CSK સામેની મેચ પહેલા MIમાં સામેલ થયો ગુજરાતનો ધાકત ખેલાડી

IPL 2021 નો બીજો તબક્કો યુએઈમાં આજ સાંજથી શરૂ થશે. ઓપનિંગ મેચ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે. 30મી મેચમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે થશે અને મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

રેકોર્ડમાં મુંબઇનો હાથ ઉપર

image soucre

આંકડા દર્શાવે છે કે એમએસ ધોનીની સુપર કિંગ્સ રોહિતની મુંબઈ પલટનની સામે વધુ કંઈ કરી શકી નથી. આઈપીએલમાં બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે. આમાંથી ચેન્નાઇએ 12 મેચ અને મુંબઇએ 19 મેચ જીતી છે. આ સિવાય ચેમ્પિયન્સ લીગ ટી 20 માં પણ બંને ટીમો સામસામે આવી છે. બંનેએ એક -એક મેચ જીતી છે. ભારતમાં પ્રથમ તબક્કામાં રોહિતની ટીમે રોમાંચક મેચમાં ચેન્નાઈને ચાર વિકેટે હરાવી હતી.

યુએઈમાં ચેન્નઈ વિ. મુંબઈ

image soucre

બંને ટીમો ત્રણ વખત યુએઈમાં સામ સામે ટકરાઈ છે. મુંબઈની ટીમે બે વખત અને ચેન્નાઈએ એકમાં જીત મેળવી હતી. 2014 ની સિઝનમાં, બંને ટીમો દુબઈમાં જ સામસામે આવી હતી. ત્યારબાદ ચેન્નઈએ મુંબઈને 7 વિકેટે હરાવ્યું. આ પછી, બંને ટીમો 2020 માં પણ બે વખત સામસામે આવી હતી. એક મેચ ચેન્નઈ અને એક મેચ મુંબઈએ જીતી હતી.

આ ખેલાડી મુંબઈની ટીમમાં જોડાયો

image socure

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી આવૃત્તિ માટે ઈજાગ્રસ્ત મોહસીન ખાનના સ્થાને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર રુશ કાલરીયાને તેમની મુખ્ય ટીમમાં સામેલ કર્યો છે. કાલરીયા મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે ‘બેક-અપ’ ખેલાડી તરીકે અબુ ધાબી ગયો હતો અને 28 વર્ષીય ખેલાડીએ આઈપીએલનો પહેલો કરાર પણ મેળવ્યો.

કાલરીયા અંડર -19 ટીમનો ભાગ હતો

image soucre

કાલરીયા 2012 આઈસીસી અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અંડર -19 ટીમનો ભાગ હતો. 2012 માં ડેબ્યૂ કર્યા બાદથી તે સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત માટે મુખ્ય ખેલાડી રહ્યો છે. કાલેરિયાને શનિવારે તાલીમ સત્ર દરમિયાન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ફાઇનલ 15 ઓક્ટોબરે યોજાશે

image soucre

IPL 2021 ની અંતિમ મેચ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે, જ્યારે પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે, જ્યારે એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર અનુક્રમે 11 અને 13 ઓક્ટોબરે શારજાહમાં રમાશે.

પોઇન્ટ ટેબલમાં કોણ આગળ છે?

image soucre

IPL 2021 ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ સાથે ટોચ પર છે. તેણે 8 માંથી 6 મેચ જીતી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા નંબરે છે. તેની પાસે 10 અંક છે. તેણે 7 માંથી 5 મેચ જીતી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ -11

image soucre

ચેન્નાઇ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસી/રોબિન ઉથપ્પા, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, લુંગી એનગિડી, દીપક ચહર

મુંબઈ ઈન્ડિયન્સ:

image soucre

રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, રાહુલ ચાહર, નાથન કુલ્ટર-નાઇલ/એડમ મિલ્ને/જયંત યાદવ, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ