વીજળી બનાવવા માટે હવે ઉપયોગ કરવામાં આવશે ગાયના છાણનો, ખૂબ જ ઓછા ખર્ચે મળશે વીજળી

તમે ગાયના છાણના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે ઘણું બધું સાંભળ્યું હશે જ. ગાયના છાણમાંથી બાયોગેસ, ગોબર ગેસ, ખાતર અને દીવા જેવી વસ્તુઓ બને છે, આ વાત પણ બધાને ખબર જ હશે. તો કેટલાક લોકો ગાયનું છાણ ખાવાથી થતા ફાયદા વિશે પણ જણાવે છે. હાલમાં જ એક ડોક્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં ડોક્ટરે ગાયનું છાણ ખાવાના ફાયદા વિશે પણ જણાવ્યું હતું.

image soucre

આટલી બધી વિશેષતાઓ બાદ હવે ગાયના છાણને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હા, હવે ગાયના છાણમાંથી વીજળી પણ તૈયાર થશે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળીનો વિકલ્પ તૈયાર કરી દીધો છે. ખેડૂતોના એક જૂથના જણાવ્યા અનુસાર, તેઓએ ગાયના છાણમાંથી એક આવો પાવડર તૈયાર કર્યો છે, જેમાંથી બેટરી બનાવવામાં આવે છે. આવો જાણીએ આ વિશે બધું જ

image soucre

બ્રિટિશ ખેડૂતોએ એક કિલોગ્રામ ગાયના છાણમાંથી એટલી વીજળી તૈયાર કરી લીધી છે કે તે સતત 5 કલાક સુધી વેક્યુમ ક્લીનર ચલાવી શકે છે. આ પરાક્રમ બ્રિટનની આર્લા ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. ડેરી દ્વારા ગાયના છાણનો પાવડર બનાવીને એમાંથી બેટરી બનાવવામાં આવી છે. અને આ બેટરીને ગાય પેટરી નામ આપવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે AA સાઈઝની પેટરીસથી કપડાંને પણ લગભગ સાડા ત્રણ કલાક સુધી ઈસ્ત્રી કરી શકાય છે.

image socure

આ અંગે બેટરી નિષ્ણાત જીપી બેટરીએ દાવો કર્યો છે કે એક ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન આરામથી વીજળી મેળવી શકે છે. આ સિવાય માત્ર એક કિલોગ્રામ ગાયના છાણમાંથી 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો 12 લાખ ઘરોને વીજળી પહોંચાડી શકાય છે અને એ ઘરોને રોશન કરી શકાય છે

image soucre

તમને જણાવી દઈએ કે અરલા ડેરીમાં મોટાભાગના કામો માટે ગાયના છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ ગાયના છાણમાંથી પેદા થતા કચરાનો ઉપયોગ ખાતર તરીકે પણ થાય છે. રિપોર્ટ અનુસાર, અરલા ડેરીમાં લગભગ 4,60,000 ગાયો ડેરીમાં રહે છે, જેમના છાણને સૂકવીને પાઉડર બનાવવામાં આવે છે અને પછી આ પાઉડરને ઊર્જામાં પરિવર્તિત કરવામાં આવે છે. અને એમાંથી વીજળી પેદા કરવામા આવે છે.