સાત વાર તૂટી ચૂક્યું છે સલમાન ખાનનું લકી ચાર્મ બ્રેસલેટ, જણાવ્યું કેમ નથી કરતા એને પોતાનાથી અલગ
બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનની દરેક સ્ટાઇલ અનોખી છે. એક વસ્તુ જે હંમેશા તેની સાથે રહે છે તે અનન્ય બ્રેસલેટ છે, જેને તે એક લકી ચાર્મ પણ માને છે. હવે ભાઈ જાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આ બ્રેસલેટ પહેરવાનું કારણ જણાવતા સંભળાય છે.સલમાન ખાન તેના બ્રેસલેટ વગર ભાગ્યે જ જોવા મળે છે. એકવાર, એક ચાહક સાથેની વાતચીત દરમિયાન, તેણે બ્રેસલેટ પહેરવા અને તેના જોડાણ પાછળની વાર્તા વિશે ખુલાસો કર્યો હતો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સલમાન ખાને ફેન્સને કહ્યું- ‘મારા પિતા હંમેશા તેને પહેરતા હતા અને મોટા થતાં તેમના હાથ પર તે સરસ લાગતું હતું. જેમ બાળકો વસ્તુઓ સાથે રમે છે, તેમ હું તેમના બ્રેસલેટ સાથે રમતો હતો. આ પથ્થરને ફિરોઝા કહેવામાં આવે છે. પછી જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે મને તે જ બ્રેસલેટ ભેટમાં આપ્યું.
View this post on Instagram
એની આગળ ભાઈ જાને કહ્યું- આ પથ્થરને ‘ફિરોઝા’ કહે છે. ફિરોજા એ બે પ્રકારના ‘લિવિંગ સ્ટોન’માંથી એક છે. એનાથી એવું થાય છે કે જો તમારી પાસે કોઈ નેગેટિવિટી આવી રહી છે તો પહેલા એ એને લઈએ છે અને ખતમ કરે છે.બધી નકારાત્મકતા લીધા પછી સ્ટોન ફાટી જાય છે. તેણે કહ્યું કે આ તેનો સાતમો પથ્થર છે
સલમાન ખાન માટે આ બ્રેસલેટ ઘણું જ મહત્ત્વનું છે. તે ભાગ્યે જ આ બ્રેસલેટ હાથમાંથી કાઢે છે. એકવાર સલમાન ખાન પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં મિત્રો સાથે પાર્ટી કરતો હતો. આ સમયે સલમાન ખાનનું બ્રેસલેટ ખોવાઈ ગયું હતું અને તે ઉદાસ થઈ ગયો હતો. સલમાને મિત્રો સાથે બ્રેસલેટ શોધવાનું શરૂ કર્યું હતું. એક્ટર અશ્મિત પટેલે સ્વિમિંગ પૂલમાંથી બ્રેસલેટ શોધ્યું હતું. બ્રેસલેટ મળવાથી સલમાન ખાન ઘણો જ ખુશ થઈ ગયો હતો.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન પાસે ઘણી રસપ્રદ ફિલ્મો છે. તે મનીષ શર્માની ટાઈગર-3માં કેટરીના કૈફ સાથે જોવા મળવાનો છે. જેમાં ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં છે. આ સિવાય તેની પાસે ‘કિક 2’ છે, જેમાં તેની ઓપોઝિટમાં જેક્લીન ફર્નાન્ડિઝ છે. આ સિવાય પૂજા હેગડે સાથેની કભી ઈદ કભી દિવાલી પણ છે. સલમાન ખાને હાલમાં ‘બજરંગી ભાઈજાન 2’ની પણ જાહેરાત કરી હતી.