JioPhone ના યુઝરો માટે Reliance Jio એ લોન્ચ કર્યો આટલી ઓછી કિંમત વાળો રિચાર્જ પ્લાન

દેશભરમાં કરોડોની સંખ્યામાં સ્માર્ટફોન ધારકો છે અને તેની સંખ્યામાં દિન પ્રીતિદિન વધારો થઈ રહ્યો છે. અને સ્માર્ટફોન ધારકો પોતાના ડિવાઇસમાં સીમકાર્ડ પણ રાખે છે. જેના કારણે તેને કોઈ એક ટેલિકોમ કંપનીનું સિમ કાર્ડ ખરીદવું અને તેને રિચાર્જ કરાવવું પડે છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તરીકે Reliance Jio નું નામ છે.

image soucre

ત્યારે Reliance Jio એ પોતાનો સૌથી સસ્તો પ્રિપેડ રિચાર્જ પ્લાન રજૂ કરી દીધો છે. કંપનીએ પોતાના ગ્રાહકો માટે પોતાનો શાનદાર 75 રૂપિયા વાળો પ્રિપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. એવું મનાય છે કે Reliance Jio નો આ પ્રિપેડ રિચાર્જ પ્લાન તેના મુખ્ય પ્રતિસ્પર્ધી એવા Airtel અને Vi એટલે કે વોડાફોન આઈડિયાને ટક્કર આપશે. અહીં એ પણ નોંધનીય છે કે Reliance Jio એ તાજેતરમાં જ તેનો 69 રૂપિયા વાળો પ્રિપેડ રિચાર્જ પ્લાન બંધ કર્યો હતો. અને ત્યારબાદ આ નવા એટલે કે 75 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાનને લોન્ચ કર્યો હતો. એ પણ ઉલ્લેખનીય છે કે Jio.com ની ઓફિશિયલ વેબસાઈટ પર તપાસ કરવામાં આવતા ત્યાં 69 રૂપિયા વાળો કંપનીનો જૂનો પ્રિપેડ રિચાર્જ પ્લાન ક્યાંય દેખાઈ નથી રહ્યો. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને Reliance Jio ના આ નવા 75 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાન વિશે જણાવીશું.

image soucre

Reliance Jio ના 75 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાન વિશે વિગતવાર વાત કરીએ તો આ પ્લાનમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે આ પ્રિપેડ રિચાર્જ પ્લાન ફક્ત JioPhone યુઝર માટે જ છે. એટલે કે અન્ય ગ્રાહકો Reliance Jio ના આ પ્રિપેડ રિચાર્જ પ્લાનનો લાભ નહીં લઈ શકે.

image soucre

Reliance Jio ના 75 રૂપિયા વાળા આ પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં JioPhone યુઝરને 28 દિવસની વેલીડીટી મળશે. એ સિવાય યુઝરને આ પ્લાનમાં દૈનિક 50 sms અને Jio TV, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, Jio Security અને Jio Cloud જેવી એપ્સનું એક્સેસ પણ આપવામાં આવે છે.

Jio એપ્સનું પણ મળશે એક્સેસ

image soucre

કોલિંગની દ્રષ્ટિએ જોઈએ તો Jio ગ્રાહકોને આ નવા 75 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં કોઈપણ અન્ય નેટવર્ક લર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સાથે જ યુઝરને 200 MB બુસ્ટર સાથે પૂર્ણ વેલીડીટી દરમિયાન 3 GB નો ઈન્ટરનેટ ડેટા મળશે.

image soucre

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે Reliance Jio દ્વારા 39 રૂપિયા અને 69 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાનને બંધ કરી દીધા છે અને ત્યારબાદ હવે Reliance Jio 75 રૂપિયા વાળો તેનો સૌથી સસ્તો પ્રિપેડ રિચાર્જ પ્લાન બની ગયો છે.