દિવાળીના તહેવાર નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓને મળી પાર્ટી તરફથી ભેટ

આગામી થોડા સમયમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે કાર્યકર્તાઓએ કમર કસીને તૈયારીઓ શરુ કરી દીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતાં લાખો કાર્યકર્તાઓ દિવાળીના પર્વ પર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. આવા પક્ષ પ્રત્યે સમર્પિત લાખો કાર્યકર્તાઓને ભાજપે પણ ધ્યાનમાં લીધા છે અને દિવાળી નિમિત્તે આવા કાર્યકર્તાઓને ખાસ ભેટ આપી છે.

image socure

જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાંથી એક ઉત્તર પ્રદેશ પણ છે. ભારતીય જનતા પાર્ટીએ ચુંટણીની અસરવાળી દિવાળીના અવસર પર બૂથ લેવલના 30 લાખ કાર્યકરોને દિવાળી નિમિત્તે ખાસ ભેટ મોકલી છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજય બહાદુર પાઠકે જણાવ્યું હતું કે પાર્ટીમાં દિવાળીના તહેવાર પર કાર્યકરોને ભેટ આપવાની પરંપરા છે. આ અંતર્ગત બૂથ લેવલના કાર્યકરોને એક બોક્સ મોકલવામાં આવ્યું છે, જેમાં દરવાજા પર રાખવાના અને અજવાશ પાથરતા સુંદર દીવા રાખવામાં આવ્યા છે. આ દિવાનો આકાર કમળના ફૂલ જેવો છે જે પક્ષનું પ્રતીક પણ છે.

વર્ષ 2021 પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ રાજ્યોમાં આગામી વર્ષ 2022માં ચૂંટણી થવાની છે જેની તૈયારી કરી રહેલા ભાજપના કાર્યકરોની તાકાત અને ઉત્સાહ વધારવામાં પત્ર પણ કોઈ કસર છોડવા ઈચ્છતો નથી.

image socure

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 1.63 લાખ બૂથ છે. ભારતીય જનતા પાર્ટીએ લગભગ દરેક બૂથ પર 20-20 સભ્યોની સમિતિ બનાવી છે. વિજય બહાદુર પાઠકના કહ્યા અનુસાર બૂથ લેવલના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના પરિવારના મહત્વના સભ્યો છે અને તેમની સક્રિયતા જ પક્ષને પાયાના સ્તરે મજબૂત બનાવે છે.

image socure

તમને જણાવી દઈએ કે બૂથ મેનેજમેન્ટની ફોર્મ્યુલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે સમયે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહનો વિચાર હતો. અમિત શાહે બૂથ કાર્યકરોના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. બીજેપી નેતાઓ કહે છે કે જ્યારે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો ઘરઆંગણે જઈ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતાં કાર્યકરોને મળે છે ત્યારે તેમનું મનોબળ ખૂબ ઊંચું થઈ જાય છે અને તેઓ પાર્ટીની જીતનો માર્ગ મોકળો કરવા સખત મહેનત કરે છે. આ જ કારણ છે કે કાર્યર્તાઓને પરિવારના સભ્ય ગણી તેમને દિવાળીની ભેટ સ્વરૂપે દીવડા મોકલવામાં આવ્યા છે.