2022ની ચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી હવે ભૂપેન્દ્ર પટેલ પર

શનિવાર અને રવિવાર નો દિવસ ગુજરાતના રાજકારણ માટે ભારે ઉથલપાથલ ભર્યો. શનિવારે સવારે અચાનક જ વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ મેરેથોન બેઠકો શરૂ થઈ નવા મુખ્યમંત્રીની પસંદગી માટે. કમલમ ખાતે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધારાસભ્યોની બેઠકો યોજાઈ રહી હતી. બેઠકોના સવારથી ચાલેલા દૌર બાદ નવા મુખ્યમંત્રી તરીકે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

image socure

2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીની પસંદગી ખુબ અગત્યની હોવાથી કેન્દ્ર માંથી બે નિરીક્ષક ખાસ ગુજરાત મોકલવામાં આવ્યા હતા. દિલ્હીથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચ્યા હતા. કેન્દ્રિય નિરીક્ષકો સાથે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બેઠક કરી હતી.

image socure

આ બેઠક બાદ કોર કમિટીની બેઠક મળી હતી અને છેલ્લે ધારાસભ્યોની બેઠક થઇ હતી. આ તમામ બેઠક પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અતિ વિશ્વાસુ ગણાતા ભુપેન્દ્ર પટેલ ને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

image soucre

શનિવાર ની ઘટના બાદ થી ગાંધીનગર સતત ધમધમી રહ્યું હતું જેના કારણે કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારની નિરીક્ષકોની બેઠક બાદ જાણે મુખ્યમંત્રી નું નામ નક્કી જ હોય તેમ તેમને શુભેચ્છા પાઠવવા ના ભાગરૂપે બુકે પણ મંગાવી રાખવામાં આવ્યા હતા. જોકે ભાજપ પક્ષે ખાસિયત અનુસાર છેલ્લે સુધી કોઈને જાણ થવા ન દીધી કે મુખ્યમંત્રી તરીકે કોનું નામ જાહેર થવાનું છે. આ વખતે પણ છેલ્લે સુધી નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલનું નામ સતત ચર્ચામાં હતું પણ આ વખતે પણ તેમની નજીક આવેલું મુખ્યમંત્રી પદ ભુપેન્દ્ર પટેલ ને ફાળે ગયું છે.