ભૂલ્યા વગર નવા વર્ષમાં ઘરે લઇ આવો આ વસ્તુ, ધન્ય-ધાન્યના છલકાઇ જશે ભંડાર

નવા વર્ષમાં ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, આખા વર્ષ દરમિયાન નહી થાય ધનની કમી.

વર્ષ ૨૦૨૦ને પૂર્ણ થવામાં હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘણી બધી વ્યક્તિઓએ નવા વર્ષ ૨૦૨૧ના સ્વાગત કરવાની પણ તૈયારીઓ કરવામાં લાગી ગયા હોય છે. ઘણી વ્યક્તિઓને પોતાના ઘરમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે આવી વ્યક્તિઓએ નવું વર્ષ શરુ થવાનું છે તે સમયે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ લાવી દેવામાં આવે છે તો આખા વર્ષ દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ચાલો જાણીએ તે શુભ વસ્તુઓ વિષે..

તુલસીનો છોડ:

image source

હિંદુ ધર્મમાં તુલસીના છોડને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. તુલસીના છોડને રોપવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થવાની સાથે સાથે અન્ન અને ધન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. આવામાં રવિવારના દિવસ સિવાય આપે રોજ નિયમિતપણે તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. આ સાથે જ આપે દરરોજ સાંજના સમયે ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. તુલસીના છોડની નજીક ઘીનો દીવો કરવાથી આપના ઘરમાં સુખ- શાંતિનો વાસ થાય છે અને અવિવાહિત વ્યક્તિઓ માટે વિવાહના સંયોગો બનતા રહે છે.

પિરામીડ:

image source

ઘરમાં પિરામીડને રાખવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરમાં પિરામીડને રાખવાથી આપના ઘરમાં રહેલ વાસ્તુ દોષ દુર થાય છે અને ઘરમાં ચારે બાજુ સકારાત્મક ઉર્જાનો સંચાર સતત થતો રહે છે. ઘરમાં પિરામિડને રાખવાથી અન્ન અને ધન સંબંધિત સમસ્યાઓ આપના જીવન માંથી દુર થઈ જાય છે અને આપના જીવનમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે. આપ આપના ઘરમાં પિરામીડ, તાંબા, પિત્તળ, પથ્થર કે પછી પંચધાતુ માંથી બનાવેલ પિરામિડને રાખી શકો છો.

વિંડ ચાઈમ:

image source

આપે આપના ઘરના દરવાજા પર વિંડ ચાઈમને લગાવવાનું યોગ્ય રહે છે. વિંડ ચાઈમના હવાના સંપર્કમાં આવવાથી આપના ઘરમાં સુમધુર સ્વર સાંભળવા મળે છે. આવામાં વિંડ ચાઈમના અવાજથી આખા ઘરમાં પોઝેટીવીટી પ્રસરવાની સાથે જ નેગેટીવીટી પણ દુર થતી જાય છે.

વાંસનો છોડ:

image source

ચાઇનીઝ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ, વાંસના છોડને ઘરમાં રાખવાથી આપના જીવનની મુશ્કેલીઓ દુર થઈ શકે છે અને આપના માટે પ્રગતિના માર્ગ ખુલી શકે છે. વાંસના છોડને લગાવવા માટે આપે ઘરની પૂર્વ દિશાને સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે.

લાફિંગ બુદ્ધા:

image source

જે વ્યક્તિઓ આર્થિક મુશ્કેલીઓ સામે લડી રહ્યા હોય છે તેવા વ્યક્તિઓએ પોતાના ઘરમાં લાફિંગ બુદ્ધાને રાખવા જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધાને રાખવાથી નાણાકીય મુશ્કેલીઓ દુર થઈ જાય છે. આ સાથે જ આપના ઘરનું વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે. આપ ઈચ્છો છો તો આપ લાફિંગ બુદ્ધાને પોતાના કાર્યક્ષેત્રમાં પણ રાખી શકો છો. લાફિંગ બુદ્ધાને રાખવાથી આપને કાર્યોમાં સફળતા મળવાની સાથે આવકના નવા સ્ત્રોતો પણ પ્રાપ્ત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ