જો તમે પણ ચૈત્ર માસ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરો છો તો કરી દેજો બંધ, નહિંતર ભોગવવા પડશે આ પરિણામો

મિત્રો, આ પ્રવર્તમાન વર્ષમા ચૈત્ર માસ્બી શરૂઆત ૨૯ માર્ચ, ૨૦૨૧ ના રોજથી શરૂ થાય છે. આ માસ ૨૭ એપ્રિલ સુધી ચાલુ રહેશે. આપણા શાસ્ત્રોમા આ સમયકાળ દરમિયાન અમુક બાબતો પર પ્રતિબંધ રાખવા માટે જણાવ્યુ છે, જો તમે આ અમુક બાબતો અંગે સાવચેતી રાખો છો તો તમારા જીવનમા કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવતી નથી. તો ચાલો જાણીએ.

image soucre

આપણા પૌરાણિક શાસ્ત્રોના તજજ્ઞ દ્વારા આ સમયકાળ દરમિયાન મિશ્રી એટલે કે મીઠી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધિત લગાવવા માટે જણાવ્યુ છે. આ સમયકાળ હોલિકાદહનના બીજા દિવસથી જ એટલે કે રંગોના પર્વના દિવસથી જ શરૂ થાય છે. આ જ દિવસથી આખા ચૈત્ર માસ દરમિયાન તમારે ગોળ, મિશ્રી, ખાંડ અને અન્ય મીઠા પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ.

image soucre

આ કારણે જ દરેક ખાદ્ય પદાર્થોમાં અમુક ટકા મીઠાશ ઉમેરવામા આવે છે પરંતુ, આ ચૈત્ર માસ દરમિયાન તે થોડી વધારે પડતી અસર કરે છે. આ વધારાની મીઠાશ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ તમારા માટે ખુબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. આ માસ દરમિયાન કડવી વસ્તુઓનો ઉપયોગ કરવો ખુબ જ વધારે ફાયદાકારક જણાવવામા આવે છે.

image soucre

જો તમે આ સમયકાળ દરમિયાન લીમડાના પાન વગેરેનુ સેવન કરો તો તે તમારા શરીર માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે તમારા શરીરમા વાત-પિત્ત-કફનું સંતુલન જાળવી રાખે છે. આ માસ દરમિયાન શક્ય તેટલા મીઠા ફળોનુ પણ વધારે પડતુ સેવન ટાળવુ જોઈએ.

image soucre

આ માસ દરમિયાન ખાસ કરીને આપણા દેશમા કર્ક ટ્રોપિક વિસ્તારમા ઉનાળા અને ઠંડા હવામાનનો સમયગાળો ચાલી રહ્યો છે. આ સમયકાળ દરમિયાન ઓછો સંતુલિત ભોજન લેવુ તમારા માટે ખુબ જ શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. આ નવરાત્રીનુ શક્તિ પર્વ આ માસની શુક્લ પક્ષમા આવે છે. આ સમય દરમિયાન કોઈપણ દ્રઢ સંકલ્પ દ્વારા તમે શક્તિ એકત્રિત કરી શકો છો.

image soucre

આ કારણોસર જ હોળીના પર્વ દરમિયાન મિષ્ટાન્ન કરતા ખારી વાનગીઓ વધારે પડતી બનાવવામા આવે છે. જ્યારે દીપાવલીના પર્વ દરમિયાન મિષ્ટાન્ન વધારે પડતુ બનાવવામાં આવે છે. આ ચૈત્ર માસ એ સંધિકાળનો માસ હોવાને કારણે બ્લડ પ્રેશરનું અસંતુલન પણ ખુબ જ વધારે પડતુ રહે છે.

image soucre

આ માસ દરમિયાન દિવસમા ગરમી અને રાત્રે ઠંડીની ભરમાર ખુબ જ વધારે પડતી રહે છે. અહી તાપમાનને સંતુલિત કરવા માટે શરીરને વધારાના પ્રયાસો પણ કરવા પડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *