‘પહેરેદાર પિયા કી’ લઇને આ સિરિયલો જોતા દર્શકોને આ વાત જાણીને લાગશે મોટો ઝાટકો, કારણકે થયુ હતુ કંઇક એવું કે…

ટીવી પર દેખાતી અમુક સિરિયલ દર્શકોને પસંદ પડે છે. તો અમુક સિરિયલ પોતાના નામ અને કન્ટેન્ટને લઈને વિવાદોમાં ફસાઈ જાય છે. અમુક શો તો કોન્ટ્રોવર્સીના કારણે પોતાના નામ અને કન્ટેન્ટમાં ફેરફાર કરવો પડ્યો હતો.તો ચાલો જાણી લઈએ કઈ કઈ છે એવો સિરિયલો જેમને ભારે વિવાદ ઉભો કર્યા હતા…

સચ કા સામના.

image source

રાજીવ ખંડેલવાલના પોપ્યુલર શો સચ કા સામના રિયાલિટી શો પણ વિવાદમાં ફસાયો હતો. આ શોમાં લોકો પોતાના અંગત જીવન સાથે જોડાયેલ અમુક સત્ય આખી દુનિયા સામે છત્તા કરવા પડતા હતા.

image source

અને પછી એમનું રિયાલિટી ચેક થતું હતું. પોતાના અલગ કન્ટેન્ટના કારણે આ શો ઘણો લોકપ્રિય તો થયો પણ ઘણા લોકોને સત્યએ શોમાં વિવાદ ઉભો કરી દીધો. શોને બંધ કરવાની માંગ જોર પકડવા લાગી અને છેલ્લે એ બંધ થઈ ગયો. આ શોને બંધ કરવાની માંગણી ચેક રાજ્યસભા સુધી પહોંચી ગઈ હતી.

પહરેદાર પિયા કી.

image source

સીરીયના હિટ હોવામાં એના કન્ટેન્ટની અગત્યની ભૂમિકા હોય છે તો કન્ટેન્ટ ક્યારેક ક્યારે કોન્ટ્રોવર્સી પણ ઉભી કરે છે. પોતાના કન્સેપટ અને સ્ટોરીના કારણે પ્રસારિત થયાના થોડા જ દિવસોમાં બંધ થનાર એક સિરિયલનું નામ છે પહરેદાર પિયા કઈ. શોમાં બતાવવામાં આવ્યું હતું કે એક નવ વર્ષના બાળકના લગ્ન 18 વર્ષની છોકરી સાથે કરાવી દીધા હતા. વાર્તામાં આ અટપટી જોડીને દર્શકો સહન ન કરી શક્યા અને સિરિયલને બેન કરવાની માંગ થવા લાગી. જય હો નામના એક ફાઉન્ડેશને એના વિરુદ્ધ ફરિયાદ કરી અને શોને એના અલગ કન્ટેન્ટના કારણે બંધ કરી દેવામાં આવ્યો.

જોધા અકબર.

image source

કોન્ટ્રોવરશિયલ શોના લિસ્ટમાં એકતા કપૂરના સૌથી ચર્ચિત સિરિયલ જોધા અકબરનું નામ પણ આવે છે. સીરિયલ જ્યારે ટેલિકાસ્ટ થઈ હતી તો શો વિરુદ્ધ ઘણો વિરોધ નોંધાયો હતો. એકતા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એકતા શોમાં જોધા અકબરની ખોટી વાર્તા બતાવી રહી છે. શોને બંધ કરી દેવાની ઘણી માંગણી થઈ હતી પણ શોને બંધ કરવાને બદલે એકતાએ એને એક કાલ્પનિક વાર્તાનું ટેગ લગાવીને ટેલિકાસ્ટ કરવાનું શરૂ કરી દીધું. જોધા અકબરને વિવાદો છતાં ઘણી જ લોકપ્રિયતા મળી અને ઘણા એવોર્ડ પણ જીત્યા.

બાની- ઇશ્ક દા કલમા

image source

પ્રસારિત થતા પહેલા જ વિવાળોના કારણે પોતાના નામને સંપૂર્ણ રીતે બદલી નાખનાર શો બન્યો બાની- ઇશ્ક દા કલમાં. પંજાબની માટી સાથે જોડાયેલી એની વાર્તાનો પ્રોમો તો લોકોને ખૂબ જ ગમ્યો પણ શોના શરૂઆતના નામથી વિવાદ ઉભો થઈ ગયો.

શોનું

image source

પહેલા નામ ગુરબાની રાખવામાં આવ્યું હતું. ગુરબાની નામ શીખ સમુદાયમાં ઘણું જ પવિત્ર માનવામાં આવે છે એટલે એનો પ્રોમો ટીવી પર આવતા જ વિવાદો થવા લાગ્યા શોનું નામ પછીથી બદલી નાખવામાં આવ્યું.

ટીવી ભલે નાનો પડદો માનવામાં આવતું હોય પણ એના દર્શકોની સંખ્યા વધુ છે. એટલે ટીવીની સિરિયલ ઘર ઘરમાં જોવાં આવે છે. એવામાં નિર્માતાઓની એ જવાબદારી રહે છે કે એ શોના કન્ટેન્ટને લઈને સાવધાન રહે. જેથી દર્શકો પણ શોની મજા લઈ શકે અને સિરિયલ્સને પણ વિવાદોનો સામનો ન કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત