વાંચી લો આ ટિપ્સ, અને વાળમાં અને કપડામાં ચોટી ગયેલી ચ્યુઇંગમને તરત જ કાઢી નાખો

વાળ માંથી ચિંગમ દુર કરો

ચ્યુંગમ ગમ ચાવવી તો ઘણા બધા લોકોને પસંદ હોય છે, ચ્યુંગમ ગમ ચાવવાથી મોની દુર્ગંધ દુર થઈ જાય છે. પરંતુ આની સાથે જ ચહેરાની મસલ્સની પણ એકસરસાઈઝ થઈ જાય છે. જ્યાં એક બાજુ ચ્યુંગમ ગમ ચાવવી સારું તો લાગે જ છે ત્યાં જ બીજી બાજુ ચ્યુંગમ ગમને ખુબ જ સાવધાનીથી ફેકવી પડે છે. કેટલીક વાર આ ચ્યુંગમ ગમ વાળ અને કપડામાં ચોટી જાય છે. ત્યાર પછી માથાનો દુખાવો તો ત્યારે વધી જાય છે જયારે ચ્યુંગમ ગમને કાઢવી મુશ્કેલ થઈ જાય છે.

image source

આપની સાથે પણ આવું ક્યારેકને ક્યારેક જરૂરથી થયું હશે અને એના લીધે આપને ઘણી તકલીફો પણ થઈ હશે. એટલા માટે આવો જાણીએ કે, કેટલીક એવી સરળ ટ્રીક્સ વિષે જેને અપનાવ્યા પછી ચોટી ગયેલ ચ્યુંગમ ગમ સરળતાથી નીકળી જશે અને આપને તેના માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત પણ નહી પડે.

વિનેગર :

આપના કપડા કે વાળ પર ચોટી ગયેલ ચ્યુંગમ ગમને હટાવવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. વિનેગરને અપ્લાય કરતા પહેલા વિનેગરને એક મિનીટ માટે માઈક્રોવેવમાં ગરમ કરી લો. હવે જે જગ્યા પર ચ્યુંગમ ગમ ચોટી ગઈ છે, આપે તે જગ્યા પર વિનેગર નાખો અને થોડાક સમય માટે એમ જ રહેવા દો. થોડાક સમય પછી ટૂથબ્રશની મદદથી ધીરે ધીરે રગડો. આમ કરવાથી ચ્યુગમ ગમ સરળતાથી નીકળી જશે.

પીનટ બટર :

image source

જો આપના વાળમાં ચ્યુંગમ ગમ ચોટી ગઈ છે તો આપ પોતાના હાથમાં થોડુક પીનટ બટર લઈ લો અને આ પીનટ બટરને બળ પર લગાવીને હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી આ પીનટ બટરને પાણીની મદદથી ધોઈ લેવા. આપના વાળમાં ચોટી ગયેલ ચ્યુંગમ ગમ કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર વાળ માંથી દુર થઈ જશે. ત્યાર પછી આપને ક્યારેય પણ ચ્યુંગમ ગમના કારણે થઈને વાળ કપાવવાની જરૂરિયાત નહી પડે.

મેયોનીઝ :

image source

આપ મેયોનીઝ્ની મદદથી પણ આપના વાળમાં ચોટી ગયેલ ચ્યુંગમ ગમને હટાવી શકો છો. આપે ફક્ત થોડુક મેયોનીઝ પોતાના હાથમાં લઈ લો અને જ્યાં ચ્યુંગમ ગમ ચોટી ગયેલ છે, તે જગ્યા પર મેયોનીઝ લગાવીને મસાજ કરો. ત્યાર બાદ આપે કેટલાક સમય માટે એમ જ છોડી દો. છેલ્લે આપ આપની આંગળીઓ કે પછી કાંસકાની મદદથી વાળમાં ચોટી ગયેલ ચ્યુગમ ગમ કાઢી લેવી અને છેલ્લે હવે પાણીની મદદથી વાળને ધોઈ લેવા.

બરફ :

image source

બરફની મદદથી આપ ફક્ત વાળ માંથી જ નહી ઉપરાંત જૂતા, ચપ્પલ, કપડા અને કાર્પેટ પર ચોટી ગયેલ ચ્યુંગમ ગમને પણ સરળતાથી કાઢી શકો છો. બરફના ઉપયોગ કરવા માટે આપે એક બરફના ટુકડાને કપડામાં વીટી લો અને પોતાના વાળ પર રગડો. આવી જ રીતે આપ બરફને જૂતા અને કપડા ઉપર પણ અપ્લાય કરીને ચ્યુંગમ ગમ હટાવી શકો છો. બરફના ઉપયોગથી ચ્યુંગમ ગમ સખ્ત થઈ જશે અને પછી આપ તેને એક સ્ટીકરની જેમ સરળતાથી દુર કરી શકો છો.

હેર ડ્રાયર :

image source

હેર ડ્રાયરને જે કપડા પર ચ્યુંગમ ગમ ચોટી ગઈ છે, તેને હેર ડ્રાયરની આગળ રાખો. ગરમ હવાના કારણથી ચ્યુંગમ ગમની પકડ ઢીલી થઈ જાય છે. જો કે, આમ કરતા સમયે આપે ધ્યાન પણ રાખવાનું રહેશે નહિતર કાપડ બળી જશે. કાપડની સાથે જ આપે પોતાના હાથનું પણ ધ્યાન રાખવાનું રહેશે. સિલ્કના કપડાઓ પર હેર ડ્રાયરનો પ્રયોગ કરવો નહી.