બે લાખની બચત થી શરૂ કર્યો હતો બિઝનેસ, આજે દુનિયાની સૌથી પ્રખ્યાત કંપનીના છે માલિક

Paytm ને ચલાવતી ફિનટેક સ્ટાર્ટઅપ કંપનીનો આઇપીઓ 8 નવેમ્બર થી રોકાણ માટે ખૂલી ગયો છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. કંપની તેનાથી અંદાજે 18,300 કરોડ રૂપિયા કમાવાની આશા રાખે છે. આઇપીઓમાં રોકાણ ની શરૂઆત સાથે જ કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા આજના સમયમાં ભારતીય યુવા કારોબારીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

image soucre

યુપીના અલીગઢ જિલ્લાના એક નાનકડા ગામને મૂળનિવાસી અને એક શિક્ષકના દીકરા એવા વિજય શેખર શર્મા હવે ફોર્બ્સની અરબપતિની યાદીમાં જોડાઈ ચુક્યા છે. વિજય શેખર શર્માએ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ થી એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 1997માં કોલેજનો અભ્યાસ કરી તેમણે indiasite.net નામની વેબસાઈટ ની સ્થાપના કરી અને બે વર્ષમાં તેને લાખો રૂપિયામાં વેચી નાખી.

ત્યારબાદ વિજય શેખર શર્માએ વર્ષ 2000માં one97 communications Ltd ની સ્થાપના કરી જે ન્યુઝ, ક્રિકેટ સ્કોર, રીંગટોન, જોક્સ, એકઝામ રીઝલ્ટ જેવા મોબાઈલ કન્ટેન પુરા પાડતી હતી. આ કંપની પેટીએમ ની પેરેન્ટ કંપની છે. જાણીને નવાઈ લાગશે કે આ કરોડોની કંપની ની શરૂઆત સાઉથ દિલ્હીના એક નાનકડા ભાડાના રૂમથી થઈ હતી. વિજય શેખર શર્માએ પેટીએમ ની સ્થાપના વર્ષ 2010માં કરી હતી.

image soucre

પોતે કરેલા સંઘર્ષને યાદ કરતા વિજય એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બિઝનેસ તેના માટે સૌથી મોટી શીખ હતો. જેમાં તેણે સમજ્યું કે કેશ ફ્લો આવવાનો નથી. તેણે પોતાની બચતના પૈસા થી કંપનીની શરૂઆત કરી હતી અને તે પણ થોડા જ સમયમાં પૂરા થવા લાગ્યા. ત્યારબાદ તેમને આઠ લાખ રૂપિયાની લોન 24 ટકાના વ્યાજે લીધી. તેમ છતાં તેને જરૂર હતી કોઇ રોકાણકારની આ દરમિયાન તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ જેણે વિજય સામે શરત મૂકી કે વિજય તે વ્યક્તિને નુકસાન કરતી કંપનીને ફાયદો કરતી કરી દે તો તે તેના સ્ટાર્ટ અપ માં રોકાણ કરશે.

image soucre

વિજય શેખર શર્મા એ કામ કરી બતાવ્યું અને તે વ્યક્તિએ તેની કંપનીની 40 ટકાની ઇકવિટી ખરીદી લીધી.
પેટીએમ ની શરૂઆત અંગે વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે ભારતમાં તે સમયે ટેલિકોમ બૂમ પિક પર હતું. તે સમયે તેમની સ્માર્ટફોનથી પેમેન્ટનો વિચાર આવ્યો અને આ રીતે paytm નો જન્મ થયો.

image soucre

જોકે paytm માટે ગોલ્ડન પિરિયડ રહ્યો 2016 ની નોટ બંધી નો સમય નોટ બંધી ના કારણે paytm થી 2 મહિનામાં ત્રણ અરબનું ટ્રાન્ઝેક્શન થયું. ત્યારબાદ paytm ઇન્ડિયન ક્રિકેટ ટીમની સ્પોન્સરશીપ લીધી જેના કારણે તેની બ્રાન્ડ ઇમેજ મજબૂત થઈ ગઈ.