દિપીકા-રણવીરનો આ વિડીયો ધડાધડ થઇ રહ્યો છે વાયરલ, શું તમે હજુ સુધી નથી જોયો આ વિડીયો?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડની સૌથી લોકપ્રિય કપલ છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશા ચર્ચામાં રહે છે. આ કપલ પણ તેમના સંબંધો વિશે ખુલીને વાત કરવાનું પસંદ કરે છે. આ બને આટલા વ્યસ્ત હોવા છતાં મીડિયા માટે અને પોતાના ફેન્સને ખુશ કરવા માટે સમય કાઢી લે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકા પર્સનલ લાઇફ વિશે વાત કરતી જોવા મળે છે. તેમને જણાવ્યું કે તેમના માતા-પિતાએ આ કપલને લગ્ન અંગે શું સલાહ આપી છે.

image source

છાપકના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણને એક ઇન્ટરવ્યુ તેમના લગ્ન જીવન વિશે પૂછવામાં આવ્યું હતું. આનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું- અત્યારે અમે અમારા લગ્નનો આનંદ લઇ રહ્યા છીએ. પરંતુ જ્યારે હું મારા માતાપિતા અથવા રણવીરના માતાપિતા સાથે વાત કરું છું, ત્યારે તેઓ કહે છે કે 35 વર્ષ રાહ જુઓ, બધું જાણી જશો.

image source

આગળ દીપિકાએ કહ્યું કે કદાચ 35 વર્ષ પછી તેઓ આ શોધી શકશે. અત્યારે તેઓ તેના વિશે વિચારતા નથી અને પરણિત જીવનનો આનંદ માણી રહ્યા છે. જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે શું તેમની વચ્ચે કોઈ ઝઘડો થાય છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં દીપિકાએ કહ્યું કે તેમની પાસે ઝઘડો કરવા માટે સમય જ નથી. શૂટિંગ અથવા કોઈપણ કામમાંથી ફ્રી થઈને બને એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

image source

તાજેતરમાં રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથે એક ખૂબ જ રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો, જેની સોશિયલ મીડિયા પર વધુ પ્રમાણમાં ચર્ચા થઈ હતી. તેનો આ ફોટો બંનેના ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. હવે દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા અને રણવીરની રોમેન્ટિક અને ફની બંને બાજુ જોવા મળી રહી છે. ઘણાં વપરાશકર્તાઓએ ટિપ્પણી કરતી વખતે આ બંનેની આ વીડિયોના વખાણ કર્યા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)


પહેલા વીડિયોમાં દીપિકા પતિ રણવીર સિંહ સાથે રોમાંસ કરતી જોવા મળી રહી છે અને ત્યારબાદ તે બંને અચાનક રીંગ-એ-રીંગ-એ-રોઝીઝ રમવાનું શરૂ કરે છે. આ ટ્વિસ્ટ ભરેલા વીડિયોને દીપિકા અને રણવીરના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દીપિકાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં રણવીર અને દીપિકા બંને ટ્રેકસૂટ પહેરેલા નજરે પડે છે. આ વિડિઓ થોડા કલાકોમાં ખુબ જ વાયરલ થઈ ગયો છે.

image source

વીડિયોમાં રણવીર પિંક કલરમાં ટ્રેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે અને દીપિકા ગ્રીન અને વ્હાઇટ કલરના ટ્રેક સૂટમાં જોવા મળી છે. વીડિયોમાં આ બંને ચર્ચાનો વિષય બન્યા છે. તેમના ચાહકોએ તો વિડીયો પર કોમેન્ટ કરી જ છે, પરંતુ તે બંનેના સેલિબ્રિટી મિત્રો એ પણ આ વીડિયોમાં કોમેન્ટ કરી છે. વીડિયો શેર કરતી વખતે દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું છે – ‘રણવીરે આ સિવાય રિંગ-એ-રીંગ-એ-રોઝીઝ કરવું જોઈએ.’ રણવીર સિંહે પણ દીપિકાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

એક બીજાને ખુબ જ માન આપે છે

image source

દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે જે પણ છીએ તેના માટે અમે એકબીજાને માન આપીએ છીએ. તે મને ખુશ રાખે છે અને હું તેમને. જ્યારે મારો અને તેમનો દૃષ્ટિકોણ ઘણી બધી બાબતોમાં તદ્દન અલગ છે. હું સવારની વ્યક્તિ છું અને મને સવારે વહેલા ઉઠવું ગમે છે. મને શિસ્તમાં રહેવું ગમે છે અને તેનો સ્વભાવ ખૂબ જ અલગ છે. પરંતુ આ છતાં પણ અમારા બંને વચ્ચે ખુબ જ પ્રેમ છે અને આ પ્રેમ જ અમારી વિવિધતા સ્વીકારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *