પોતાના માસુમ સ્મિતના કારણે દીપિકા પાદુકોણ છવાઈ એથેન્સમાં, જાણો તો ખરા કેટલું મોટું મળ્યુ સન્માન

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ બી-ટાઉન ઇન્ડસ્ટ્રીની ટોપ સુંદરીઓમાંની એક છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમથી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરનારી દીપિકાએ હવે કેટલીએ ફિલ્મોમાં કામ કરી લીધું છે અને બોલીવૂડની એ લિસ્ટર અને સૌથી વધારે ફી વસલુતી અભિનેત્રી બની ગઈ છે.

image source

દીપિકાએ બોલીવૂડમાં જ નહીં પણ હોલીવૂડમાં પણ કામ કર્યું છે. દીપિકાએ એક વાર ફરી પોતાના સુંદર સ્મિતથી દુનિયાના કરોડો લોકોનું દીલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે દીપિકાનું સુંદર સ્મિત હવે દુનિયાની ધરોહર બની ગયું છે.

image source

વાસ્તવમાં એથેન્સ એરપોર્ટ પર આખી દુનિયાના કેટલાક પસંગીના લોકોના સ્મિત કરતાં ચહેરાની પ્રતિમાઓ બનાવીને મુકવામા આવે છે. આ પ્રતિમાઓમાં હાજર લોકોના સ્મિતને પ્રામાણિક સ્મિત માનવામાં આવ્યું છે. તેમાં એક સ્ટેચ્યૂ દીપિકા પાદુકોણનું પણ છે.

image source

જો કે તે મૂર્તિઓ સાથે દરેક વ્યક્તિનું નામ લખવામા નથી આવ્યું. દરેક સ્ટેચ્યુની સાથે તે વ્યક્તિનું પ્રોફેશન અને તેના દેશનું નામ લખવામા આવ્યું છે. તેની સાથે તમને જણાવી દઈએ કે આ સ્ટેચ્યુ ક્યાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે.

image source

દીપિકાના વેડિંગ રિસેપ્શન લૂકથી આ મૂર્તિ બનાવતી વખતે પ્રેરણા લેવામાં આવી છે. દીપિકાની આ પ્રતિમામાં તેણીએ સાડી અને ગળામાં ટ્રેડિશનલ ચોકર નેકલેસ પહેરેલો છે, તેની સાથે તેણીએ અંબોડો વાળ્યો છે. દીપિકાનો આ લૂક બેંગલુરુમાં થયેલા તેમના વેડિંગ રિસેપ્શન જેવો છે.

image source

દીપિકાની તસ્વીર નીચે લખ્યું છે – ભારતીય બોલીવૂડ એક્ટ્રેસ એથેન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્મીત કરતી. ગ્રે માર્બલ, 2020 એ.ડી. દીપિકા પાદુકોણની આ તસ્વીર સોશિયલ મિડિયા પર છવાઈ ગઈ છે અને તેમના ફેન્સ અભિનેત્રીને બિરદાવી રહ્યા છે.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 1983માં થયેલી ક્રીકેટ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ પર આધારિત છે જેમાં ભારતની જીત થઈ હતી. આ ફિલ્મમાં એક્ટર રણવીર સીંહ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર નિભાવી રહ્યા છે જ્યારે દીપિકા તેમની પત્ની રોમી ભાટિયાનું પાત્ર નિભાવી રહી છે. આ ઉપરાંત શકુન બત્રાની ફિલ્મમાં પણ તેણી જોવા મળશે. જેમા તેણી એક્ટર
સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોવા મળશે. તેનું શૂટિંગ હાલ શરૂ થઈ ગયું છે. લોકડાઉન ખુલ્યા બાદ બોલીવૂડ ધીમે ધીમે ગતિમાં આવી રહ્યું છે. જો કે થિયેટર્સને શરૂ કરવાની મંજૂરી તો કેન્દ્ર સરકાર દ્વારા મળી ગઈ છે પણ લોકો થિયેટરમાં જવાનું ટાળી રહ્યા છે માટે ફિલ્મો પણ ઘણા ઓછા પ્રમાણમાં રિલિઝ થઈ રહી છે. પણ તેની જગ્યાએ હવે ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થઈ રહી
છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત