ભૂલથી પણ આ રીતે ના ઉપાડતા PF નાં પૈસા, નહિં થઈ શકે છે આ નુકશાન, જાણો તમામ માહિતી એક ક્લિકે

પ્રાઇવેટ સેકટરમાં કામ કરતા કર્મચારીઓએ સમય સાથે ચાલવા સમયાંતરે નોકરી બદલવી પડે છે. તેના કારણે તેમની પોસ્ટ અને પૈસા બન્નેમાં ફાયદો થાય છે. જોબ બદલવા સમયે ઘણી વખત લોકો નવી કંપની જોઈન કર્યા બાદ જુની કંપનીમાં કપાયેલા એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF ના પૈસા ઉપાડી લે છે. પરંતુ એક્સપર્ટના મંતવ્ય મુજબ જોબ બદલીને તરત પૈસા ન ઉપાડી લેવા જોઈએ પરંતુ તેને ટ્રાન્સફર કરાવી લેવા હિતાવહ છે. પૈસા શા માટે ન ઉપાડી લેવા જોઈએ તે પણ જાણીએ.

જોબ બદલી લીધા બાદ પણ સેવ રાખો PF ના પૈસા

image source

પ્રાઇવેટ જોબમાં સમયાંતરે નોકરી બદલવી પડે છે. ત્યારે સવાલ એ થાય કે નોકરી બદલ્યા બાદ જૂની કંપનીમાંથી PF ના પૈસા ઉપાડી લેવા ઠીક ગણાય કે કેમ ? એક્સપર્ટના જનવાય મુજબ નોકરી બદલ્યા બાદ EPF ઉપાડી લેવું સારો નિર્ણય નથી. ઉલ્ટાનું તેના કારણે કેટલાક નુકશાન પણ થઈ શકે છે. આ માટે જોબ બદલ્યા બાદ પીએફ ની રકમ કર્મચારીઓએ ન ઉપાડવી જોઈએ.

પૈસા ટ્રાન્સફર કરવા

image source

જોબ બદલાવ્યા બાદ EPF ના પૈસા ઉપાડવા કરતા તમે તમારું EPF અને એમ્પ્લોઈ પેંશન સ્કીમ એટલે કે EPS ના પૈસા નવા EPF અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લો. તેનાથી તમને મળનારા ફાયદાઓમાં કોઈ ફેરફાર નહીં થાય. સાથે જ તમે એકમુસ્ત રકમ ઉપાડી શકશો.

ટેક્સ બેનેફિટ

image source

પીએફના પૈસા પહેલા ઉપાડી લેવાનું સૌથી મોટું નુકસાન એ છે કે જો તમે 5 વર્ષ સુધી કૉન્ટ્રીબ્યુશન પૂરું થવા પહેલા જ EPF ના પૈસા ઉપાડી લો તો ટેક્સ બેનિફિટ નથી મળતો. એટલે કે EPF માં કૉન્ટ્રીબ્યુશન પર ઇન્કમ ટેક્સના સેક્શન 80 C અંતર્ગત ટેક્સમાં જે છૂટ મળે છે તે તમને મળવાપાત્ર નથી રહેતી. જ્યારે જો તમે પીએફ ખાતામાં જમા રકમ ને એક પીએફ અકાઉન્ટમાંથી બીજા પીએફ અકાઉન્ટમાં ટ્રાન્સફર ફરશો તો ટેક્સ છૂટનો ફાયદો મળવાપાત્ર છે.

પીએફ ના ફાયદા

image source

EPFO ના નિયમ મુજબ જો EPS મેબર 10 વર્ષનું કૉન્ટ્રીબ્યુશન પૂરું કરે છે તો 58 વર્ષની ઉંમર બાદ તેને પેંશન મળે છે. જો કોઈ.કર્મચારી 58 વર્ષની ઉંમર પહેલા જ રીટાયર થઈ જાય છે અને EPS માં 10 વર્ષનું કૉન્ટ્રીબ્યુશન ધરાવે છે તો તેને પણ પેંશન મળે છે. એનો અર્થ એ કે EPS માં 10 વર્ષનું યોગદાન અનિવાર્ય છે.

આ રીતે કરો કેલ્ક્યુલેશન

image source

જો તમે પણ EPFO નું પેંશન કેલ્ક્યુલેશન કરવા માંગો છો તો આ ફોર્મ્યુલાને ફોલો કરો. મંથલી પેંશન = (સેલેરીમાં પેંશનનો ભાગ X નોકરીના વર્ષ) / 70 ધ્યાન રહે કે કે લોકોએ 16 નવેમ્બર 1995 બાદ નોકરી જોઈન કરી હોય તેઓ માટે પેંશનેબલ સેલેરી EPS કૉન્ટ્રીબ્યુશન બંધ કરવા પહેલાના 60 મહિનાની સરેરાશ રહેશે. હાલ મેક્સિમમ પેંશનેબલ સેલેરી 15,000 રૂપિયા મહિનો છે. તો કેલ્ક્યુલેશનના સમયે જોઇનિંગનું ધ્યાન રાખવું.

કોને મળે છે પેંશન

image source

પેંશન એ લોકોને જ મળી શકે છે જે EPS એટલે કે એમ્પ્લોઈ પેંશન સ્કીમ (Employees Pension Scheme) 1995 માં 16 નવેમ્બર 1995 ના રોજ તથા તેના પહેલા શામેલ થયા હોય. સાથે જ કર્મચારીએ EPS અકાઉન્ટમાં ઓછામાં ઓછું 10 વર્ષ સુધી સેલેરીનો અમુક ભાગ આપવો પડે છે. કર્મચારી તરફથી આ અંશદાન એક નિયોકતા કે એકથી વધુ નિયોકતાઓ અંતર્ગત કરી શકાય છે.