‘કેજરીવાલ ખાલિસ્તાનના સમર્થક’; આપના પૂર્વ નેતાના મોટા આરોપ, કહ્યું- મને કહેતા હતા પંજાબ સીએમ નહિ તો આઝાદ

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 4 દિવસ પછી મતદાન થવાનું છે. એના માટે બીજેપી, કોંગ્રેસ, આપ અને અકાળી દળ જેવી મુખ્ય પાર્ટીઓ મેદાનમાં છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર અલોપ લગાવ્યા છે. કવિ કુમાર વિશ્વાસે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાનના સમર્થક છે, એ વ્યક્તિ સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

કુમાર વિશ્વાસે ANI સાથે વાત કરતા કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હંમેશા ખાલિસ્તાનના સમર્થનમાં રહ્યા છે. જ્યારે હું તેની સાથે હતો ત્યારે તે મને તેની યોજનાઓ વિશે જણાવતો હતો. એક દિવસ તેણે મને કહ્યું – હું કાં તો પંજાબ રાજ્યનો સીએમ બનીશ અથવા હું સ્વતંત્ર રાષ્ટ્રનો પ્રથમ પીએમ બનીશ.

કેજરીવાલ અલગતાવાદીઓને સમર્થન આપવાના વિરોધી નથી

image source

અગાઉ, પૂર્વ AAP નેતાએ કહ્યું હતું કે કેજરીવાલને અલગાવવાદીઓની મદદ લેવામાં કોઈ સંકોચ નથી. જ્યાં સુધી પંજાબની વાત છે, તે રાજ્ય નથી, પંજાબ એક લાગણી છે. સમગ્ર વિશ્વમાં પંજાબીયત એક લાગણી છે. આવી સ્થિતિમાં, એક વ્યક્તિ જેને મેં એક સમયે અલગતાવાદીઓનો પક્ષ ન લેવાનું પણ કહ્યું હતું, ત્યારે તેણે કહ્યું હતું કે ના-ના થઇ જશે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે

જણાવી દઈએ કે પંજાબની તમામ 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણી માટે કેજરીવાલે મતદારોને રીઝવવા માટે અનેક વચનો આપ્યા છે. જેમાં ખેડૂતોને મફત વીજળી, પાણી અને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે, જેનો હેતુ મહિલાઓને મજબૂત કરવાનો છે.

image source

આપે નકલી વિડિયો કહ્યું

અહીં, આમ આદમી પાર્ટી (AAP) એ કુમાર વિશ્વાસના આરોપો પર સ્પષ્ટીકરણ આપ્યું છે. AAPના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો છે કે કુમાર વિશ્વાસ નકલી અને બનાવટી વીડિયો દ્વારા અરવિંદ કેજરીવાલને બદનામ કરવા અને તેમની મજાક ઉડાવવાના ઈરાદાથી વીડિયો સર્ક્યુલેટ અને પ્રકાશિત કરી રહ્યા છે.