કોરોનાની કોલર ટ્યૂનથી કંટાળ્યા હોય તો આ રીતે કરાવી શકો છો બંધ

દેશભરમાં ટેલિકોમ ઓપરેટરોએ પણ સાર્વજનિક સ્થાનો પર સાવધાનીઓ રાખવા બાબતે પોતપોતાની રીતે જાગૃત કરવાના પ્રયાસો કર્યા અને તે પ્રયાસો પૈકી એક પ્રયાસ કોરોના વાયરસની ડાયલર ટોન પણ છે. જે તમને વારંવાર એ યાદ અપાવે છે કે કોરોના વાયરસ હજુ નાબૂદ થયો નથી અને તેને હળવાશથી લેવાને બદલે ગંભીરતાથી લઈ તેનાથી બચવા માટેના ઉપાયો જેમ કે વારંવાર સાબુથી હાથ ધોવા, જાહેર સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, ઘર બહાર જવાનું થાય ત્યારે અચુક મોઢા પર માસ્ક પહેરીને જવું વગેરેનો અમલ કરવો. કોરોના વાયરસ અંગેની આ ડાયલર ટોનમાં પણ આ અંગેની વિગતો જ યુઝરને સાંભળવા મળતી હોય છે અને આ રીતે ટેલિકોમ કંપનીઓ પોતાના યુઝરો કોરોના વાયરસથી સુરક્ષિત રહે તે માટે ડાયલર ટોન દ્વારા પોતાનો ભાગ ભજવી રહી છે.

image soucre

પરંતુ કહેવાય છે ને કે એક ને એક વાતને વારંવાર સાંભળવાથી કંટાળો આવવા લાગે છે. ત્યારે હવે ઘણા ખરા યુઝરો પણ આ એકની એક ટ્યુનથી કંટાળ્યા છે અને હવે તેને બંધ કરવા ઈચ્છે છે. આ ટ્યુન ને બંધ કઈ રીતે કરી શકાય તે મોટાભાગના લોકોને નથી ખબર. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આ ટ્યુન કઈ રીતે બંધ કરાવવી તેના વિશે જણાવીશું.

Airtel અને Vi ના નંબરો પર કોરોના ડાયલર ટ્યુન બંધ કરવા માટેની પ્રોસેસ

image soucre

1. એરટેલ યુઝરે ફોનના ડાયલર પર *646*224# ડાયલ કરવાનું રહેશે. એક વખત તમે આ નંબરને ડાયલ કરી લેશો તો ત્યારબાદ કેંસિલેશન રિકવેસ્ટ સબમિટ કરવા માટે તમારે કિપેડ પર 1 દબાવવાનો રહેશે.

image soucre

2. જો તમે એક વોડાફોન આઈડિયા યુઝર હોય અને તમે ઉપરોક્ત ડાયલર ટ્યુન બંધ કરાવવા ઇચ્છતા હોય તો કેંસિલેશન રિકવેસ્ટને એક ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે મોકલવાની જરૂર પડશે. તમારે 144 પર ” CANCT ” મેસેજ લખીને મોકલવાનો રહેશે. તમને કોરોના ટ્યુનને રદ કરવાની પૃષ્ટિ પ્રાપ્ત થશે.

Jio અને BSNL નંબરો પર Covid કોલર ટ્યુનને કઈ રીતે બંધ કરવી

image soucre

1. જો તમે એક Jio યુઝર હોય અને તમે ઉપરોક્ત કોરોના ટ્યુન બંધ કરાવવા ઇચ્છતા હોય તો તમારે ફક્ત ” STOP ” શબ્દ ટાઈપ કરવાનો રહેશે અને તેને ટેક્સ્ટ મેસેજ રૂપે 155223 પર મોકલવાનો રહેશે. રિકવેસ્ટ પ્રોસેસ થયા બાદ કોવિડ ટ્યુન ડીએક્ટિવેટ થઈ જશે.

image soucre

2. જો તમે એક BSNL યુઝર હોય અને તમે ઉપરોક્ત કોરોના ટ્યુન બંધ કરાવવા ઇચ્છતા હોય તો તેના માટે કંપનીના 56700 અને 5699 ખાસ નંબરો છે. આ નંબર પૈકી કોઈપણ નંબર પર તમારે ” UNSUB ” લખીને ટેક્સ્ટ મેસેજ રૂપે મોકલવાનો રહેશે.