આ રીતે પ્રી-બુકિંગ કરાવીને તમે લઇ શકો છો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન લાહ્વો, આ સાથે જાણી લો સમય વિશે તમે પણ

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દ્વાર 79 દિવસે ખુલ્લા મુકાયા, પણ ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

– કોરોનાનો કહેર એવો છે કે, સિસ્ટમ એક સમસ્યાનો ઉકેલ લાવે ત્યાં બીજી સામે ઉભી જોવા મળે છે.

– કોરોનાના કારણે મૃત્યુ આંકમાં ઇન્દોર, ભોપાલ અને ઉજ્જેન ક્રમશ એકથી ત્રણ નંબરે

– સેનીટાઈઝર વિવાદ : ગર્ભગૃહમાં સેનીટાઈઝરનો ઉપયોગ ટાળવામાં આવ્યો.

image source

ઉજ્જૈનનું મહાકાલ મંદિર 79 દિવસથી બંધ રાખવામાં આવ્યું હતું જે હવે 8 જૂનથી સામાન્ય ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે, જો કે હજુ ઘણા દિશા-નિર્દેશો પાળવાના રહેશે. મંદિર માત્ર દર્શન માટે ખુલ્યું છે, પૂજા અર્ચના માટે નહી. આ મંદિરમાં છેક 16 માર્ચથી જ ભસ્મારતી દર્શન અને 21 માર્ચથી સામાન્ય ભક્તો માટેનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો.

જો કે કોરોનાની શરૂઆતમાં બધા નિશ્ચિંત હતાં કે, તેઓ આ બીમારીમાંથી મુક્ત છે. પણ થોડાક જ સમયમાં મૃત્યુનો આંકડો એવો વધ્યો અને હવે તો આ સ્થાન પ્રદેશ ત્રીજું કોરોના હોટસ્પોટ બની ચુક્યું છે. અત્યાર સુધીમાં 725 સંક્રમિત વ્યક્તિ મળ્યા છે અને મૃત્યુ બાબતે પણ ઇન્દોર પ્રથમ, ભોપાલ બીજા અને ઉજ્જૈન ત્રીજા નંબરે છે. કુલ ૬૪ જેટલા લોકો અહી મૃત્યુ પામ્યા છે.

image source

માત્ર પ્રી-બુકિંગ દ્વારા જ દર્શન થશે

ઘણા દિવસો બંધ રહ્યા પછી સોમવારે જ તો સ્થાનીય શ્રદ્ધાળુઓએ પણ ભગવાન મહાકાલના દર્શન કર્યાં છે. સવારના 8 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ દર્શન મહાકાલની એપ્લીકેશન અને ટોલ ફ્રી નંબર દ્વારા થતા પ્રી-બુકિંગ દ્વારા થઇ રહ્યાં છે. જો કે સવારે 8 થી સાંજે 6 વાગ્યા વચ્ચેના ટાઇમ સ્લોટ પ્રમાણે જ દર્શનની મજુરી આપવામાં આવશે.

શ્રાવણ અને નાગપાંચમના અવસરે દર્શન બાબતે શ્રદ્ધાળુઓમાં ચિંતા

image source

મહાકાલ મંદિરના પૂજારી આશીષ ગુરુના જણાવ્યા મુજબ વધારે ચિંતા તો શ્રાવણ મહિનાના કારણે છે. શ્રાવણ મહિનો પણ હવે શરૂ થવામાં 28 દિવસ બાકી છે. જુલાઈ મહિનામાં સોમવારથી શ્રાવણ માસની શરૂઆત પણ થઇ જશે. જો કે શ્રાવણ માસમાં અહીં દરરોજ 70-80 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. અને આ જ સંખ્યા શ્રાવણ માસના સોમવારે એક લાખથી વધુ થઇ જાય છે. વધારે થઇ જાય છે. મહાકાલ કોઇનાથી દૂર થાય એવું અમે ઇચ્છતાં નથી. નાગપાંચમ જુલાઈ માસના ચોથા સપ્તાહમાં હશે. અહીં નાગચંદ્રેશ્વરનની પૂજા પણ વિશાળ સ્તરે થાય છે, અને આ મંદિર આખા વર્ષમાં માત્ર એક જ દિવસ માટે ખોલવામાં આવે છે.

અહીં 250થી વધારે મોટા મંદિર છે

image source

અહીંના મુખ્ય પંડિત મહેશ ગુરુના કહેવા પ્રમાણે ઉજ્જૈનમાં જો કોઇ ભક્ત કોથળો ભરીને ચોખા લઇ આવે અને બે-બે દાણા દરેક મંદિરમાં ચઢાવે તો પણ એ ચોખા જ પૂર્ણ થશે, અહીના મંદિર નહીં. કારણ કે અહી એક નહી 250થી પણ વધારે મોટા મંદિર છે. પંડિત મહેશ ગુરુની પીઢીઓ છેલ્લા 300 વર્ષથી અહીં પૂજા કરે છે. આ મંદિરોમાં અનેક લોકોની આજીવિકા અહી આવતાં ભક્તોની આસ્થાથી જ ચાલે છે. લગભગ અઢી મહિનાથી બધું જ બંધ છે. હજું પણ ફૂલ-હાર, પ્રસાદ, ટ્રાન્સપોર્ટેશન, હોટલ, ભોજનાલય સંપૂર્ણ રીતે ખુલી શક્યા નથી.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત