દિવાળી પછી ત્રીજી લહેરના એંધાણ : જ્યાં આજથી જ કોરોના કર્ફ્યૂમાં બધુ ખુલ્લુ મૂકાયુ ત્યાંના જ સ્વાસ્થ્ય મંત્રી આવું બોલ્યા

મહારાષ્ટ્રમાં કોરોના ની બીજી લહેર લગભગ નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ હજી કોરોના નું સંકટ ટળ્યું નથી. જો કે ત્રીજી લહેર દિવાળી પછી આવે તેવો ભય સરકારને સતાવી રહ્યો છે. પરંતુ આની અસર હળવી રહેશે એવો દાવો આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કર્યો છે. આથી તમામ લોકોને કાળજી રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં આજે કોરોના ના નવા એક હજાર પાંચસો તોંતેર કેસ નોંધાયા હતા, અને ઓગણચાલીસ દર્દી ના મોત થયા છે. જ્યારે કોરોનાના બે હજાર નવસો અડસઠ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા હતા.

image soucre

મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ ઠાકર સરકારે કોરોના ના પ્રતિબંધો હટાવી ને દુકાનો તથા ઓફિસો નો ટાઈમ વધારી દીધો અને બધુ ધીરે ધીરે ખુલ્લુ મૂકી દીધું છે, બરાબર ત્યારે જ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એ જણાવ્યું કે રાજ્યમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે, દિવાળી પછી ત્રીજી લહેર ની આશંકા ટાસ્ક ફોર્સે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હાલમાં તો ત્રીજી લહેરની શક્યતા નથી. પરંતુ દિવાળી પછી આવી શકે છે. ટાસ્ક ફોર્સે દિવાળી પછી ત્રીજી લહેર ની ચેતવણી આપી છે.

image soucre

રાજેશ ટોપેએ જણાવ્યું કે કોરોના નો કોઈ નવો કેસ આવ્યો નથી, અને હજુ સુધી જે લોકોને વેક્સિન મળી નથી તેમને દિવાળી સુધીમાં વેક્સિન આપી દેવા માટે ઝૂંબેશ શરુ કરવામાં આવશે. ‎મહારાષ્ટ્ર સરકારે દિવાળી પહેલા મંગળવારે કોરોના ના નિયમોમાં વધુ રાહત આપીને રેસ્ટોરન્ટ અને દુકાનો માટે સમય વધારવાનો નિર્ણય લીધો છે.

image source

તાત્કાલિક અસર થી અમલમાં આવતા નવા ઓર્ડર મુજબ આગામી કેટલાક દિવસોમાં ઉત્સવ ની ખરીદીના ધસારા ને સંભાળવા માટે તમામ દુકાનો અને સંસ્થાઓ ને રાત્રે નવ વાગ્યાને બદલે રાત્રે અગિયાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે

રાત્રે દસ વાગ્યા પછી પણ તમામ હોટેલ, રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકે છે. બાવીસ ઓક્ટોબરથી તમામ થિયેટર અને મનોરંજન પાર્ક ખોલવામાં આવશે. જોકે ભીની સવારી અથવા વોટર પાર્ક ને ફરીથી ખોલવાનો નિર્ણય હાલ માટે મુલતવી રાખવામાં આવ્યો છે.

image soucre

મુંબઈમાં આજે કોરોના ના ચારસો પાંત્રીસ દર્દી સ્વસ્થ થતાં તેઓ ને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના સાત લાખ ઓગણત્રીસ હજાર એકસો એકત્રીસ દર્દી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે કોરોનાના ચાર હજાર પાંચસો સાડત્રીસ દર્દી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.