કોરોનાને લઈને ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો 1-30 એપ્રિલ સુધી શું ચાલું રહેશે અને શુ રહેશે બંધ

કોરોનાને લઈને ગૃહમંત્રાલયે નવી ગાઈડલાઈન અને દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ નિયમો 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. મંત્રાલયે આ નિર્દેશોને દેશા દરેક ભાગમાં લાગૂ કરવાની અને સાથે જ ટેસ્ટ, ટ્રેકિંગ અને પ્રોટોકોલને લાગૂ કરવાના રહેશે. નવા નિર્દેશો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ લાગૂ થશે. કોવિડ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈ પણ ગતિવિધિ પર પ્રતિબંધ લગાવી શકાશે નહીં. તેમાં કહેવાયું છે કે જે રાજ્યોમાં આરટીપીસીઆરનું ટેસ્ટિંગ ઓછું છે તેને 70 ટકા સુધી વધારવામાં આવે.

ટેસ્ટના પરિણામોમાં નવા પોઝિટિવ કેસ જલ્દી અને સારવારમાં લેવાય તથા તેમને ક્વોરન્ટાઈન કરીને નક્કી કરાય.

image soucre

કોરોના પોઝિટવ કેસ અને તેમાં સંપર્કની ટ્રેકિંગના આધારે જિલ્લા અધિકારીઓને કન્ટેનમેન્ટ ઝોનને નક્કી કરવાના રહેશે, આ સાથે વેબસાઈટ પર સૂચિત કરવાનું રહેશે.

કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેન્શનમાં આવી છે. તહેવારની સીઝનને લઈને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ રહેવા કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હોળી, ઈદ, શબ-એ-બારાત અને ઇસ્ટર પર પણ ભીડ રોકવાનો આદેશ આપ્યો છે.

image soucre

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા વધી રહી છે હોળી, ઈદ, શબ-એ-બારાત અને ઇસ્ટરના તમામ તહેવારો પર ભીડ રોકવા માટે સ્થઆનીક સ્તરે પગલા લેવાશે.હોળી,

ગુજરાત સરકારે હોળીને લઈને પણ નવા નિયમો જાહેર કર્યા છે. સરકારે કહ્યું છે કે હોળીના દિવસે સાર્વજનિક સમારોહ અને ભીડવાળા કાર્યક્રમોની પરમિશન રહેશે નહીં.

image soucre

આ સિવાય કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે બે જિલ્લા નાંદેડ અને બીડમાં પણ 4 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. અહીં જરૂરી સામાનની દુકાનો સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

કોરોના પ્રભાવી નિયંત્રણ માટે ગૃહમંત્રાલયના આદેશ/ સંધશાસિત પ્રદેશોના પરીક્ષણ, નિગરાણી અને ઉપચાર પ્રોટોકોલ, રોકવાના ઉપાયો અને કોરોના ઉપયુક્ત વ્યવહાર અને ગતિવિધી પર એસઓપી કડકાઈથી લાગૂ કરવાના આદેશ આપ્યા છે.

image soucre

ગૃહમંત્રાલયે કોરોનાના આદેશને 1 એપ્રિલથી લાગૂ કરવાનું કહ્યું છે અને આ નિયમો 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. શક્ય છે આ ગાઈડલાઈનથી કોરોનાના કેસને વધતા અટકાવી શકાય.

ગાઈડલાઈનમાં કહેવાયું છે કે વેક્સીનેશન અભિયાનને વધારે સક્રિય બનાવાશે. તેમાં સફળતાની સાથે ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની રહેશે. આ સાથે જ રાજ્ય/સંધ શાસિત પ્રદેશોની સરકાર દ્વારા જાહેર નિર્દેશોનું પણ પાલન કરવાની જરૂર છે.

પરીક્ષણ- ધ્યાન અને ઉપચાર

રાજ્ય અને સંધ શાસિત ક્ષેત્ર, જ્યાં આરટીપીસીઆરનું પ્રમાણ ઓછું છે તેમાં વધારે ઝડપ લાવવાની જરૂર છે. આ રેશિયો 70 ટકા કે તેનાથી વધારે પહોંચાડવાની જરૂર છે.

વ્યાપક પરીક્ષણના પરિણામ સ્વરૂપ સામે આવેલા નવા પોઝિટિવ કેસમાં દર્દીને જલ્દી સાજા અને આઈસોલેટ/ક્વોરન્ટાઈન કરવા અને સમયબદ્ધ ઉપચાર પૂરા કરવાની જરૂર છે.

image soucre

પ્રોટોકોલ અનુસાર તેમના સંપર્કમાં આવેલાને જલ્દી ઓળખવાની અને આઈસોલેટ/ ક્વોરન્ટાઈન કરવાના છે.</;p>
પોઝિટિવ કેસ અને તેમના સંપર્કનું ધ્યાન રાખવાના આધારે, જિલ્લા પ્રશાસન દ્વારા આ સંબંધમાં એમઓએચએફડબલ્યૂ દ્વારા સૂચવેલા દિશા નિર્દેશોને ધ્યાનમાં રાખીને સૂક્ષ્મ સત્રે સતર્કતાપૂર્વર નિયંત્રણ ક્ષેત્રનું સીમાંકન કરાશે.

સંબંધિત જિલ્લા અધિકારી, રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોની વેબસાઈટ પર નિયંત્રણ ક્ષેત્રને અધિસૂચિત કરાશે. આ સૂચિ નિયમિત આધાર પર એમઓએચએફડબલ્યૂની સાથે શેર કરશે.

image soucre

સીમાંકિત વિસ્તારોમાં એમઓએચએફડબલ્યૂ દ્વારા સૂચવેલા ઉપાયોના આધારે રોકથામ કરાશે અને સાવધાની સાથે નિયમોનું પાલન કરાશે. તેમાં સંપર્ક શોઘવા, દરેક ઘરે ધ્યાન રાખવું અને સાથે જ એસએઆરઆઈ કેસની તપાસ સામેલ છે.

કોરોનાને લઈને નિયમો

ફેસ માસ્ક પહેરવા, હાથની સફાઈ, સામાજિક દૂરી અને રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશને દંડ કરવા સહિતના પગલા સરકાર લઈ શકે છે. આ સાથે દેશમાં તેનું પાલન થઈ શકશે.

સ્થાનિક પ્રતિબંધ

image soucre

રાજ્ય અને સંધ શાસિત ક્ષેત્રની સ્થિતિ પોતાના આધારે જાણીને તેને રોકવાના ઉપાય જિલ્લા/ ઉપજિલ્લા અને શહેર વોર્ડ સ્તરે કરાશે.

આંતર રાજ્ય કે રાજ્યોમાં અવર જવર પર કોઈ પ્રતિબંધ નહીં

લોકો અને સામાનની આંતર રાજ્ય કે રાજ્યોની અંદરની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. પડાશી દેશ સાથેના સંઘના સીમાપારના વ્યાપાર પણ તેમાં સામેલ છે. આ રીતે અલગથી કોઈ પરમિશન/સ્વીકૃતિ કે મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *