અમુક મીનીટોમાં કરવો છે તમારા મોબાઈલને ચાર્જ, તો જરૂરથી અજમાવો આ સરળ ઉપાય…

મિત્રો, લગભગ દરેક વ્યક્તિની આ ફરિયાદ હોય છે કે, તેમની સ્માર્ટફોન બેટરીની ચાર્જિંગ સ્પીડ ખુબ જ ધીમી છે. આવુ થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે, તમે ઝડપી ચાર્જિંગ તકનીકની સાથે કોઈ ફોન લાવ્યા હોવ પરંતુ, થોડા સમય બાદ તે પણ ફોન ચાર્જ કરવામા ખુબ જ વધારે સમય લે છે.

image source

હવે આ સમયે આપણા મનમા અનેકવિધ પ્રશ્નો ઉભા થતા હોય છે કે, ઝડપી ચાર્જીંગ તકનીકવાળા ચાર્જર સાથે ફોન લાવ્યા છીએ તો પણ કેમ અમુક સમય પછી તે પણ સામાન્ય ચાર્જરની જેમ ફોન ચાર્જ કરવામા વધારે પડતી વાર લગાડે છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, શા માટે મોબાઈલ ફોન ચાર્જ થવામા વધુ પડતો સમય લે છે? શું છે આ સમસ્યા? ચાલો જાણીએ.

image source

મોટાભાગે એવુ બનતું હોય છે કે, ઘરમા બધા લોકો ફોન ચાર્જ કરવા માટે એક જ ચાર્જર નો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે આ સમસ્યાને સમજવા માટે સૌથી પહેલા તો એ સમજવુ પડશે કે, તમારા ચાર્જરની યુ.એસ.બી. કેબલ યુ.એસ.બી.-૧.૦, યુ.એસ.બી.-૨.૦, યુ.એસ.બી.-૩.૦ અને યુ.એસ.બી.-૩.૧ના ધારાધોરણો અનુસાર બનાવવામા આવે છે. આ સ્થિતિમા તમારે તમારા ફોન અનુસાર યુ.એસ.બી. ચાર્જીંગ કેબલનો ઉપયોગ કરવો જોઈએ.

image source

ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે, ચાર્જિંગ પોર્ટના કારણે આપણો ફોન ચાર્જિંગમા વધારે પડતો સમય લેતો હોય શકે છે. આ સમયે તમારે બીજુ કઈ જ નથી કરવાનુ ફક્ત તેને સાફ કરવુ જોઈએ. આ માટે બસ તમે ખાલી એક ફ્લેશલાઈટ લો અને એ ચકાસણી કરો કે તમારા ફોનના ચાર્જિંગની અંદર કોઈ ધૂળ અથવા અન્ય સામગ્રી છે કે નહી. તેને દૂર કરવા માટે તમે ટૂથપીકનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

આ સિવાય ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે, તમારા ફોનમા બેકગ્રાઉન્ડમા અમુક એપ્લીકેશનો ચાલતી હોય છે, જે તમારા ફોનની બેટરી ઘટાડવાનુ ચાલુ રાખે છે. આનાથી તમને એવુ લાગે છે કે, તમારો ફોન ખુબ જ ધીમો ચાર્જ થઇ રહ્યો છે. જો તમે ચાર્જિંગ દરમિયાન ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ કરી દો અથવા તો જો ફોનની કોઈ એપ્લીકેશનો વધારે પડતી બેટરીનો ઉપયોગ કરતી હોય તેને બંધ કરી દો તમને ચાર્જીગ સ્પીડ મળી શકે છે. બસ આવી નાની-નાની બાબતોનુ ધ્યાન રાખો તો તમારો ફોન ચાર્જ થવામા વાર લાગશે નહિ.

image source

જો તમારા ફોનની બેટરી જૂની છે તો તે ચાર્જ કરવામાં વધુ સમય પણ લઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તેને બદલવાનું ધ્યાનમાં લેવું જોઈએ. ઉપરાંત, ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરતી વખતે, તે ધીમું ચાર્જ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત