શું તમે ક્યારે જોયો છે લાલ સાપ? જાણો આ જગ્યા વિશે જ્યાં વરસાદ પડતાની સાથે જ નિકળ્યો આવો સાપ અને પછી..

પ્રાણીઓમા સાપની પ્રજાતિ માટે લોકોમાં હંમેશાથી આકર્ષણ રહ્યું છે, સાપ મોટો હોય કે નાનો હોય ક્યાંક જોવા મળી જાય એટલે તેને જોવા માટે આખાને આખા ટોળા ભેગા થઈ જાય છે. પૃથ્વી પર લગભગ 3500 કરતાં પણ વધારે સાપની પ્રજાતી અસ્તિત્વ ધરાવે છે જેમાંથી 600 પ્રજાતી ઝેરીલી છે. માટે જ લોકોમાં સાપ પ્રત્યે એક અજાણ્યો ભય પણ રહેલો છે.

Image source

સાપ સૌંદર્યની દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે. તમે ક્યારેય કલ્પ્યા ન હોય તેવા રંગોમાં સાપ હોય છે. તાજેતરમાં યુપીમાં એક સુંદર લાલ સાપ જોવામાં આવ્યો હતો લોકો તેની સુંદરતા પર મુગ્ધ થઈ ગયા છે. આ સાપની પ્રજાતી અત્યંત દુર્લભ છે જેનું નામ છે કોરલ કુકરી સ્નેક. તે ભાગ્યે જ જોવા મળે છે અને વર્ષો સુધી લોકોની નજરમાં નથી આવતો. હાલ તેની એક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

Image Source

આ સાપ ઉત્તર પ્રદેશના લખીમ પુર ખીરીના દૂધવા નેશનલ પાર્કમાં થોડા દિવસ પહેલાં જોવામા આવ્યો હતો. આ દુર્લભ લાલ રંગના સાપની તસ્વીર અહીંના એક સ્ટાફે ક્લિક કરી હતી અને ત્યાર બાદ વન્યજીવ સંરક્ષણ અને પર્યટન સંગઠન વાઇલ્ડલેન ના ટ્વિટર અકાઉન્ટ પર તેને શેર કરવામાં આવી હતી.

Image Source

આવો જ સાપ 1936માં અહીં દૂધવામાં જ જોવામાં આવ્યો હતો. આમ 82 વર્ષ બાદ આ સાપ પહેલીવાર આ વિસ્તારમાં જોવા મળ્યો છે. આ સાપનું ઝૂલોજિકલ નામ ઓલિગોડ ખેરિએન્સિસ છે. આ સાપ ચળકતા રંગનો હોય છે અને તેના રંગની સાથે સાથે તેનો આકાર પણ દુર્લભ છે.

Image Source

ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડેના જણાવ્યા પ્રમાણે લાલ કોરલ કુકરી સાપ છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવી રહ્યો છે. આટલી બધી વાર અત્યાર સુધીમા તે ક્યારેય જોવામાં નહોતો આવ્યો. તસ્વીર જ્યારે વાઇલ્ડલેન્સે શેર કરી ત્યારે તેમણે સાથે લખ્યું હતું, ‘દૂધવા નેશનલ પાર્ક વૈવિધ્ય અને આશ્ચર્યોથી ભરેલું પડ્યું છે. લાલ કોરલ કુકરી સાપ, એક રેર સાપ છે… આજે સાંજે વરસાદ વરસ્યા બાદ સ્ટાફ કોટેજની નજીક જોવા મળ્યો હતો’ સોશિયલ મિડિયા પર સાપના સૌંદર્ય પર લોકો ફિદા થઈ રહ્યા છે.

Image Source

લોકો સાપને ખૂબ જ સુંદર ગણાવી રહ્યા છે. અને માટે જ લોકો આ સાપની તસ્વીરો વારંવાર સોશિયલ મિડિયા પર શેર કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકોએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા પણ આપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ લાલ કોરલ કુકરી સાપ ઝેરી નથી હોતો, તે પોતાના ખોરાકમાં અળસિયા, કીડા વિગેરે જ ખાય છે. તેનું આ નામ તેના ઓરેન્જ રેડ રંગ તેમજ તેના દાંતના કારણે રાખવામાં આવ્યું હોય તેવું લાગે છે. આ સાપ માત્ર બે જ જગ્યાઓ પર અત્યાર સુધીમાં જોવા મળ્યો છે એકવાર ઉત્તર પ્રેદેશમાં દૂધવા ખાતે જ્યારે બીજે નેપાળના મહેન્દ્રનગર ખાતે જોવા મળ્યો હતો.