હવે તમને મનમાં એવો પ્રશ્ન ઉઠથો હશે કે બાળક લગ્ન પહેલાં કેવી રીતે અને શા માટે આવ્યું ? તો તમને જણાવી દઈ કે કરણ અને નેહા બે વર્ષ પહેલાં ઘરેથી ભાગીને લગ્ન કરી ચૂક્યા છે. છતરપુર જિલ્લાના નિવાસી પપ્પુ અહિરવારનો દીકરો કરણ દિલ્લીમાં રહે છે. એકવાર જ્યારે તે પોતાના ગામમાં આવ્યો ત્યારે તેને પોતાની પાડોશમાં રહેનારી નેહા સાથે પ્રેમ થઈ ગયો. પણ છોકરો અને છોકરી અલગ જાતિના હતા માટે તેમના પરિવાર આ લગ્ન માટે રાજી નહોતા થયા.

image source

તેવામાં કરણ પોતાની સાથે નેહાને ભગાડીને દિલ્લી લઈ આવ્યો. અહીં 17 ફેબ્રુઆરી 2018ના રોજ બન્નેએ આર્ય સમજા મંદિરમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કરી લીધા. આ લગ્ન બાદ 22 જૂન 2019ના રોજ તેમના ઘરે એક દિકરાનો જન્મ થયો. અને તેમણે પોતાના લાડકાનું નામ શિવાંશ રાખ્યું. અને હવે એવું જણાઈ રહ્યું છે કે છેવટે બન્નેના કુટુંબીજનો તેમના સંબંધીથી ખુશ છે અને હવે સમગ્ર સમાજ સાથે તેમના લગ્ન કરાવવા માગતા હોવાથી તેમના ફરીવાર લગ્ન કરાવવામાં આવ્યા જેમાં તેમનું આ સાત મહિનાનું બાળક પણ હાજર રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત