સાત નોબેલ વિજેતા જે કોલેજમાં ભણ્યા ત્યાંથી અભ્યાસ કરી વિસ્મયે મેળવી જવલંત સિદ્ધિ

કહેવત છે ને કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. એટલે કે તમારા સપનાને પુરા કરવા સાર્થક કરવા એટલી મહેનત કરો કે સફળતા સામે ચાલીને આવે તમારી પાસે. જે આ રીતે ધ્યેયને પામવા માટે જાતને મહેનતની આગમાં ઝોંકી દે છે તેને સફળતા મળે તે નક્કી જ હોય છે. આવી જ એક સફળતાની યાત્રા છે સૌરાષ્ટ્રના આ યુવાનની.

image socure

સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના બગથળા ગામના વતની એવા વિસ્મયે સાબિત કર્યું છે કે અર્જુને જેમ માછલીની આંખને જ લક્ષ્ય બનાવી તેને વિંધિ હતી તેમ મહેનતને જ એક માત્ર લક્ષ્ય બનાવો તો કોઈપણ કામ અશક્ય નથી. આવું એટલા માટે વિસ્મય માટે કહેવું પડે કે આ મોરબીના છોરાએ કેનેડામાં સૌરાષ્ટ્રના નામનો ડંકો વગાડી દીધો છે.

બગથળાનો વતની વિસ્મય હવે કેનેડામાં સ્થાયી થયો છે. વિસ્મયે જે મહેનત કરી છે તેના કારણે તે હવે કેનેડાનો સૌની નાની ઉંમરનો નોટરી બન્યો છે. આમ તો વિસ્મય 5 વર્ષનો હતો ત્યારથી જ કેનેડામાં મોટો થયો છે. પરંતુ તે દિલથી આજે પણ સૌરાષ્ટ્રવાસી જ છે. વિસ્મયના પરિવારની વાત કરીએ તો તેના પિતા ડોક્ટર છે. બગથળાના વેટરનરી ડોક્ટર હસમુખ મેરજાએ બગથળા ગામેથી વર્ષ 2001થી કેનેડામાં સ્થાયી થયા. વિસ્મયનો જન્મ અમદાવાદ શહેરમાં થયો હતો. જ્યારે વિસ્મય પાંચ વર્ષનો હતો ત્યારે મેરજા પરિવાર કેનેડા શિફ્ટ થઈ ગયું.

image socure

ડો હસમુખ મેરજા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જાણીતા છે. તેમણે કરેલા કામના કારણે તેમની નામના માત્ર મોરબીમાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં છે. આજે તેમના દીકરાએ પણ તેમનું નામ રોશન કરી દીધું છે. ડો હસમુખની વાત કરીએ તો તેઓ ખાદ્યતેલની સૌથી મોટી સહકારી સંસ્થા ગ્રોફેડમાં કામ કરતા હતા. તે સમયે તેમણે 4000 ટન રિફાઈન્ડ ઓઈલ અને 1300 ટન વનસ્પતિ ઘી લશ્કરને મોકલ્યું હતું.

પિતાની જેમ વિસ્મય પણ ખૂબ જ હોંશિયાર હતો. કેનેડામાં અભ્યાસ કરતાં વિસ્મયે ધોરણ 12ની પરીક્ષા આપી તો તેમાં પણ તેણે ઉચ્ચો રેન્ક મેળવ્યો હતો. ધોરણ 12 પાસ કર્યા પછીથી જ વિસ્મયે નક્કી કરી લીધું હતું કે તેને વકીલ જ બનવું છે. વિસ્મયે ખૂબ જ મુશ્કેલ ગણાતી એવી લો સ્કૂલ એડમિશન ટેસ્ટ આપી હતી અને તેમાં પણ તેને સારા માર્ક્સ આવ્યા હતા. આ પરીક્ષા પાસ કરી તેણે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં એડમિશન લીધું.

વિસ્મય એ કોલેજમાંથી વકીલનો અભ્યાસ કરી પાસ થયો છે જ્યાં નોબેલ લોર્ડ મેદનાદ દેસાઈ, લોર્ડ ભીખુ પારેખ, પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ, અમર્ત્ય સેન, પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ સહિત સાત નોબલ વિજેતાઓએ પણ અભ્યાસ કર્યો છે.

image socure

જો કે વકીલ બનવાનો અભ્યાસ કરતો હતો તે સમયે વિસ્મય ટોરેન્ટો પોલીસમાં પણ જોડાયેલો હતો. હાલ તે 23 વર્ષનો છે અને તે હવે કેનેડાનો સૌથી યુવાન નોટરી બની ગયો છે. જો કે આટલી સિદ્ધિ મેળવ્યા બાદ અટકવાની કોઈ ઈચ્છા નથી તે કેનેડાનો સૌથી નાની વયનો જજ પણ બનવા ઈચ્છે છે અને હવે તે આ દિશામાં આગળ વધશે.