ફેવિકોલની ડબ્બીમાં આવતી સફેદ વસ્તુ શું છે તે જાણો છો, નહીં ને તો આજે જ અહીં ક્લિક કરો અને મેળવો જાણકારી

જો ઘરમાં કોઈ વસ્તુ તૂટી જાય છે, તો સૌથી પહેલા ધ્યાનમાં આવે છે કે તેને ફેવિકોલથી ચોંટાડવું પડશે. એવું કહેવાય છે કે ફેવિકોલથી ચોંટાડેલી ચીજો સરળતાથી તૂટતી નથી. પરંતુ આપણે તેને ફેવિકોલ કેમ કહીએ છીએ ? આપણે જાણીએ છીએ કે ફેવિકોલ એક કંપની છે, તે સામગ્રીનું નામ નથી કે જેમાંથી આપણે વસ્તુઓ ચોંટાડીએ છીએ. હવે સવાલ એ થાય છે કે તો તે સામગ્રીનું નામ શું છે, તો ચાલો અમે તમને આ વિશે જણાવીએ.

ઉત્પાદન કંપનીના નામથી પ્રખ્યાત થયું

image source

હવે જમીન ખોદવાનું મશીન જેસીબી તરીકે ઓળખાય છે, જ્યારે તેને બેકહો-લોડર કહેવામાં આવે છે. જે રીતે વસ્તુઓને ચોંટાડતી વસ્તુને ફેવિકોલ કહે છે. આ બંને કંપનીઓ જ છે, પરંતુ તેમની ખ્યાતિને કારણે, સામગ્રીનું નામ સમાન પડ્યું. ફેવિકોલ બોક્સમાં રાખેલા એડહેસિવ મટિરિયલનું નામ આજે અમે તમને જણાવીશું….

આ સાચું નામ છે

image source

ફેવિકોલ એક કૃત્રિમ રેઝિન છે. જે ઉત્પાદન તેમાં છે તેને એડહેસિવ કહેવામાં આવે છે. આ કંપની પીડીલાઈટની માલિકીની છે. ફેવિકોલ પ્રથમ વર્ષ 1959 માં બજારમાં આવ્યું હતું. બંને હાથીઓને જોડીને ન છૂટે એવી ટીવી એડ તો તમે જોયેલી જ હશે, આ ટીવી એડના માધ્યમથી કંપની એવું દર્શાવવા માંગે છે કે ફેવીકોલથી જોડાયેલી ચીજો ક્યારેય છૂટતી નથી. તે એક સફેદ, જાડી પેસ્ટ હતી જેનો ઉપયોગ ભારે વસ્તુઓ ચોંટાડવા માટે કરવામાં આવતો હતો. તે માત્ર બાંધકામના કામ માટે બનાવવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ગ્રાહક સુથાર હતો. પરંતુ સમયની સાથે સામાન્ય માણસ પણ આ પસંદ કરવા લાગ્યો. કારણ કે દરેક લોકો સામાન્ય કામ માટે ઉપયોગમાં લેવાતા ગુંદરથી પરેશાન હતા. તે વધુ ચીકણું અને કામ ફેલાવનાર હતું. તેથી વારંવાર લોકો ફેવિકોલ એટલે કે એડહેસિવનો ઉપયોગ કરતા થયા.

image source

અત્યારે તમે દરેક ઘરમાં સામાન્ય રીતે એડહેસિવ જોવા મળશે. કારણ કે દરેક ઘરમાં કોઈને કોઈ ચીજો તૂટતી જ રહે છે. ફેવિકોલ એટલે કે એડહેસિવ ઘરના દરવાજાથી લઈને કોઈપણ નાની ચીજો ચોંટાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

1970 માં 30 ગ્રામની એક ટ્યુબ ફેવિકોલ કંપનીએ લોન્ચ કરી હતી. આ ટ્યુબને કંપનીએ કન્ઝ્યુમર પેક તરીકે ઓળખાવી હતી અને આ યોગ્ય નિર્ણયના કારણે ફેવિકોલ એક કન્ઝ્યુમર બ્રાન્ડ તરીકે સ્થપાય હતી. અત્યારના સમય મુજબ, ફેવીકોલના અલગ-અલગ પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે,

image source

ફેવિકોલ એસએચ, – સિન્થેટિક રેઝિન એડહેસીવ

ફેવિકોલ મરીન – વોટરપ્રૂફ એડહેસીવ

ફેવિકોલ હાય-પર – હાય પર્ફોમન્સ એડહેસીવ