પહેલા ચરણમાં યોજનાના લાભથી જે રહી ગયા છે વંચિત તેમના માટે સુવર્ણ તક, સમજો પીએમ મોદીની ઉજ્જવલા યોજના 2.0ને

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટ અને મંગળવારે ઉત્તર પ્રદેશના મહોબામાં ગરીબી રેખાની નીચે આવતા લાભાર્થીઓ વચ્ચેથી એલપીજીના કનેકશનને વિતરિત કરવાની ઉજ્જવલા યોજનાના બીજા ચરણની શરુઆત કરાવી હતી. પ્રધાનમંત્રીએ આ તકે વીડિયો કોન્ફરન્સના માધ્યથી પીએમયુવાય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

image soucre

ઉલ્લખનીય છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરુઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી અને તે સમયે 5 કરોડ બીપીએલ પરિવારોની મહિલા સભ્યોને એલપીજી કનેકશન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

ત્યારબાદ એપ્રિલ 2018માં આ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો અને તેમાં સાત અને શ્રેણીઓ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પીએમએવાઈ, એએવાઈ, અત્યંત પછાત વર્ગ, ચાના બગાન, વનવાસી દ્વીપ સમૂહની મહિલા લાભાર્થીઓને સમાવિષ્ઠ કરવામાં આવી હતી. સાથે જ તેના લક્ષ્યને સંશોધિત કરી 5 કરોડથી 8 કરોડ એલપીજી કનેકશન કરી દેવામાં આવ્યા હતા. આ લક્ષ્યને નિર્ધારિત તિથિથી સાત મહિના પહેલા ઓગસ્ટ 2019માં જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો અને 8 કરોડ લોકોને એલપીજી કનેકશન આપવામાં આવ્યું હતું.

ઉજ્જવલા 2.0 હેઠળ લાભાર્થીઓને મળશે આટલી સુવિધા

image soucre

ઉજ્જવલા 2.0 હેઠળ લાભાર્થીઓને જમા મુક્ત એલપીજી કનેકશન સાથે સાથે પહેલા રિફિલ અને હોટપ્લેટ પણ ફ્રીમાં આપવામાં આવશએ. આ સાથે જ તેમાં નામાંકનની પ્રક્રિયા પણ ન્યૂનતમ દસ્તાવેજની કાર્યવાહી સાથે થશે. ઉજ્જવલા 2.0માં પ્રવાસીઓને રાશન કાર્ડ અથવા નિવાસ પ્રમાણ-પત્ર જમા કરાવવાની જરૂર પડશે નહીં. પારિવારિક ઘોષણા અને નિવાસ પ્રમાણ બંનેને ઓળખ માટે પુરતા માનવામાં આવશે. તેનાથી આ યોજનાનો લાભ મહત્તમ લોકો લઈ શકશે.

image soucre

નાણાકીય વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં આ હેઠળ એક કરોડ વધારાના એલપીજી કનેકશનના પ્રાવધાનની ઘોષણા કરવામાં આવી હતી. આ વધારાના એક કરોડ અતિરિક્ત પીએમયૂવાઈ કનેકશન એટલે કે ઉજજ્વલા 2.0 હેઠળનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતા લોકોના પરિવારને જમા મુક્ત એલપીજી કેનેકશન પ્રદાન કરવાનું છે. આ વખતે સરકારનો ટારગેટ એવા લોકો છે જેમને આ યોજનાનો લાભ પહેલાની યોજનાથી મળ્યો નથી. અથવા તો તેઓ કોઈ કારણોસર આ લાભથી વંચિત રહી ગયા છે.