દિયા મિર્ઝાનો આ વિડીયો 8 લાખ કરતા પણ વધારે લોકોએ જોઇ લીધો, જેમાં કરી રહી છે કંઇક એવું કે…VIDEO

થોડાક જ કલાકમાં ખૂબ જ વાયરલ થઈ ગયો દિયા મિર્જાનો આ વીડિયો, ક્યૂટ પપી સાથે દેખાઈ અભિનેત્રી.

બોલીવુડની અભિનેત્રી દિયા મિર્જા હાલમાં જ લગ્ન બંધનમાં જોડાઈ છે. લગ્ન પછી તરત જ એ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને શૂટિંગ સેટ પર દેખાઈ હતી. હવે દિયા મિર્જાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં દિયા મિર્જા સેટ પર દેખાઈ રહી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે એમાં દિયા મિર્જા એક ક્યૂટ પપી સાથે છે

દિયા મિર્જા શૂટિંગના સેટ પર એક ખુરશી પર બેઠેલી છે અને એ કુતરાના બચ્ચાને પ્રેમથી હાથ ફેરવી રહી છે. આ વીડિયો શેર કરતાંની સાથે દિયા મિર્જાએ લખ્યું કે “તમારા રવિવારનો આનંદ એક નાનકડા પપીને પ્રેમ કરતા કરતા”

image source

દિયા મિર્જાના આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે. દિયા મિર્જાના આ વાયરલ વિડીયો પર એમના ફેન્સ જાત જાતની કેમેન્ટ પણ આપી રહ્યા છે. દિયા મિર્જાના એક ફેને લખ્યું છે કે ” એક અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વિડીયો છે.” અન્ય એક ફેને લખ્યું છે કે “આના કરતાં વધુ આનંદ નથી કે એક ઊંઘમાં આવેલા પપીને પ્રેમથી પંપાળવામાં આવે” અન્ય એક ફેને લખ્યું છે કે “મને ખબર નથી પડી રહી કે આ વીડિયોમાં સૌથી વધુ ક્યૂટ કોણ છે?”


તમને જણાવી દઈએ કે દિયા મિર્જા અને બિઝનેસમેન વૈભવ રેખીએ 15 ફેબ્રુઆરી 2021એ પોતાના મિત્રો અને પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. દિયા મિર્જા અને વૈભવ રેખીના આ લગ્ન એક પ્રાઇવેટ સેરેમની હતી જેને ખૂબ જ સાદાઇથી પુરી કરવામાં આવી હતી.

image source

દિયા મિર્જાના લગ્નમાં સ્ત્રી પંડિત ખૂબ જ ચર્ચામાં રહી હતી. દિયા મિર્જાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે એમના લગ્ન એક સ્ત્રી પંડિતે કરાવ્યા હતા. એમને આગળ એ પણ જણાવ્યું હતું કે એમના લગ્નમાં કન્યાદાન અને વિદાયની રસમો નથી થઈ. ડેકોરેશન માટે પણ ઇકોફ્રેન્ડલી સામાનનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

image source

દિયા મિર્જાએ આ ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. લગ્નના ફોટા શેર કર્તાની સાથે દિયા મિર્જાએ લખ્યું હતું કે “પ્રેમ એક સંપૂર્ણ ચક્ર છે, જેને આપણે ઘર કહીએ છીએ.” એના અવાજને સાંભળવો, એમના માટે દરવાજો ખોલવો અને પછી એની સાથે મુલાકાત કરવી પણ કેટલી જાદુઈ છે.

image source

પોતાના સંપૂર્ણ થઈ જવાની આ પળને હું તમારી સાથે શેર કરી રહી છું. મારો પરિવાર વધી ગયો છે. ભગવાન કરે કે દરેક ટુકડાને એનો પૂરક ટુકડો મળી જાય. બધા અધૂરા દિલ પુરા થઈ જાય અને ઇશ્કનો જાદુ આપણી ચારે બાજુ ફરતો રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!