Driving License માટે હવે નહીં રહે ટેસ્ટની ઝંઝટ, આ સર્ટિફિકેટથી બની જશે ફટાફટ લાયસન્સ, જાણો આ નવો નિયમ

Driving License New Rules : કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. લોકોએ હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTO એટલે કે રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ધક્કા નહી ખાવા પડે અને ત્યાં લાંબી લાઈનમાં પણ ઉભું રહેવું નહિ પડે. સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોને ઘણા હળવા કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જઈને કોઈ ડ્રાઇવિંગ ટેસ્ટ દેવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય સડક પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા હવે નવા નિયમોને નોટિફાઈ કરી દેવામાં આવ્યા છે અને આ નિયમો જુલાઈ મહિનાથી અમલમાં પણ મૂકી દેવામાં આવ્યા છે.

image source

માન્યતા પ્રાપ્ત ડ્રાઇવીંગ સ્કૂલમાં લેવી પડશે ટ્રેનિંગ

મંત્રાલય તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTO માં પોતાની ટેસ્ટ માટે જે લોકો રાહ જોઈ રહ્યા હોય તેઓએ કોઈ પણ સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ડ્રાઇવર બનવા માટેની ટ્રેનિંગ પણ જે તે સ્કૂલમાંથી લેવાની રહેશે અને તેની ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવું પડશે. ત્યારબાદ ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા અરજદારને જે સર્ટિફિકેટ આપવામાં આવશે તેના આધાર પર જ અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ તૈયાર કરવામાં આવશે.

image source

ડ્રાઇવિંગ લાયસન્સ માટેના નવા નિયમો

ડ્રાઇવિંગ ટ્રેનીંગ સેન્ટરને લઈને સડક અને પરિવહન મંત્રાલય દ્વારા અમુક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ટ્રેનિંગ સેન્ટરના ક્ષેત્રફળથી લઈને ટ્રેનરના અભ્યાસ સુધીની વિગતો શામેલ છે. ત્યારે ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવવા માટે કઈ કઈ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે તેના પર પણ એક નજર ફેરવી લઈએ.

image source

અધિકૃત કરાયેલ એજન્સી ધારક પાસે દ્વિચક્રી, ત્રણ પૈડાં વાળા અને હળવા મોટર વાહનોની ટ્રેનિંગ સેન્ટર પાસે ઓછામાં ઓછી ત્રણ એકર જમીન અને મધ્યમ તથા ભારે યાત્રી, માલ વાહનો કે ટ્રેલરો માટે સેન્ટર પાસે બે એકર જમીન હોવી જરૂરી છે.

એ સિવાય ટ્રેનર 12 મુ ધોરણ પાસ હોવો આવશ્યક છે અને તેને 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈશે. એ ઉપરાંત તેને વાહન વ્યવહાર નિયમો અને તે સંબંધિત માહિતીનું જ્ઞાન હોવું જરૂરી છે.

image source

સડક અને પરિવહન મંત્રાલય દ્વારા એક શૈક્ષણિક પાઠ્યક્રમ બનાવ્યો છે જે હળવા મોટર વાહનો ચલાવવા માટે હશે. આ પાઠ્યક્રમની અવધિ વધુમાં વધુ 4 સપ્તાહની હશે જે 29 કલાક સુધી ચાલશે.

લોકોને મૂળભૂત રસ્તાઓ, ગ્રામીણ રસ્તાઓ, રાજમાર્ગો, શહેરની સડકો, રિવર્સીંગ અને પાર્કિંગ, ઢાળ ચઢવા અને ડાઉન હિલ ડ્રાઇવિંગ વગેરે પર ગાડી ચલાવતા શીખવા માટે 21 કલાક ખર્ચ થશે જ્યારે પાઠ્યક્રમમાં વિષય સંબંધિત થિયરીનો ભાગ 8 કલાકનો હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!