આ છે ડેન્ગ્યુના લક્ષણો અને તેની સારવાર, એકવાર વાંચી લો આ લેખ અને જાણી લો તમે પણ

કોરોના વાયરસનો પ્રકોપ હજુ ઓછો થયો નથી, પણ હવે ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધારે સામે આવી રહયા છે. ઉત્તરભારતમાં ડેન્ગ્યુ નો પ્રકોપ ફેલાયેલો છે. નિષ્ણાંતો અનુસાર, ડેન્ગ્યુ બાળકો માટે વધુ ખતરનાક છે કારણ કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ મોટા કરતા નબળી હોય છે.

image socure

ડેન્ગ્યુ એક મચ્છરજન્ય રોગ છે. ડેન્ગ્યુ નો ચેપ માણસ થી માણસને સીધો નથી લાગતો એટલે કે એ ચેપી નથી. માણસ ને ડેન્ગ્યુ ત્યારે જ થાય છે જયારે તેને ડેન્ગ્યુના વાયરસનો મચ્છર કરડે. જો કે આવા મચ્છરો નો ઉપદ્રવ દિવસ અને રાત્રે એમ બંને હોય છે, આથી વધારે સાવધાની રાખવી પડે છે.

ડેન્ગ્યુના લક્ષણો :

image socure

ડેન્ગ્યુ ના શરૂઆતના લક્ષણોમાં ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખો ફેરવવાથી દુખાવો થાય અને પીઠનો દુખાવો વગેરે થાય છે. સતત અને અતિશય તાવ એ ડેન્ગ્યુ ની નિશાની છે. બીજા લક્ષણોમાં અતિશય થાક, પીઠ નો દુખાવો, સાંધાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી, લો બ્લડ પ્રેશર, ફોલ્લીઓ વગેરે જોવા મળે છે.

ડેન્ગ્યુ ની સારવાર :

ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ હોવાથી તેની કોઈ ચોક્કસ સારવાર નથી. આથી ડેન્ગ્યુની સારવારમાં સામાન્ય રીતે તેના લક્ષણો માટેની સારવાર કરવામાં આવે છે. એટલે કે ઉપર બતાવેલ લક્ષણોમાં રાહત માટેની સારવાર કરવામાં આવે છે. ઉપર બતાવેલા લક્ષણો જે માણસને જણાય તેને સીધા જ કોઈ ડોકટર પાસે જઇને બતાવવું જોઈએ. આ સમયે વધારે પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ અને શક્ય તેટલો આરામ પણ કરવો જોઈએ.

image soucre

તમને જણાવી દઇએ કે, ડેન્ગ્યુ માટે ની કોઈ રસી નથી. ડેન્ગ્યુ માટેની સાવધાની એ જ છે કે આવા વાયરસ ફેલાવતા મચ્છરો નો નાશ કરવો. આરોગ્ય શાસ્ત્ર મુજબ અને સ્વચ્છતા એ જ સાવધાની છે. ગંદકીવાળા એરિયા થી દૂર રહો. પ્રવાહી ધરાવતા દરેક પ્રકાર ના વાસણો જેવા કે પાણીના ડ્રમ, ફૂલ-છોડના ક્યારા કે પ્રાણીઓ માટેના પાણીના વાસણોમાં બહુ સમય સુધી પાણી રાખી ન મુકો. જો તમારા એરિયામાં મચ્છરો નો ઉપદ્રવ વધારે હોય તો આખી બાય ના કપડા પહેરો, લીમડાનો ધુમાડો કરો અને મચ્છરોથી તમામ પ્રકારની સુરક્ષા થાય તેવા તમામ પગલા લેવા જોઈએ.

image source

ઘરમાં પાણી ભેગું થવા દેવું નહીં કે ભેજ થવા દેવો જોઈએ નહીં. લીમડાના તેલ નો છંટકાવ કરવો જોઈએ. લીમડાનો ધુમાડો કરવો જોઈએ. બાળકોને આખા કપડાં પહેરાવો. બાળકોને મચ્છરદાનીની અંદર સૂવાડો. જો લક્ષણો દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. મચ્છર કરડવાથી બચવા માટે, તમે બજારમાં ઉપલબ્ધ મૉસ્કિટો રિપેલેન્ટ ક્રીમ લગાવી શકો છો