Yamaha એ લોન્ચ કર્યા તેના આ દમદાર બાઈક અને મોટરસાયકલ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Yamaha એ ભારતમાં પોતાના નવા પ્રોડક્ટને લોન્ચ કર્યા છે. કંપનીએ તેનું નવું R15 મોટરસાયકલ અને Aerox 155 સ્કુટરને ભારતીય ગ્રાહકો માટે બજારમાં મૂક્યું છે. જાપાની કંપનીએ રેસિંગના શોખીન લોકો માટે New Yamaha YZF-R15 V4 અને Yamaha YZF-R15M લોન્ચ કર્યા છે. જ્યારે Yamaha AEROX 155 Maxi Sports Scooter સાથે Yamaha RayZR 125 સ્કૂટર પણ બજારમાં મૂક્યું છે. R15 બાઈક જાપાની બ્રાન્ડની એન્ટ્રી લેવલ સ્પોર્ટ્સ બાઈકની ચોથી પેઢી છે અને બે વેરીએન્ટમાં ઉપલબ્ધ છે. Yamaha R15 ની કિંમત 1,67,800 છે જ્યારે R15M ની કિંમત 1,77,800 રાખવામાં આવી છે. જ્યારે મેક્સિ સ્કૂટર Aerox 155 ની કિંમત 1,29,000 રાખવામાં આવી છે.

મેક્સિ સ્કૂટર Aerox 155 ની ખાસિયત

image socure

આ સ્કૂટર Racing Blue અને Grey Vermillion એમ બે કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. AEROX 155 Monster Energy Yamaha MotoGP Edition માં પણ ઉપલબ્ધ છે. New Yamaha Aerox 155 Maxi Scooter ને જાપાની કંપનીએ નવા R15 V3.0 એન્જીન પ્લેટફોર્મ પર ડેવલપ કર્યું છે જે 155 cc ના સિંગલ સિલિન્ડર લિકવિડ કુલ્ડ એન્જીન સાથે આવે છે. જો કે પાવર પ્લાન્ટ ને 15 bhp અને 14 nm નો ટોર્ક જનરેટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. મેક્સિ સ્કૂટર Aerox 155 ની કિંમત 1,29,000 રાખવામાં આવી છે.

New Yamaha R15 ની ખાસિયત

image soucre

New Yamaha R15 જુના મોડલથી ઘણી અલગ દેખાય છે. તેમાં LCD પાયલોટ લેપ સાથે સિંગલ LCD હેડલેમ્પ યુનિટ આપવામાં આવ્યું છે. New Yamaha R15 અને Yamaha R15M માં 155 cc નું સિંગલ સિલિન્ડર એન્જીન આવે છે. જેમાં VVA ટેકનોલોજી આવે છે. આ એન્જીન 18.35 ps નો પાવર અને 14.1 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બન્ને બાઈકને 6 સ્પીડ ગિયર બોક્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.

image socure

New Yamaha R15 બાઈકના ફીચર્સની વાત કરીએ તો તેમાં અપસાઈડ ડાઉન ફ્રન્ટ ફોર્ક, ટેક્શન કન્ટ્રોલ સિસ્ટમ, કવિક શિફ્ટર, બ્લુટૂથ દ્વારા Yamaha મોટરસાયકલ કનેક્ટ એપ સપોર્ટ સાથે જ નવી LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ગિયર શિફ્ટ ઇન્ડિકેટર, ટ્રેક એન્ડ સ્ટ્રીટ મોડ, નવો વિન્ડસ્ક્રીન, નવા DRL, સીટીજાઇન્ડ ટેલ લેમ્પ સહિત ઘણા ખાસ ફીચર્સ છે.

image soucre

જાપાની કંપનીનો દાવો છે કે R15 માં હજુ પણ આરામદાયક એર્ગોનોમિક્સ છે જે દૈનિક આવાગમન માટે સક્ષમ બનાવે છે. નવી R15 બે વેરીએન્ટ સ્ટાન્ડર્ડ અને M માં રજૂ કરવામાં આવી છે. જેમાં R15M ને એક વિશેષ સ્પોર્ટી લુકમાં અબે હાઈ સ્પેક મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં વિશેષ સીટ અને ગોલ્ડન બ્રેક કેલીપર્સ જેવા ડિઝાઇન એન્હાસમેન્ટ મળે છે.