મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ સૌથી પહેલા ગયા આ મંદિરે દર્શન કરવા, આજે લેેશે શપથ

રવિવારનો દિવસ ગુજરાતની જનતા માટે અત્યંત ખાસ રહ્યો. આ દિવસે રાજ્યને 17માં નવા મુખ્યમંત્રી મળ્યા. રાજ્યના નવા મુખ્યમંત્રી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ બન્યા છે. તેમના માથે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવાની જવાબદારી હવે આવી છે. ત્યારે તેઓ આ જવાબદારી સુપેરે પાર પાડી શકે તેવા આશીર્વાદ લેવા તેઓ સૌથી પહેલા અમદાવાદના ત્રિ મંદિર પહોંચ્યા હતા.

image soucre

જ્યારે તેમના નામની મુખ્યમંત્રી તરીકે ઘોષણા થઈ અને ત્યારબાદ તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પરિજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. જો કે પોતે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે તે વાતની જાણ થયા બાદ તેઓ સૌથી પહેલા રાજ્યપાલને મળ્યા હતા અને ત્યાંથી સીધા જ તેઓ જેમનામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે તેવા ત્રિ-મંદિરના દાદા ભગવાનના દર્શને પહોંચ્યા હતા.

image socure

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રાથર્ના કરી હતી કે ઈશ્વર તેમને આ નવી જવાબદારી સુપેરે નિભાવવાનું આત્મબળ આપે જેથી આગામી સમયમાં આવનારી દરેક પરિસ્થિતિમાં તે ધીરજ સાથે અને મજબૂત મનોબળ સાથે ગુજરાતની સેવા કરી શકે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્રિ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અહીં પૂજા અર્ચના કર્યા બાદ તેઓ જગન્ન્નાથ મંદિરે દર્શન માટે ગયા હતા. ભગવાન જગન્નાથના દર્શન કરી તેમણે આ નવી જવાબદારી નિષ્કલંક નિભાવી શકે તેવા આશીર્વાદ માંગ્યા હતા. તેમણે જગન્નાથ મંદિરના મહંતના પણ આશીર્વાદ લીધા હતા.

image soucre

રવિવારે મુખ્યમંત્રી તરીકે નામની જાહેરાત થયા બાદ સોમવારે બપોરે બે કલાકે ભપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જો આ વખતે રાજ્યના રાજકારણમાં ઘણી વસ્તુઓ અણધારી અને પહેલી વખત થઈ રહી છે. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બનનાર ભુપેન્દ્ર પટેલ હવે રાજ્યના મુખ્યમંત્રી છે ત્યારે સોમવારે શપથ લેનાર પણ તેઓ પહેલા મુખ્યમંત્રી હશે. સામાન્ય રીતે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ મંગળવારે થાય છે અને બુધવારે કેબિનેટની બેઠક મળે છે.