દેશમાં કોરોનાની ત્રીજી લહેરના સંકેત વધ્યાઃ 50 ટકાથી વધારે બાળકો થઈ ચૂક્યા છે સંક્રમિત

વાઈરસની બીજી લહેર શાંત થતા દેશમાં કોરોના ના નવા નોંધાતા કેસમાં રાહત આપે તેવો ઘટાડો થયો છે. મોટાભાગના રાજ્યોમાં કોરોના ના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. જોકે કેરળ સહિત કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં કોરોના નવા કેસ વધારે પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. આ કેસ ત્રીજું શહેરનો સંકેત કરે છે તેવી ચર્ચા લોકોમાં શરૂ થઇ છે. તેવામાં કોરોના ની ત્રીજી લહેર, ત્રીજી લહેરનો પિક સમય, બાળકો પર તેની અસર અને રસીના ત્રીજા ડોઝની જરૂરિયાત અંગે નિષ્ણાતો શું કહે છે તે જાણીએ.

image socure

કોરોના ની બીજી લહેર બાદ આ કેસમાં ઘટાડો થતાં અને સ્થિતિ સુધરતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા હતા ત્યાં હવે ત્રીજી લહેર ની ચિંતા વધી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાવાયરસ ની ત્રીજી લઇને અલગ-અલગ અનુમાનો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે ત્રીજી લહેર અને તેના પિક ટાઈમ ને લઈને દેશના ટોચના નિષ્ણાંતો એ તારણ રજૂ કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસ ની ત્રીજી લહેર ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચેના સમયમાં પીક પર હોઈ શકે છે. જોકે તેમણે એમ પણ જણાવ્યું છે કે આ લહેર ની તીવ્રતા બીજી લહેર કરતા ઘણી ઓછી હશે. પીક માં રોજના એક લાખ કેસ નોંધાઈ શકે છે.

image soucre

આ તકે icmrના વૈજ્ઞાનિક ડોક્ટર સમીર એ પણ કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેર શરૂ થયાના સંકેત અંગે વાત કરી હતી. તેમનું કહેવું છે કે કેટલાંક રાજ્યોમાં ત્રીજી લહેર શરૂ થયાના સંકેત મળ્યા છે ઘણા રાજ્યોએ બીજી લહેર માં દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ સ્થિતિ હતી તેમાંથી બદલીને જલ્દીથી પ્રતિબંધ લગાવી દીધા છે.

image socure

જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ગભરાવવાની જરૂર નથી કારણ કે ચોથા નેશનલ સીરો સર્વેમાં સ્પષ્ટ થયું છે કે ૫૦ ટકાથી વધુ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

image soucre

આ સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ પણ એક ચિંતાજનક વાત કરી છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે રસી ના બે ડોઝ આ ઉપરાંત જે લોકો સંવેદનશીલ છે તેમના માટે ત્રીજો ડોઝ પણ જરૂરી છે. રસીનો ત્રીજો ડોઝ અતિસંવેદનશીલ લોકોને કોરોના સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી 30 થી વધુ દેશોમાં કોરોના સંક્રમણ માં 10 ટકાથી વધારે વધારો નોંધાયો છે. જેને લઇને રસીના ત્રીજા ડોઝની જરૂરિયાતની ચર્ચાઓ શરૂ થઇ હતી જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રીજા ડોઝ ને લઈને આ સ્પષ્ટતા કરી હતી.