જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકો વાણીમાં મીઠાશ રાખી સંબધો મજબૂત કરી શકશે

*તારીખ-૦૬-૧૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- બીજ ૧૯:૪૬ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- અનુરાધા ૨૩:૪૦ સુધી.
  • *યોગ* :- શોભન ૨૩:૦૬ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ, તૈતિલ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૫
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૯
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છા*

*વિશેષ*

ભાઈબીજ,યમ દ્વિતીયા,ભરત દ્વિતીયા.

*મેષ રાશિ*

પ્રવાસ મુસાફરી ના સંજોગ. એકંદરે સાનુકૂળ દિવસ.આરોગ્ય અંગે સાવચેતી વર્તવી.સ્નેહીથી મિલન-મુલાકાત ની સંભાવના. પારિવારિક સહકાર પ્રાપ્ત થાય.

  • *શુભ રંગ* કેસરી
  • *શુભ અંક* ૨

*વૃષભ રાશી*

સામાજિક કાર્યોમાં સરળતા રહે. હરીફની કારી ફાવે નહિ.સંપત્તિ મિલકત અંગે વિચારણા ચાલે.શુભ સમાચાર મળે.

  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

સંતાન તરફથી શુભ સમાચાર મળે.વિવાહની વાત સફળ થતી જણાય.વિદેશ પરદેશ પ્રવાસનું આયોજન સફળ બને.હરીફ થી સંભાળવું.

  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૩

*કર્ક રાશિ*

સામાજિક સમસ્યાનો ઉકેલ મળે. સંતાન અંગે સાવચેતી વર્તવી. વેવિશાળ અંગે સારા સમાચાર મળે.દાંપત્યજીવન સુખમય બને.

  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી

ભાઈઓ તરફથી કાંઈક નવા પરાક્રમ ના સમાચાર મળે.સ્થાયી સંપત્તિ અંગે ચિંતા ઉચાટ રહે. સંતાનની ચિંતા દૂર થતી જણાય. દિવસ શુભ જણાય.

  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

સંતાન અંગે ચિંતા રહે.પ્રેમ વિશે વીરહ ની સંભાવના.વાણી વર્તન પ્રત્યે સજાગ રહેવું.વાહન નવું લેવાનું સપનું સાકાર બની શકે.

  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

આવેશ ઉગ્રતા માં સંયમ રાખવો. ઉલજન સુધરતી જણાય. વાણી માં મીઠાશ સંબંધોમાં વધારો કરી શકે.ભૌતિક સુખમાં ઉણપ નો અહેસાસ થાય.

  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ* :-

ચિંતા ઉચાટ રહે.મુસાફરી ટાળવી શુભ.આર્થિક ખેંચ માં રાહત જણાય.વાયદો સફળ બને. સામાજિક ક્ષેત્રે સાવધાની વર્તવી. અકસ્માત આગજની થી સંભાળવું.

  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

દાંપત્યજીવનમાં સાનુકૂળતા બને. ભાગ્ય યોગે સ્નેહિ મિત્ર સાથે સાનુકૂળતા.વધારવાનું કામકાજ કવર કરી શકો.ખર્ચ માં સંભાળવું.

  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

નોકરી-વ્યવસાય અર્થે મુસાફરી જણાય.કાનૂની ગુચો ચિંતા રખાવે.મિત્રોથી મનદુઃખ થાય. પારિવારિક સાનુકૂળતા બને.

  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

પારિવારિક મનભેદ/મતભેદો ટાળવા.ખર્ચનું પ્રમાણ વધતુ જણાય.બેચેની ઉચાટ રહે.ધાર્મિક મુસાફરીની સંભાવના

  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૧

*મીન રાશિ*

સંપત્તિ નવા વાહન નું આયોજન શક્ય રહે.મુસાફરી ના સંજોગ. અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.એકંદરે દિવસ શુભ રહે.

  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩