સરકારે કર્યો નવો નિયમ, બન્ને ડોઝ વચ્ચેનું 28 દિવસનું અંતર વધારીને કરી દીધું આટલા દિવસનું, જાણો શું છે નવી ગાઈડલાઈન

હાલમાં માત્ર ગુજરાત જ નહીં પણ આખા દેશમાં કોરોના માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે. એક તરફ રસીકરણ શરૂ છે તો બીજી તરફ કોરોનાના વધતા કેસોના કારણે હાહાકાર મચી ગયો છે. આ બધાની વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે અને રસીકરણના ડોઝના ફેરફાર કરવાના આ સમાચાર છે.

હાલની પરિસ્થિતિને જોઈને સરકારે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 6થી 8 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ.

image source

અત્યાર સુધી જે પ્રમાણે રસી આપવામાં આવતી હતી એના વિશે વાત કરીએ તો બન્ને ડોઝ વચ્ચેનું 28 દિવસનું અંતર હતું. જો કે આ નિર્ણય કોવેક્સિન પર લાગુ નહીં પડે એવી વાત પણ સરકારે કરી હતી. જો કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને વેક્સિનેશન નિષ્ણાત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો પડશે એવું પણ કહેવામાં આવ્યું છે.

કોરોના વેક્સિનેશન અંગે એવો દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો એ વધુ અસરકારક સાબિત થશે. એક તરફ કોરોના વેક્સિન પણ આપવામાં આવી રહી છે તો દેશમાં કોરોના સંક્રમણની ગતિ પણ સામે સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા હતા. 21,206 સાજા થયા, જ્યારે 213 લોકો મૃત્યુ પામ્યા હતા.

image source

આ રીતે એક જ દિવસમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી હોય એવા દર્દીઓની સંખ્યામાં 28,653નો વધારો થયો છે. એકલા મહારાષ્ટ્રમાં 30,535 કેસ નોંધાયા હતાં, જે કોરોના રાજ્યની અત્યારસુધીની સૌથી મોટો આંક છે. જો કુલ આંકડા વિશે વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ માહોલ એવો જ બગડેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને શહેરમાં ક્રિકેટ મેચના કારણે કોરોના વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં કોરોના બે કાબુ બની ગયો છે. અમદાવાદ અને સુરતમાં વધુ રફ્તાર સાથે દૈનિક કેસોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે ગુજરાતમાં કોવિડ-19ના 1580 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

image source

કોરોના કેસ વધતાં ગુજરાત સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું છે, લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજી બાજુ કોરોનાના નવા સ્ટેઈનના કારણે ડોક્ટરો પણ ચિંતામાં મૂકાયા છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1580 કેસ નોંધાયા છે, જ્યારે 989 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 2,75,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!