દેશમાં કોરોનાની બીજી લહેર…જો આ નિયમોનું ખાસ પાલન કરશો તો જલદી નહિં આવો કોરોનાની ઝપેટમાં, સાથે જાણો શું કરવું અને શું નહિં…

દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે સૌ કોઈ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ભારતમાં લગભગ ચાર મહિના બાદ કોરોનાનું આ સાર્વજનિક કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે પંજાબ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કડક પગલાંઓ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનએ લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.

image source

એ સિવાય તેઓએ કોરોનાના વધી રહેલા કેસોની સંખ્યા માટે લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેઓના કહેવા મુજબ કોરોના વેક્સીન આવ્યા બાદ પણ લોકો કોરોના બાબતે બેદરકારી કરી રહ્યા છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનની બીજી લહેરને જોતા અમે અહીં કોરોના બાબતે શું કરવું અને શું ન કરવું તેની સરળ માહિતી આપી રહ્યા છીએ.

આ કરો

  • વ્યક્તિગત રીતે સ્વચ્છતા રાખો.
  • ઓછામાં ઓછું 20 સેકન્ડ માટે તમારા હાથોને સાબુથી નિયમિત રીતે ધુઓ, ઘરની બહાર હોય ત્યારે એન્ટી બેક્ટેરીયલ લીકવીડનો ઉપયોગ કરવો.
  • તમારા ઘરથી બહાર નીકળો ત્યારે હંમેશા ફેસ માસ્ક પહેરીને જ નીકળો.
  • ખાંસી કે છીંક આવે ત્યારે તમારા મોઢાને ટીશ્યુ પેપર કે રૂમાલ વડે ઢાંકી રાખવું.
  • જો તમારી પાસે રૂમાલ ન હોય તો કોણીની તમારી બાંય પાસે છીંક ખાઈ શકો છો.
  • જયારે તમે ઘરની બહાર હોય ત્યારે માસ્કની અંદર જ છીંક્વુ અથવા ખાંસવું.
  • ઉપયોગ બાદ ટીશ્યુ પેપરને બંધ ડબ્બામાં ફેંકી દેવું.
  • PPE કીટ, ફેસ માસ્ક અને હાથના મોજા સહીત સુરક્ષાત્મક વસ્તુઓનો વાપર્યા બાદ યોગ્ય જગ્યાએ જ નિકાલ કરવો.
  • સાર્વજનિક સ્થળોએ ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું, શક્ય હોય તો ઘરેથી જ કામ કરવું.
  • જો તમે સ્વસ્થ નથી તો ઘરમાં જ રહો અને તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હોય તો ડોક્ટરને બતાવવું.
image source

આ ન કરવું

  • જેટલું શક્ય હોય તેટલો તમારો ચેહરો અને ખાસ કરીને તમારી આંખો, નાક અને મોઢાને સ્પર્શ કરવાથી બચવું.
  • ભીડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવું અને શક્ય હોય તેટલું લોકોથી દૂર રહેવું.
  • મોલ, જિમ, રેસ્ટોરન્ટ, અને અન્ય ભીડ થાય તેવી જગ્યાઓએ ન જવું જ્યાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું મુશ્કેલ હોય.
  • બિનજરૂરી યાત્રા કરવાથી બચવું.
  • કોરોના સંક્રમિત વ્યક્તિના ઉપયોગમાં આવેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ અન્ય વ્યક્તિએ ન કરવો, દર્દીનો ટુવાલ, તેના કપડાં, વાસણ અને બાથરૂમ અલગ રાખવું.
image source

ઓફિસ માટે ગાઈડ લાઈન

  • બધા વિભાગના હેડ (એચઓડી) એ એ નક્કી કરવું કે દરરોજ ગ્રુપ B અને C ના 50 ટકા કર્મચારીઓ જ ઓફિસ આવે અને બાકીના 50 ટકા કર્મચારીઓ ઘરેથી જ કામ સંભાળે.
  • બધા એચઓડીએ ગ્રુપ B અને C સ્ટાફની ડ્યુટી માટે સપ્તાહની ગણતરીએ રોસ્ટર બનાવવું અને કર્મચારીઓને એ સૂચના આપવી કે તેઓ સપ્તાહમાં વારાફરતી ઓફિસે આવે.
  • પહેલા સપ્તાહના રોસ્ટરમાં એ કર્મચારીઓને શામેલ કરવાની સલાહ આપવી જેઓનું ઘર ઓફિસની નજીક હોય અને પોતાનું વાહન હોય.
image source

સલાહ અનુસાર કર્મચારીઓના ત્રણ ગ્રુપ બનાવવા અને આ મુજબના સમયે ઓફિસ આવવાનું કહેવામાં આવે, સવારે 9 થી સાંજે સાડા પાંચ, સવારે સાડા નવથી સાંજે છ સુધી, સવારે દસથી સાંજે સાડા છ સુધી, જો કર્મચારી ઘરેથી કામ કરવા માંગે તો તેઓ માટે ફોન અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસની વ્યવસ્થા કરવામાં આવે.

  • જો તેઓને ઓફિસે આવવાનું કહેવામાં આવે તો તેઓ ઓફિસે આવે.
  • આ પ્રકારના આદેશો સંલગ્ન, અધીનસ્થ કાર્યાલય, સ્વાયત્ત, વૈઘયનીક નિકાસ માટે પણ જાહેર કરી શકાય છે.
  • વિત્તીય સેવા વિભાગ (DFS) અને સાર્વજનિક ઉદ્યમ વિભાગ (DPE) વિત્તીય સંસ્થાનો અને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને લઈને પણ સમાન નિર્દેશ જાહેર કરી શકાય છે.

આ નિર્દેશો એ કર્મચારીઓ અને ઓફિસો માટે લાગુ નહિ થાય જે કોવીડ 19 ના સંક્ર્મણને નિયંત્રિત કરનારી કે આવશ્યક / આપાતકાલીન સેવા સાથે જોડાયેલ હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!