શહબાઝ ગિલે કરાવ્યું એમના હાથ પર સિદ્ધાર્થ શુકલાનું ટેટુ, બન્ને વચ્ચે હતું ખાસ બોન્ડિંગ

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર સિદ્ધાર્થ શુકલાના નિધને બધાને જ ચોંકાવી દીધા હતા. સિદ્ધાર્થ શુકલાના ગયા પછી સૌથી વધારે આઘાત એમની કથિત ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલને લાગ્યો છે. જ્યાં હવે શહનાઝ ગિલ સંપૂર્ણપણે તૂટી ચુકી છે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થના નિધન પછી સતત સિદ્ધાર્થ અને શહનાઝ ગિલના વિડીયો વાયરલ થઈ એહ્યા છે. સિદ્ધાર્થ અને શહનાઝના ફેન્સ માટે આ ખબર ખૂબ જ દર્દનાક હતી. એવામાં શહનાઝના ઘરના લોકો સતત એમને મનાવવા માટેની બનતી કોશિશ કરતા જણાઈ રહ્યા છે.બિગ બોસ 13માં સિદ્ધાર્થ અને શહનાઝની જોડીને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. જેમાં સિદ્ધાર્થ આ શોના વિજેતા પણ રહ્યા હતા. એવામાં હવે પોતાની બહેનને હિંમત આપવા માટે શહનાઝ ગિલના ભાઈ શહબાઝે સિદ્ધાર્થ શુકલાનું એક ટેટુ એમના હાથ પર કરાવ્યું છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર એમને શેર કર્યા છે.

image soucre

શહનાઝ ગિલના ભાઈ શહબાઝ સાથે સિદ્ધાર્થ શુકલાનું સારું બોન્ડિંગ રહ્યું છે. જેમની પહેલી ઝલક આપણને બિગ બોસ 13ના ઘરની અંદર જોવા મળી હતી. શહબાઝ જયારે બિગ બોસના ઘરમાં શહનાઝને મળવા પહોંચ્યા હતા એ સમયે એમને સિદ્ધાર્થ શુકલા સાથે પણ ઘણો સારો સમય પસાર કર્યો હતો. જ્યાં એ બન્ને સાથે ખૂબ જ વાતો કરતા હતા.ઘરમાંથી બહાર આવ્યા પછી પણ આ જોડીની દોસ્તી ખતમ નહોતી થઈ અને એ ચાલુ જ રહી.

image spurce

જ્યાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે શહનાઝ અને સિદ્ધાર્થની જોડી બહુ જલ્દી લગ્ન કરવાના પ્લાનમાં હતી. એવામાં શહબાઝે હવે સિદ્ધાર્થ શુકલા સાથેની પોતાની દોસ્તીની યાદમાં સિદ્ધાર્થ શુકલાનું એક ટેટુ એમના હાથ પર કરાવ્યું છે. આ ટેટુની નીચે એમને શહનાઝનું પણ નામ લખાવ્યું ચર. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા એમને લખ્યું છે કે આ યાદો હંમેશા અમારી સાથે રહેશે, તું મારી સાથે મારી યાદોમાં જીવતો રહીશ.

 

View this post on Instagram

 

A post shared by SHEHBAZ BADESHA (@badeshashehbaz)

તમને જણાવી દઈએ કે એક લાંબા લોકડાઉન પછી સિદ્ધાર્થ શુકલા કામ પર પરત ફર્યા હતા, જ્યાં એક્ટરનું કરિયર ખૂબ જ દમદાર અંદાજમાં ચાલી રહ્યું હતું, ફેન્સની સાથે ઇન્ડસ્ટ્રીમાં પ એમનું કામ ખુબ વખાનવામાંઆવી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે આવનારા મહિનાઓમાં એ આપણને ઘણી સિરિયલનો ભાગ બનતા પણ દેખાવાના હતા પણ એમનો સફર 40ની ઉંમરમાં જ ખતમ થઈ ગયો.

image soucre

તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુકલાનું નિધન એમના ઘરે જ હાર્ટ એટેકના કારણે થયું હતું. એ પછી બોલિવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ હલચલ વ્યાપી ગઈ હતી. સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી ઘણા મોટા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર એમના માટે પોસ્ટ કરી હતી.