બોલિવૂડના આ સ્ટાર્સના ઘરેથી દેખાય છે અરેબિયન સી, એક વાર જોશો આ તસવીરો તો વારંવાર થશે જોવાનુ મન

અક્ષયથી માંડીને અનુષ્કા સુધીના સ્ટાર્સના ઘરેથી દેખાય છે અરેબિયન સી તેમજ મહાનગર મુંબઈનો અદ્ભુત નઝારો

image source

લોકડાઉનમાં ફિલ્મ સ્ટાર્સ પોતાના ઘરમાં જ સમય પસાર કરવાને મજબૂર બન્યા છે અને એમ જોવા જઈએ તો તેમને પરાણેનો આરામ પણ મળી રહ્યો છે. પણ આ દરમિયાન તેઓ સોશિયલ મિડિયા વડે પોતાના ફેન્સ સાથે એકધારા કનેટ્કટેડ રહ્યા છે.

તેઓ ક્યારેક પોતાની થ્રો બેક તસ્વીર શેર કરે છે તો ક્યારેક પોતાના ઘરની અંદરની તસ્વીરો શેર કરે છે. મુંબઈમાં થોડા દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો તેવામાં બોલીવૂડ સ્ટાર્સે પોતાના ઘરની કેટલીક ત્સવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેઓ પોતા ઘરની બાલ્કનીની તસ્વીરોમાંથી દેખાતા કેટલાક દ્રશ્ય પણ શેર કરતા જોવા મળ્યા છે.

ફારાહ ખાન

image source

કોરિયોગ્રાફર- ડીરેક્ટર ફારાહ ખાને આ વાદળછાયા વાતાવરણની તસ્વીર પોસ્ટ કરતાં કંઈક આમ કેપ્શન લખ્યુ હતું, ‘એલિયંસના એટેકની રાહ જોવાઈ રહી છે. હાહા. ખરેખર કોઈ જ વીએફએક્સની જરૂર નથી.’ લોકડાઉનના આ સમયમાં ફારાહ પોતાના સંતાનો અને પતિ સાથે ખૂબ સમય પસાર કરી રહી છે. પોતાના સંતાનોના ઓનલાઈન સ્ટડીમાં પણ ખૂબ રસ લઈ રહી છે અને તેમને તેમના પ્રોજેક્ટ્સમાં પણ મદદ કરી રહી છે.

પરિણિતી ચોપડા

image source

આ તસ્વીર પરિણીતી ચોપડાના ઘરની બહારની છે. વરસાદના માહોલથી પરિણિતિ ખૂબ ખુશ થઈ ગઈ હતી. તેણે પોતાની બાલ્કનીમાંથી દેખાતા આ દ્રશ્યને કેમેરામાં કેદ કરીને પોતાના ફેન્સ સાથે તેને શેર કર્યું હતું અને તેણીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘મારી ગમતી ઋતુ.’ તમને જણાવી દઈએ કે હાલ પરિણિતિ ચોપડા પોતાના એપાર્ટમેન્ટમાં એકલી જ છે તેણી સાથે બીજું કોઈ જ નથી અને લોકડાઉનમાં તેણી એકલી જ સમય પસાર કરી રહી છે. આ તસ્વીર શેર કરતાં તેણીએ તેનું ધ્યાન રાખતા તેણીને મદદ કરતા અને તેની ખબર પુછતા લોકોનો આભાર પણ માન્યો હતો.

અક્ષય કુમાર – ટ્વિંકલ ખન્ના

image source

અક્ષય કુમારનું ઘર તો સમુદ્રની બીલકુલ અડોઅડ જ આવેલું છે. પણ અક્ષય કરતાં વધારે અક્ષયની પત્ની અને જણીતી લેખીકા અને એક્ટ્રેસ એવી ટ્વિંકલ ખન્ના અવારનવાર પોતાના ઘરની તેમજ ત્યાંથી દેખાતા સમુદ્રના સુંદર દ્રશ્યની તસ્વીર શેર કરતી રહે છે. થોડા સમય પહેલાં તેણીએ નિસર્ગ વાવાઝોડા દરમિયાન ફુંકાયેલા પવન વખતની એક તસ્વીર પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કરી હતી અને ત્યાર બાદ સમુદ્રમાં આવેલી ભરતીની એક નાનકડી વિડિયો ક્લિપ પણ શેર કરી હતી જેમાં સમુદ્રના પાણી તેના ઘરની દીવાલ સુધી પહોંચી ગયા હતા.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ઘરના એક કોર્નરની તસ્વીર પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. જ્યાંથી સૂર્ય પ્રકાશ આવી રહ્યો છે. તેના ઘરની બાલકની નજીકનું તે દ્રશ્ય છે. તેણી સુર્યાસ્તના સમયે ત્યાં કોફી પીવાનો આનંદ માણી રહી હતી.

વિક્કિ કૌશલ

image source

વિક્કી કૌશલે પણ થોડા દિવસ પહેલાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી દેખાતા દ્રશ્યની તસ્વીરને પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. આ તસ્વીરમાં વિક્કી કૌશલ જાણે સૂર્યાસ્ત જોઈને તેના સૌંદર્યમાં ડૂબી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અન્ય સ્ટાર્સની જેમ વિક્કી પણ આ સમય દરમિયાન સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત