જુલાઇમાં લગ્ન કરવા માટે આ 6 દિવસો જ સારાં, જાણો પછીના શુભ મુહૂર્ત વિશે

જુલાઈ મહિનામાં લગ્ન કરવા માટે ફક્ત ૬ દિવસ, તા. ૨૦ જુલાઈ, ૨૦૨૧એ દેવશયની અગિયારસ બાદ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૧થી શરુ થઈ જશે લગ્નના મુહુર્ત.

-વર્ષ ૨૦૨૧ના નવેમ્બર મહિનામાં ૭ દિવસ અને ડીસેમ્બર મહિનામાં ૬ દિવસ લગ્ન થઈ શકે છે, તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૧થી ધનુર્માસ શરુ થવાના લીધે લગ્ન કરી શકાશે નહી.

image source

કોરોના વાયરસના લીધે મે- જુન મહિનામાં જેમના લગ્ન નથી થઈ શક્યા તેવા લોકો માટે જુલાઈ મહિનામાં ૬ દિવસ લગ્નના મુહુર્ત આવી રહ્યા છે. ત્યાર બાદ ચાતુર્માસ શરુ થવાના લીધે ૪ મહિના સુધી રાહ જોવી પડશે. દેવશયની અગિયારસ આવતી હોવાના લીધે જુલાઈ મહિનાથી લઈને નવેમ્બર મહિના સુધી લગ્ન માટે કોઈ મુહુર્ત આવતા નથી. ત્યાર બાદ તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૧ના દિવસથી લગ્નના મુહુર્ત શરુ થઈ જશે.

ચાતુર્માસના લીધે લગ્નના કોઈ મુહુર્ત છે નહી.

image source

તા. ૨૦ જુલાઈ, ૨૦૨૧ના રોજ દેવશયની અગિયારસ આવતી હોવાથી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જશે, ત્યાર બાદ આવનાર ૪ મહિના સુધી કોઈ શુભ મુહુર્ત છે નહી. આ ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ તરીકે જાણવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કરવા માટે ચાલ્યા જતા હોવાના લીધે લગ્ન સહિત તમામ શુભ કાર્યો વર્જિત કરી દેવામાં આવે છે. ત્યાર બાદ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ કારતક માસની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રા માંથી જાગી જાય છે. આ દિવસને દેવ પ્રબોધિની અગિયારસના તહેવારની સાથે જ લગ્નના શુભ મુહુર્તની શરુઆત થઈ જશે.

જુલાઈ મહિનામાં વણજોયા મુહુર્ત સહિત ૬ દિવસ શુભ મુહુર્ત રહેશે.

image source

આની પહેલા મે મહિનામાં ૧૬ અને જુન મહિનામાં ૮ દિવસ એટલે કે બે મહિના દરમિયાન લગ્ન કરવા માટે કુલ ૨૪ દિવસ શુભ મુહુર્ત આવી રહ્યા હતા. આ દિવસો દરમિયાન કોરોના વાયરસ સંક્રમણની મહામારી અને માર્ગદર્શિકાના લીધે કેટલાક લોકોના લગ્ન થઈ શક્યા હતા નહી. આવી વ્યક્તિઓ માટે જુલાઈ મહિનામાં ૧, ૨, ૭, ૧૩, ૧૫ જુલાઈના રોજ લગ્નના શુભ મુહુર્ત આવી રહ્યા છે. આવી રીતે તા. ૧૮ જુલાઈ, ૨૦૨૧ના રોજ ભડલી નોમનું વણજોયું મુહુર્ત પણ આવી રહ્યું છે એટલે કે, આ ૬ મુહુર્તના દિવસો દરમિયાન લગ્ન કરી શકાય છે.

નવેમ્બર મહિના ૭ અને ડીસેમ્બર મહિનામાં ૬ મુહુર્ત આવી રહ્યા છે.

image source

તા. ૨૦ જુલાઈ, ૨૦૨૧ના રોજ દેવશયની અગિયારસ બાદ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ લગ્ન કરવા માટે શુભ મુહુર્ત આવી રહ્યું છે. નવેમ્બર મહિનામાં દેવ પ્રબોધિની અગિયારસનું વણજોયા મુહુર્ત સહિત ૭ અને ડીસેમ્બર મહિનાની શરુઆતના ૧૫ દિવસ દરમિયાન જ ૬ શુભ મુહુર્ત આવી રહ્યા છે. આવી રીતે આ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૧ના છેલ્લા બે મહિનામાં લગ્ન કરવા માટે કુલ ૧૩ દિવસ શુભ મુહુર્ત આવી રહ્યા છે. તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ સુરનું ધન રાશિમાં પ્રવેશ કરવાથી ધનુર્માસની શરુઆત થશે. ધનુર્માસ તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ના દિવસે પૂર્ણ થઈ જશે. એટલે કે, વર્ષ ૨૦૨૧ના અંતિમ મહિનામાં ફક્ત ૬ દિવસ લગ્નના શુભ મુહુર્ત આવી રહ્યા છે.

  • જુલાઈ મહિનો: ૧, ૨, ૭, ૧૩, ૧૫ અને ૧૮ તારીખ.
  • નવેમ્બર મહિનો: ૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૮, ૨૯ અને ૩૦ તારીખ.
  • ડીસેમ્બર મહિનો: ૧, ૨, ૬, ૭, ૧૧ અને ૧૩ તારીખ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!