રસીકરણને લઈ તંત્રનો કડક આદેશ, જાહેર સ્થળો પર નહીં મળે આ લોકોને પ્રવેશ

સરકારની ભરપૂર અપીલ બાદ પણ હજુ પણ મોટા પ્રમાણમાં એવા લોકો છે કે જે કોરોના રસીકરણ માટે આગળ આવી રહ્યા નથી. તેને જોતા અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.

image soucre

ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ અપીલો છતાં, હજુ પણ ઘણા લોકો એવા છે કે જેમને કોરોના રસીના ડોઝ લેવાના બાકી છે. રસીકરણ માટે આગળ આવી રહ્યા નથી. આને જોતા, હવે તંત્ર દ્વારા વિવિધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ નવા નિયમો લાગૂ

image soucre

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શુક્રવારે રસી ન લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. AMC એ કહ્યું કે જેમને કોરોનાની રસી નથી મળતી તેમને હવે જાહેર પરિવહન, જિમ અને સરકારી કચેરીઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખાસ કરીને AMTS BRTS ની બસોમાં પણ હવે રસી લીધા વિનાના લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે, આ સાથે, તેમને લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સાબરમતી રિવરફ્રન્ટ પર જવા દેવામાં આવશે નહીં.

20 સપ્ટેમ્બરથી અમલમાં શરુ

image soucre

AMC કમિશનર મુકેશ કુમારે જણાવ્યું કે, આ આદેશ 20 સપ્ટેમ્બરથી શહેરમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારના તમામ પ્રયાસો હોવા છતાં, આવા ઘણા લોકો છે. જેમણે હજુ સુધી કોરોના રસીનો એક પણ ડોઝ આપ્યો નથી.

જાહેર સ્થળે પ્રવેશ પ્રતિબંધ

image soucre

તેમણે કહ્યું કે આ સ્થળોએ માત્ર તે લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જેમને કોરોના રસીના એક અથવા બંને ડોઝ મળ્યા છે. તમામ જાહેર સ્થળોએ પ્રવેશ કરતા પહેલા, લોકોના કોરોના ડોઝ લીધાનું પ્રમાણપત્ર તપાસવામાં આવશે. લોકો તેમના મોબાઈલ ફોનમાંથી સર્ટિફિકેટ પણ બતાવી શકે છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 કેસ

image soucre

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 25 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 8 લાખ 25 હજાર 702 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 10 હજાર 82 લોકોએ જીવ ગુમાવ્યા છે.