દાદી અને માતાની અદ્દભુત ફોટો ક્લિક કરીને ૭ વર્ષની આધ્યાએ રચી દીધો ઈતિહાસ.

સાત વર્ષની ઉમરમાં જ્યાં બાળકો રમતગમત, કમ્પ્યુટર અને ગેમિંગ પર ધ્યાન આપે છે ત્યાં જ આરાધ્યા અરવિંદ શંકર પોતાના પરિવારનું માથું ગર્વથી ઊંચું કરી રહી છે. સાત વર્ષની આધ્યાને ‘પીસ ઈમેજ ઓફ ધ યર’ ના પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. જેને ફોટો માટે તેમણે આ એવોર્ડ મળ્યો છે, તેને જોઈને દરેક વ્યક્તિ લાગણીશીલ થઈ જશે.

પ્રથમ ભારતીયને મળ્યો છે આ એવોર્ડ.

બેંગલુરુની આધ્યાએ ચિલ્ડ્રન પીસ ઈમેજ ઓફ ધ યર જીતનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચી દીધો છે. જે ફોટો માટે આધ્યાએ પુરસ્કાર જીત્યો તેની થીમ ‘લૈપ ઓફ પીસ’ એટલે કે શાંતિનો ખોળો. આ ફોટોમાં એમની માતાને પોતાની દાદીના ખોળામાં સુઈ રહેલ જોઈ શકાય છે. આ ફોટો દ્વારા તે જણાવવા ઈચ્છે છે કે, જો અમે ધરતી માતાની રક્ષા કરીએ છીએ, તો આખી દુનિયા શાંતિથી રહી શકે છે.

માતાના ખોળાને પ્રકૃતિના ખોળા સાથે જોડ્યો.

આધ્યાએ આ ફોટો ક્લિક કરીને જણાવ્યું છે કે, પ્રતિયોગિતાનો વિષય મારા દિમાગમાં પહેલા આ વિચાર આવ્યો છે કે, આપણે મનુષ્ય ત્યારે જ શાંતિથી રહી શકીશું જ્યારી આપણી પ્રકૃત્તિ માતાની રક્ષા થાય અને તેને પોષિત કરવામાં આવે. કેટલાક દિવસો પછી મેં જોયું કે, મારી માતા પોતાની માતાના હોલમાં શાંતિથી સુઈ રહી છે. ત્યારે મારા મનમાં માતાના ખોળાને પ્રકૃત્તિના ખોળા સાથે જોડવાનો વિચાર આવ્યો.

ધો.૨ ની વિદ્યાર્થીની છે આધ્યા.

આધ્યાના પિતાએ જણાવ્યું છે કે, તેણે ખુબ જ વિચાર્યું કે, તેને કયો ફોટો શૂટ કરવો જોઈએ. સામાન્ય રીતે તે પોતાની દાદીના ખોળામાં સુઈ જાય છે. એક વાર, તેણે પોતાની માતાને દાદીના ખોળામાં સુતા જોવે છે અને એના ફોટોસ ક્લિક કરવાનું વિચારે છે. ધો.૨ ની વિદ્યાર્થીની શાળામાં પર્યાવરણ સાથે સંબંધિત અવધારણાઓને પણ શીખી રહી હતી. જેથી તે ફોટોની સરખામણી પ્રકૃત્તિ સાથે કરી શકે.

મોબાઈલ ફોનથી જ ક્લિક કરે છે ફોટો.

ફોટોગ્રાફીની શોખીન આધ્યા પોતાની માતાના મોબાઈલ ફોનની મદદથી જ ફોટો ક્લિક કરે છે. આધ્યા તે દરેક વસ્તુઓના ફોટોસ ક્લિક કરે છે જે તેને રસપ્રદ લાગે છે. ગ્લોબલ પીસ ફોટો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બનવા સિવાય આધ્યાને ૧ હજાર યુરો નકદ પુરસ્કાર અને એક પદક પણ જીત્યું છે. પહેલા તેણે આ ફોટો કલરિંગ ક્લિક કર્યો હતો, જેને પછીથી બ્લેક એન્ડ વાઈટ કરી દેવામાં આવ્યો છે.