આ એક એવું ચમત્કારિક મંદિર, જ્યાં મંદિરની ફરતે સાત પરિક્રમા ફરીને લકવાની બીમારીમાંથી દર્દી મુક્ત થાય છે,

આ સ્થળ રાજસ્થાન માં આવેલ છે. રાજસ્થાન ના રાજા-મહારાજા નો ઈતિહાસ પણ જબરદસ્ત છે. રાજસ્થાન ના એવા ઘણા બધા મંદિરો છે જે આસ્થા અને શ્રદ્ધા નું પ્રતિક છે. જો કોઈ લોકો ને પેરાલાયસીસ એટલે કે લકવાની તકલીફ હોય તો અવશ્યપણે રાજસ્થાનના આ મંદિરમાં જવું જોઈએ.

image soucre

અત્યાર સુધી અમે તમને અનેક એવા મંદિરો વિષે જણાવ્યું છે, જેના દર્શન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવામાં આજે અમે એક ચમત્કારી મંદિર વિષે જણાવવાના છીએ જ્યાં જતા લકવા નો ઈલાજ થશે. આજના વૈજ્ઞાનિક યુગમાં જો કોઈ ચમત્કારી વાતો થાય તો જલ્દીથી લોકો વિશ્વાસ ન કરે એ સ્વાભાવિક છે.

રાજસ્થાનની ઘરતીના ઈતિહાસમાં અનેક ચમત્કારી ઉદાહરણો ભરી પડ્યા છે. આ જગ્યાએ દર વર્ષે હજારો લોકો લકવાથી મુક્તિ મેળવવા આવે છે. આ સ્થળ નાગોર જીલ્લાના કુચેલા કસ્બાની પાસે ‘બુટાટી’ ગામ માં છે. આ ગામ અજમેરના નાગોર રોડ પર આવેલ છે.

image source

આજથી લગભગ પાંચ સો વર્ષ પહેલા અહી એક ચતુરદાસ નામના સંત રહેતા હતા. આ સંત પોતાની તપસ્યાથી લાખો લોકો ને આ રોગથી મુક્ત કરતા હતા. આજે પણ આ સંતની સમાધિ પર સાત વાર પરિક્રમા કરવાથી લકવાના રોગ માંથી મુક્ત મળે છે.

image soucre

અહી આખા દેશ માંથી લોકો આવે છે. વૈશાખ, ભાદરવો અને આસો મહિનામાં અહી મેળો ભરાય છે. આ મંદિરમાં ભોજન ની પણ વ્યવસ્થા છે. વર્ષો પહેલા અહી લકવાનો ખુબ ત્રાસ હતો. પણ આ વિસ્તારમાં કોઈ ડોક્ટર ન હતા. તેથી ચતુરદાસ નામના મહાન સંતે લોકો ની આ મુસીબત ને ટાળી હતી. લોકો મંદિરના હવન કુંડની ભભૂતિ લગાવે છે, અને તેની અસર ધીરે ધીરે થવા લાગે છે.

image soucre

આ ભભૂતિ લગાવ્યા પછી શરીરના જે અંગો કામ કરતા ન હોય તો તે પણ કામ કરવા લાગે છે. અહી મંદિરના પરિસર માં સેકડો લોકોને તમે જોઈ શકો છો. અહી સવારની આરતી પછી મંદિરની અંદર અને સાંજ પછી મંદિરની બહાર, એમ બે રીતે પરિક્રમા કરવામાં આવે છે.

image soucre

અહીં દેશના વિવિધ ભાગોમાંથી દર્દીઓ આવે છે, અને બુટાટી ધામમાં પરિક્રમા કર્યા બાદ લકવામાંથી રાહત મળે છે. દર્દીઓ અને તેમના પરિવારો માટે મફત રહેવાની અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મંદીરમાં દાન કરેલી રકમ મંદિર ના વિકાસ માટે વાપરવામાં આવે છે. પૂજા કરનાર પૂજારી ને ટ્રસ્ટ તરફથી પગાર મળે છે. મંદિરની આસપાસ પરિસરમાં સેંકડો દર્દીઓ જોવા મળે છે, જેમના ચહેરા શ્રદ્ધાની કરુણાથી પ્રકાશિત થાય છે.