રાજકોટમાં ખલીઓ બ્રેકફાસ્ટમાં જે ચીજોની મજા માણી તેના નામ જાણીને તમે પણ થઈ જશો ખુશ

ધ ગ્રેટ ખલીનું નામ જ પુરુતું છે એમની ઓળખાણ માટે. ખલી સલિંગની દુનિયામાં એક મોટું નામ છે. હાલ ધ ગ્રેટ ખલી ગુજરાતની મુલાકાતે છે. અને રવિવારે ખલીએ રંગીલા રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી.

image source

ધ ગ્રેટ ખલી એક ખાસ કારણના લીધે રાજકોટ આવ્યા હતા તેઓ રાજકોટમાં એક જિમના ઓપનિંગ માટે આવી પહોંચ્યા હતા. જિમ લોન્જ એના પ્લેટિનિયમ સેગમેન્ટની નવી આવૃત્તિની રાજકોટમાં પણ શરૂઆત થઇ હતી, જેને રાજકોટ વાસીઓ માટે ખુલ્લું મુકવા માટે ખલી રાજકોટમાં આવ્યા હતા.ધ ગ્રેટ ખલી આ જિમના બ્રાન્ડ એમ્બેસેડર છે

ધ ગ્રેટ ખલી રાજકોટના રસ્તા પર ખુલ્લી જીપની અંદર સફર કરતા દેખાયા હતા. એટલું જ નહીં ખલીએ રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલી એક દુકાનની પાણીપુરી પણ ખાધી હતી. અને તમને નવાઈ લાગશે કે અહીંયા ખલીએ એક બે નહિ પણ 10 પ્લેટ પાણીપુરી અને 5 પ્લેટ સેવ દહીંપુરી ખાધી હતી. આટલું ખાધા પછી એ ખલીએ લગભગ 2 લીટર પાણી પીધું હતું.

image source

જીમના ઓપનિંગ પ્રસંગે ખલીએ રાજકોટ વાસીઓને કેટલીક મહત્વની ટિપ્સ પણ આપી હતી. તેમને જણાવ્યું હતું કે “આજે જ્યારે આખું વિશ્વ કોરોના જેવી ઘાતક બિમારી સામે લડી રહ્યું છે ત્યારે કસરત અને યોગ જ એક માત્ર સ્વસ્થ રહેવા માટેનો ઉપાય છે. જેથી હવે આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે સમય કાઢીને આવા સંપૂર્ણ પ્રોફેશનલ સાધનો અને સર્ટિફાઇડ ટ્રેનર હોય તેવા જિમમાં જઈ પોતાની જાતને સ્વસ્થ રાખવાનો સમય કાઢીશું તો જ અત્યારની અને આવનારી દરેક બિમારીઓથી સુરક્ષિત રહી શકીશું.”

image source

ખલીએ પોતાની જાતને ફિટ રાખવા માટે જણાવ્યું હતું કે, “સવારે વ્હેલા ઉઠી જાવ, જંકફૂડ ખાવાનું બંધ કરો અને હેલ્ધી ફૂડ ખાઓ, શરીર ફિટ રહેશે. તમે ફીટ રહો અને અન્યોને પણ પ્રેરણા આપો.” આ ઉપરાંત ખલીએ રાજકોટના મેયરના પણ વખાણ કર્યા હતા, તેમને કહ્યું હતું કે રાજકોટના મેયર ફિટ છે.

image source

જે જીમના ઓપનિંગ માટે ખલી રાજકોટ આવ્યા હતા એ જિમ અંગે એમને જણાવ્યું હતું કે “આ જિમમાં અત્યાધુનિક કસરત માટેના સાધનો જિમ લવર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સિવાય બોડી વેઇટ ટ્રેનિંગ, પર્સનલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને અહીં આવતા જિમ લવર્સને દરેક પ્રકારની કસરતને લગતી સુવિધા બાથ, સ્ટીમ બાથ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલું જ નહીં કુશળ એવા સર્ટિફાઇડ ટ્રેનરો પણ જિમમાં રહી લોકોને કસરતની ટેકનિક શીખવશે. જરૂરી એવો ડાયટ પ્લાન પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે.