ભારતીય પર્યટકો માટે આ દેશોએ આપી કોરોના નિયમોમાં છૂટછાટ, જાણો અને ફરી લો તમે પણ વિદેશ

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓએ અને અલગ અલગ દેશોમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ઘણા દેશો એવા છે જેની આર્થિક વ્યવસ્થા પર્યટન ક્ષેત્ર પર આધારિત છે. ત્યારે આ માટે પર્યટન સ્થળોનું નિરંતર ચાલુ અને ચાલતા રહેવું પણ જરૂરી છે. જે રીતે ભારતમાં દર વર્ષે દેશ વિદેશના પર્યટકો આવે છે તે રીતે ભારતમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો વિદેશ યાત્રાએ ફરવા માટે જાય છે. જો કે કોરોના મહામારીની બીજી લહેરને કારણે ફરી એક વખત વિશ્વના અનેક દેશોએ લોકડાઉન લગાવવું પડ્યું હતું અને આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે એટલો તરખાટ

image source

ફેલાયો હતો કે આખો દેશ હચમચી ગયો. ત્યારે મોટાભાગના દેશોએ ભારતીયોને પોતાના દેશમાં આવવા માટે પ્રતિબંધો લગાવી દીધા હતા. જો કે હાલની સ્થિતિએ જ્યારે કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે વિશ્વના અનેક દેશોએ પોતાના દરવાજા ભારતીય પર્યટકો માટે ખોલી નાખ્યા છે. ત્યારે જો તમે પણ વિદેશયાત્રાએ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમે તમને એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ જેઓએ ભારતીય પર્યટકો માટે પોતાના દરવાજાઓ ખોલી નાખ્યા છે.

રશિયા

image source

ભારતીય પર્યટકો રશિયા ફરવા માટે જઈ શકે છે. અસલમાં અહીંના અમુક ટુર ઓપરેટરોએ હોલી ડે પેકેજ સાથે રશિયા આવવા અને યાત્રીઓને વેકસીનની ઓફર પણ કરી છે. આ દેશમાં આવતા પર્યટકો પાસે અહીં આવે તેના 72 કલાક પહેલાંનો કોવિડ 19, RTPCR નેગેટિવ ટેસ્ટ સાથે રાખવો જરૂરી છે અને તેની પ્રિન્ટ આઉટ તેઓએ પોતાની પાસે રાખવી અનિવાર્ય છે. કોરોનાના કેસો વધવાને કારણે મોસ્કોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારબાદથી બહારથી આવતા પર્યટકોએ પોતાને કોરોન્ટાઈન કરવા જરૂરી છે. યાત્રીઓ પોતે ઘર કે હોટલના રૂમમાં સાત દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહી શકે છે.

મોરેશિયસ

image source

મોરેશિયસ 15 જુલાઈ, 2021 થી આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે ખોલી દેવામાં આવશે. અહીં તબક્કાવાર યાત્રીઓને એન્ટ્રી આપવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ ચરણમાં 15 જુલાઈ 2021 થી 30 સપ્ટેમ્બર 2021 દરમિયાન કોરોનાની વેકસીન લીધેલ યાત્રીઓને આવવાની પરમિશન આપશે. જે લોકોએ વેકસીન લીધેલ હોય તેઓએ મોરેશિયસ આવ્યા તે પહેલાંના 72 કલાકમાં વેકસીન લીધી હોવાનું RTPCR સર્ટિફિકેટ અને નેગેટિવ રિપોર્ટ પોતાની સાથે રાખવાનો રહેશે. આ અંગેની વધુ માહિતી www.mauritiusnow.com પર જાણવા મળશે.

સર્બિયા

image source

સર્બિયા પણ ભારતીય પર્યટકો માટે ખોલવામાં આવ્યો છે. જો તમે અહીં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અહીં જાવ તેના 48 કલાક પહેલાનો કોરોના RTPCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. જો કે 12 વર્ષથી નાના ઉંમરના યાત્રીઓ માટે આ નિયમ લાગુ નથી કરવામાં આવ્યો. જ્યારે અહીંની રાજધાની બેલગ્રેડ માટે જવાની ફ્લાઇટ મળવામાં મુશ્કેલી થઈ શકે છે કારણ કે હાલના સમયમાં અહીં જવા માટે ઘણી ઓછી ફ્લાઇટ ઉપલબ્ધ છે.

મીસર

image source

મીસર ભારતીય યાત્રીઓ માટે ખોલવામાં આવ્યો છે. જો કે અહીંની ફ્લાઇટ મળે તે માટે તમારે રાહ જોવી પડી શકે તેમ છે. મીસર પહોંચ્યા પછી યાત્રીઓની તપાસ કરવામાં આવશે અને સાથે જ બધા યાત્રીઓએ સ્વાસ્થ્ય ઘોષણાપત્ર પણ ભરવું ફરજીયાત કરાયું છે. જ્યારે 15 ઓગસ્ટ પહેલા અહીં પહોંચનાર બધા યાત્રીઓએ 72 કલાક પહેલાનો કોરોના RTPCR તપાસ રિપોર્ટ બતાવવો પડશે જે નેગેટિવ હોવો જરૂરી છે.

અફઘાનિસ્તાન

જો તમે કોઇપણ પ્રકારના કાયદેસર વિઝા ધરાવતા ભારતીય નાગરિક હોય તો તમારા માટે અફઘાનિસ્તાનના દરવાજા ખુલ્લા છે. અહીં આવવા માટે તમારો RTPCR રિપોર્ટ લઈ જવો પણ ફરજીયાત નથી. જો કે અહીં આવનારા યાત્રીઓ પાસે 14 દિવસ માટે ઘરમાં સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો આગ્રહ રખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!