CoWin એપ હવે મોલ, એરપોર્ટ જેવી જગ્યાએ કરશે લોકોની મદદ, જાણો શું કામ કરશે નવું આવેલું ફીચર

દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અંતર્ગત મોટાભાગનું રસીકરણ કોવિન એપ દ્વારા થઈ રહ્યું છે. જોકે દૈનિક રસીકરણ ની સંખ્યા વધારવા માટે વેક્સીનેશન સેન્ટર પર વોક ઇન ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ છતાં વેક્સિનેશન પછી તેનું સર્ટિફિકેટ મેળવવા માટે કોવિન એપ હોવી જરૂરી છે. દેશભરમાં કરોડો લોકો કોવિનનો ઉપયોગ કરીને કોરોના થી બચવા માટેની રસી લઇ ચૂક્યા છે.

image soucre

હવે આ એપ્લિકેશનને સ્વાસ્થ્ય મંત્રાલય અપડેટ કરી છે. કોવિન માં એક નવો સોફ્ટવેર ઇન્ટરફેસ લોન્ચ કરવામાં આવ્યો છે જેની મદદથી કોઈપણ સંસ્થા, સંગઠન કે સ્ટોરના માલિક પોતાના કર્મચારીઓ અને ગ્રાહકોએ રસી લીધી છે કે નહીં તેની જાણકારી મેળવી શકશે. આ નવા ફીચર ની મદદથી જાણી શકાશે કે કોઈ વ્યક્તિએ કોરોના ની રસી લીધી છે કે નહીં.

image soucre

જણાવી દઈએ કે હાલ લોકોએ પોતાનું વેક્સિનેશન સ્ટેટસ બતાવવા માટે કોવિન પર જઈ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી દેખાડવું પડે છે વેક્સિનેશન સર્ટિફિકેટની એકવાર ડાઉનલોડ કરીને મોબાઈલ કે લેપટોપ માં સેવ પણ કરી શકાય છે. વેક્સિનેશન આ સર્ટિફિકેટ ને હાર્ડ કોપી તરીકે પણ સાથે રાખી અને દેખાડી શકાય છે.

image soucre

હવે જે અપડેટ એપ્લિકેશન માં કરવામાં આવ્યું છે તેમાં લોકો એ માત્ર પોતાનું નામ અને ફોન નંબર જણાવવું પડશે ત્યારબાદ સંસ્થા કે સંગઠન પોતે જ વ્યક્તિએ વેક્સિનેશન કરાવ્યું છે કે નહીં તે જાણી શકશે. કોવિનના આ નવા ફીચર ને KYC-VS નામ આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરી એપ્લિકેશન પર કર્મચારી કે ગ્રાહકનું નામ અને મોબાઈલ નંબર ઉમેરવામાં આવશે. ત્યારબાદ તે વ્યક્તિ પાસે એક ઓટીપી આવશે જેને એડ કરવાથી તે વ્યક્તિએ રસી લીધી છે કે નહીં તે જાણી શકાશે. આટલી પ્રોસેસ પછી એપ્લિકેશન માં ત્રણ સ્ટેજમાં જવાબ આવશે. એક વ્યક્તિએ રસી નથી લીધી, બીજું વ્યક્તિ એ રસીનું એક ડોઝ લીધો છે અને ત્રીજુ કે વ્યક્તિનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

image soucre

સ્વાસ્થ્ય મંત્રાલય ખાતરી આપી છે કે આ ફીચર માં લોકોની પ્રાઈવસી નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોલ, ઓફિસ, ફેક્ટરી જેવી જગ્યાઓએ થશે. કારણ કે તેના દ્વારા આ જગ્યા ઉપર જતા લોકોનુ વેક્સિનેશન સ્ટેટસ સરળતાથી જાણી શકાશે.