દેશના 48 જિલ્લાઓમાં કોરોનાના આવી રહ્યા છે દૈનિક 100 કેસો, R રેટને લઈને વધી ચિંતા

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કોરોનાના વધી રહેલા કેસો બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે, દેશના 48 જિલ્લાઓમાં કોરોનાના દૈનિક 100 કેસો આવી રહ્યા છે. જ્યારે 37 જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે જે પૈકી કેરળમાં આવેલ 11 જિલ્લાઓમાં સૌથી વધુ કેસો વધી રહ્યા છે. ગયા સપ્તાહમાં 51.51 ટકા કેસો કેરળમાંથી આવ્યા છે. 9 રાજ્યોના 37 જિલ્લાઓમાં કેસ વધવાનો ટ્રેન્ડ ગત 2 સપ્તાહથી છે. હજુ દેશમાં રીપ્રોડક્શન નંબર 1 છે.

image soucre

લવ અગ્રવાલે વધુમાં આ રાજ્યોના R NO. બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંચલ, પંજાબમાં રિપ્રોડક્શન નંબર 1.3 છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં. રિપ્રોડક્શન રેટ 1.1 છે. જ્યારે આંધ્રપ્રદેશ, ગોવા અને નાગાલેન્ડમાં 1 છે. રિપ્રોડક્શન રેટમાં એ જોવામાં આવે છે કે એક સંક્રમિત વ્યક્તિ જ્યાં સુધી તે નેગેટિવ નથી થઈ જતો ત્યાં સુધીમાં કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. લવ અગ્રવાલે જણાવ્યું જે, અત્યાર સુધીમાં માત્ર એક રાજ્ય પંજાબમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે સંદિગ્ધ મૃત્યુની માહિતી મળી હતી. જો કે આ માહિતી જ સંદિગ્ધ હોય તેવું સામાન્ય લોકોનું માનવું છે.

INSACOG માં 28 લેબ છે

image soucre

સંયુક્ત સચિવે INSACOG માં 28 લેબ વિશે પણ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, હાલ નવા mutant ને જોવાની જરૂર છે. આ માટે દરેક રાજ્યને 5 લેબ અને 5 tertiary કેરથી સેમ્પલ મળ્યા છે. જેનોમિક સિકવેન્સિંગ 58,240 છે. મે, જૂન અને જુલાઈમાં 80 થી 90 ટકા સેમ્પલ મળ્યા છે. દેશમાં ડેલ્ટા પ્લસના 86 કેસો છે. જેમાં મહારાષ્ટ્રના 34 અને તમિલનાડુના 10 કેસો સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસને સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ વધુ ખતરનાક નથી ગણાવ્યા.

image soucre

તેઓએ જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસ વધુ ખતરનાક નથી. કોઈ surge નથી જોવામાં આવ્યો. 45 દિવસોથી 10 ટકા પોઝિટિવિટી રેટ છે. 80 ટકા કેસોમાં ડેલ્ટા વેરીએન્ટની ભૂમિકા છે. હોમ આઇસોલેશનમાં 80 ટકા કેસોમાં ગાઈડલાઈન ફોલો નહોતી કરવામાં આવી હતી. તેમાં રહેતા લોકોથી નાના મોટા ક્લસ્ટર બની રહ્યા હતા. Rt વેલ્યુ 1.2 છે.

રિપ્રોડક્શન નંબરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?

લવ અગ્રવાલે તાજેતરમાં જ જણાવ્યું હતું કે રિપ્રોડક્શન (આર) સંખ્યાનો ઉપયોગ કરતા વિકાસ દર અને એક્ટિવ કેસોનું પણ આંકલન કરવામાં આવે છે. આ સંપૂર્ણ સંક્રામક અવધિ દરમિયાન એક સંક્રમિત વ્યક્તિ દ્વારા ઉતપન્ન નવા સંક્રમણોની સરેરાશ સંખ્યા છે. જ્યારે પણ R નંબર એક થી વધુ હોય તો તેનો અર્થ એ કે કેસો સતત વધી રહ્યા છે અને તેને કાબુમાં લેવાની જરૂર છે.

image soucre

તેઓએ જણાવ્યું કે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં સરેરાશ 1.2 R નંબર છે. તેનો અર્થ એ છે કે એક સંક્રમિત વ્યજતી ઍકથી વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ભારતના 8 રાજ્યોમાં R સંખ્યા વધુ છે.