OMG! અહિંયા મળેલો કોરોના વાયરસનો નવો વેરિએન્ટ છે જોરદાર ઘાતક, ઠીક થયેલા દર્દીઓ ફરી થાય છે સંક્રમિત

નવા સાઉથ આફ્રીકન વેરિયન્ટ ‘501Y.V2’ને નામ આપવામા આવ્યું છે. તે સાર્સ – CoV-2નો એક વાયરસ છે, જે કોવિડ 19 નું કારક બને છે. નવું વેરિએન્ટ દક્ષિણ આફ્રીકાના પૂર્વ કેપ પ્રાંતના નેલ્સન મંડેલાના બે મહાનગરના ક્ષેત્રમાં મળી આવ્યો છે.

image source

એક તરફ વિશ્વભરમા કોરોના વેક્સીનેશન પ્રોગામ શરૂ થઈ ગયા છે તો બીજી બાજુ યુકે અને સાઉથ આફ્રીકામાં આ જીવલેણ વાયરસનો એક નવો વેરિએન્ટ મળવાથી ભય ફેલાઈ ગયો છે. એક તાજા થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ આફ્રિકા અને યુકેમાં મળેલા આ નવા વેરિએન્ટ પહેલાના વેરિએન્ટની તુલનામાં વધારે સંક્રામક છે. વૈજ્ઞાનિકોએ પહેલા જ દાવો કર્યો હતો કે સાઉથ આફ્રિકામાં મળેલા વેરિએન્ટ કોવિડ વેક્સીનની પ્રભાવશીલતામાં કેટલીક અડચણો ઉભી કરી શકે છે.

સાઉથ આફ્રિકામાં મેળેલો નવો વેરિઅન્ટ વધારે સંક્રામક છે.

image source

નવા સાઉથ આફ્રીકન વેરિયન્ટને ‘501Y.V2’ નામ આપવામા આવ્યું છે. તે સાર્સ – CoV-2નો એક વાયરસ છે, જે કોવિડ 19 નું કારક બને છે. નવું વેરિએન્ટ દક્ષિણ આફ્રીકાના પૂર્વ કેપ પ્રાંતના નેલ્સન મંડેલાના બે મહાનગરના ક્ષેત્રમાં મળી આવ્યો છે.વાયરસના નવા સ્ટ્રેનમાં સ્પાઇક પ્રોટીનમાં એક જેનેટિક મ્યૂટેશન છે. જે લોકોમાં વાયરસને તાત્કાલીક અને સરળ રીતે પ્રસરવાનું કારણ હોઈ શકે છે. સ્પાઇક પ્રોટીન તે છે જે માણસની કોસિકાઓમાં પ્રવેશ કરવા માટે કોરોનાવાયરસને લીડ કરે છે. વૈજ્ઞાનિકો પ્રમાણે, વયારસ સ્પાઇક ગ્લાઇકોપ્રોટીનમાં રિસેપ્ટર-બાઇન્ડિંગ ડોમેનમાં ત્રણ મ્યૂટેશનના કારણે વેરિએન્ટ હ્યૂમન સેલ્સમાં વધારે સરળતાથી પ્રવેશ કરી શકે છે.

હ્યૂમન સેલ્સમાં સરળતાથી પ્રવેશ કરે છે આ નવો વેરિએન્ટ

image source

પ્રિપિંટ પ્લેટફોર્મ બાયોરેક્સિવમા પ્રકાશિત એક તાજેતરના સ્ટડી કે જેની હજુ સુધી કોઈ સમીક્ષા નથી થઈ, તેના જણાવ્યા પ્રમાણે 501Y.V2 ના સ્પાઇક પ્રોટીનના નવ ભાગમાં મ્યૂટેશન છે. જે હ્યુમન સેલ્સમાં પ્રવેશ કરીને અને સંક્રમિત કરવા માટે વધારે કુશળ બને છે.

image source

તો બીજી બાજુ સંશોધકોએ કોવિડમાંથી રિકવર થયેલા લોકોના બોડીમાંથી ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબોડી લીધા બાદ, નવા વેરિએન્ટ વિરુદ્ધ તેનો ટેસ્ટ કર્યો. ત્યાર બાદ તારણ એ નિકળ્યું છે કે 44માંથી 21 નમૂનાની આ સંસ્કરણ વિરુદ્ધ કોઈ જાણ મેળવવા યોગ્ય ન્યૂટ્રલાઇઝિંગ એક્ટિવિટી નથી.

જાણીલો તાજેતરના કોરોના વાયરસ સંક્રમણના અપડેટ

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી 9.62 કરોડ લોકો સંક્રમિત થઈ ગયા છે જેમાંથી 5.31 કરોડ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે દુઃખ જનક રીતે 20.06 લાખ લોકોના વાયરસના કારણે મૃત્યુ થા છે. ભારતમાં પણ સ્થિતિ ગંભીર છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.6 કરોડ કરતાં વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 1.3 કરોડ લોકો સાજા થયા છે જ્યારે 1.53 લાખ લોકોના આ સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.58 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે 2.48 લાખ લોકો તેમાંથી સાજા થયા છે જ્યારે 4372 લોકોના વાયસના સંક્રમણના કારણે મૃત્યુ નીપજ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત